બસ હવે આતુરતાનો અંત આ તારીખથી શરૂ થશે બીજા રાઉન્ડનો વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમા હવે વરસાદની આતુરતાનો અંત આવી શકે છે. લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બીજા રાઉન્ડમાં ચાર ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 12 પછી અરબ સાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતી કાલથી ચોમાસુ ફરી એકવાર સક્રિય થશે. જેથી હવે ગુજરાતના જે વિસ્તારમાં વરસાદ થયો નથી ત્યાં પણ વરસાદ થશે.

અહેવાલ મુજબ જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 13 જુલાઈથી લઈને 20 જુલાઇ સુધી ભારેથી અતિભારે અતિવૃષ્ટિની માફક વરસાદ થાય તેવી સાંભવના જણાવી છે. ઉલ્લેખનીય છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઘણા સમય પહેલા જ કહી દીધું હતું કે ગુજરાતમાં 13 જુલાઈ બાદ સારો વરસાદ જોવા મળશે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સાથે સુસંગત થાય છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર 10 જુલાઈથી લઈને 12 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર તથા પશ્ચિમ કચ્છના વિસ્તારમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે. આ દરમિયાન આ વિસ્તારમાં છુટાછવાયા પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ થાય તેવી સાંભવના છે. ઉપરાંત અમદાવાદ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે.

છેલ્લા કેટલાય સમયથી લોકો બીજા વરસાદી રાઉન્ડની રાહ જોઇ રહ્યા છે. વેધર મેપને જોતા હાલ અરબ સાગરમાં એક વરસાદી વાદળનો ઘેરાવ એટલે ટ્રફ તૈયાર થઈ રહ્યો છે. જે દક્ષિણ પાશ્ચિમ પવનો મજબૂબનતા ગુજરાત તરફ આગળ વધશે. જેને લીધે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી છે. આ બીજા રાઉન્ડ દરમિયાન ખૂબ જ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

વરસાદનો બીજો રાઉન્ડ 13 તારીખથી શરૂ થાય તેવી શક્યતાઓ છે. આ રાઉન્ડ 13 તારીખથી લઈને 20 તારીખ સુધી રહેશે. આ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અહેવાલ મુજબ આ વરસાદી રાઉન્ડ એટલો પ્રબળ હશે કે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ અપાઈ શકે છે.

સૌરાષ્ટ્રના ઘણા એવા વિસ્તારો છે કે જ્યા વાવણીલાયક વરસાદ થઈ ગયા બાદ છેલ્લા એક મહિનાના જેટલા સમયથી વરસાદ થયો નથી. ત્યારે ખેડૂતોને વાવણી નિષ્ફળ જવાની ભીતિ છે. આ વચ્ચે હવે વરસાદનો બીજો રાઉન્ડ જો સમયસર શરૂ થઈ જાય તો ખેડૂતોને મોટી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *