ગુજરાત આમ આદમી પાર્ટી ના યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ પ્રમુખ પદે થી રાજીનામુ આપ્યુ, રાજીનામાં માટે આપ્યું આ કારણ

થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી મા જોડાયેલા મહિપતસિંહ ચૌહાણ ને આમ આદમી પાર્ટી એ યુવા પ્રદેશ યુવા પ્રમુખ પદે નિયુક્ત કરાયા હતા અને મહિપતસિંહ ચૌહાણ અનેક યુવાઓ ને પાર્ટી મા જોડાયા હતા હવે અચાનક મહિપતસિંહ ચૌહાણ એ આમ આદમી પાર્ટી ના પ્રદેશ યુવા પ્રમુખ પદે થી અચાનક રાજીનામુ આપ્યુ હતુ અને વિડીઓ લાઈવ કરી ના લખ્યુ હતુ.

વિષય :- વિનંતીભેર આપેલુ આ રાજીનામુ સ્વીકારી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મુક્તપણે કામ કરવા દેવા બાબત આપે મને પ્રદેશ યુવા પ્રમુખ બનવાને કાબેલ સમજ્યો તે બદલ આભાર સાથે આપને જણાવવાનું કે, જો ગાંધીજી, સરદાર પટેલ કે દેશના અન્ય ઘડવૈયાઓએ પોતાના કાર્યક્રમો કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોત તો દેશની હજુ સુધી આઝાદી ન મળી હોત. આ સાથે જ આપને જણાવવાનું કે, હું સ્વતંત્ર લડનારો અને છૂટથી લોકો માટે જીવનારો માણસ છુ, મારે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ યુવા પ્રમુખ તરીકે રહીને કોઈ જિલ્લામાં કાર્યક્રમ કરવા માટે ઝોન પ્રમુખની કે જિલ્લા પ્રમુખની પરવાનગી લેવાની હોય, તો તે મારા વ્યક્તિગત વિચારોથી ભિન્ન છે.

લોકોને પક્ષમાં જોડવા માટે આમ આદમી પાર્ટીએ આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો કરવા જરૂરી નથી. શિસ્ત અને સંયમતાનો સમય હવે વીતી ગયો છે. લડવા નીકળ્યા છે, એટલે ખૂબ ચતુરાઈથી લડવુ પડે. રસ્તામાં કોઈ મળી જાય તો પણ તેને પક્ષમાં જોડી દેવાનો હોય.

આવામાં જિલ્લા પ્રમુખ અને ઝોન પ્રમુખની પરવાનગી લેવા રહેશો તો 2022 તો ઠીક પણ 2024 પણ નીકળી જશે. પ્રદેશ યુવા પ્રમુખ તરીકે પરવાનગી લેવી પડે તે બાબતની શરમ કે સંકોચ નથી, પરંતુ કોઈના અભિમાનમાં આખેઆખા કાર્યક્રમ રદ્દ કરી નાખવામાં આવે તે ક્યારેય સહન ન કરી શકાય.

આપની શિસ્ત અને સંયમતામાં હું બંધ બેસુ તેમ નથી. મારાથી બનતા પ્રયત્ન કર્યા છે. આપ આગામી રાજકારણમાં ખૂબ જ પ્રગતિ કરો અને આપના કાર્યકર્તાઓને પણ છૂટ આપી તેમને નિર્ણય લેવાને કાબેલ સમજો તેવી અપેક્ષા સાથે, મહિપતસિંહ ચૌહાણ સર્વ સમાજ સેના

રાજકારણ અને દિવસભર ના મુખ્ય સમાચાર મેળવતા રહેવા અમારા ફેસબુક પેજને લાઈક કરો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *