ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં કરી મહત્વની આગાહી - Jan Avaj News

ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં કરી મહત્વની આગાહી

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે.જયારે આટલા લાંબા વિરામ પછી રાજ્યમાં વરસાદ પડતાની સાથે ખેડૂતોના ચહેરાઓ પર ખુશી જોવા મળી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો ગત દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સાથે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.જયારે આજે પણ વરસાદ ઘણા વિસ્તારોમાં પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.જયારે રવિવારની વાત કરવામાં આવે તો રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડતો જોવા મળ્યો હતો.

જયારે રાજ્યના ઘણા એવા પણ વિસ્તારો છે જ્યાં હાલમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે આવતો આગલા મહિનામ જ રાજ્યમાં કુલ 4.90 ઈંચ વરસાદ પડી ગયો હતો,પરંતુ વરસાદના અચનાક લાંબા વિરામને લીધે વરસાદમાં ઘટાડો જોવા મળ્યો હતો,પરંતુ હવે ફરી ચાલુ થયેલ વરસાદને લીધે ઘણા નદીઓમાં પાણી પણ જોવા મળશે.

હાલમાં તો આવેલા વરસાદથી પાકને નુકશાનની અસર થતા અટકી ગઈ છે.હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે એવી આગાહી પણ કરી છે. વધુમાં એવું પણ જણાવ્યું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ વધારે પડતો જોવા મળી શકે છે.

હવામાન ખાતું એવું જણાવી રહ્યું છે કે આગામી 21 જુલાઇ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડતો જોવા મળી શકે છે,આવી જ રીતે મોટા શહેરોને હવે ગરમીમાંથી રાહત મળતા જોવા મળી છે.તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં ભારેથી સામાન્ય વરસાદ પડતો જોવા મળ્યો છે.જેથી વધારે ખુશ તો ખેડૂતો જોવા મળ્યા છે.

આવી જ રીતે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળ્યો છે.હાલમાં તો રાજ્યમાં વરસાદી માહોલ સારો જામ્યો છે.જયારે ગત દિવસે સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડી ગયો છે,જયારે હાલમાં પણ વરસાદ પડી રહ્યો છે.

જયારે વલસાડ,નર્મદા,અને સુરત જેવા શહેરમાં પણ સારો વરસાદ નોંધાયો છે.આજની વાત કરવામાં આવે તો આજ સવારથી ઉમરગામ,નર્મદા,સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી વરસી રહ્યો છે.જૂનાગઢના માણાવદર અને નવસારીના ખેરગામમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે.જયારે છોટા ઉદેપુર,જેતપુરમાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે આગામી દિવસોમાં છોટા ઉદેપુર,બનાસકાઠા,વડોદરા,ભરૂચ અને નવસારી જેવા અન્ય ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડતો જોવા મળશે.જયારે ગત દિવસે પડેલા વરસાદના લીધે રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા.હાલમાં તો રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.