તમારા પર વીજળી પડે તે પહેલા શરીર આપે છે આ પૂર્વ સંકેતો, જાણો કેવા મળતા હોય છે સંકેત

ચોમાસામાં અવારનવાર ઘણીજગ્યાઓ પર વીજળી પડતી હોય છે. સાથે સાથે પૂર, વાવાઝોડા જેવી ઘણી કુદરતી સમસ્યાઓ પણ આવતી હોય છે. રેકોર્ડ મુજબ વીજળી પડવાના કારણે ભારતમાં દર વર્ષે લગભગ 2 હજાર જેટલા લોકો મૃત્યુ પામે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણું શરીર આકાશમાંથી વીજળી પડે તે પહેલા આપણા શરીરને કેટલાક સંકેતો મળે છે? જો તમે આ સંકેતને ઓળખી જાવ છો અને સાવચેતી રાખો છો તો તમે વીજળી પડવાની સ્થિતમાં સુરક્ષિત રહી શકો છો.

મિત્રો હાલમાં વીજળી પડવાના કારણે યુપીમાં આશરે 56 લોકો અને જયપુરમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે અને ચોમાસાં દરમિયાન વીજળી પડવાને કારણે તો આવા કેટલાય લોકો જીવ ગુમાવે છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ વેધર સ્ટડીઝના જણાવ્યા અનુસાર વાદળોની વચ્ચે અથવા વાદળ અને જમીનની વચ્ચે જુદા જુદા ચાર્જ આવે છે, જેને પોઝીટીવ અને નેગેટિવ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે.

વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા આપેલી માહિતી અનુસાર આ કારણથી પડે છે વીજળી: જ્યારે વીજળી અને વાદળ તથા જમીન વચ્ચે આવેલ આ પોઝીટીવ અને નેગેટિવ ચાર્જ અસંતુલિત થવાનું શરૂ થાય છે ત્યારે વિદ્યુત સ્રાવને લીધે એક મોટો તણખો આવે છે જેને વીજળી તરીકે ઓળખવામાં આવે છે. આ વીજળી વાદળોમાં સમાય જતી હોય છે પરંતુ કેટલીક વાર જમીન પર પણ પડી શકે છે જેથી લોકોને ઇજા થાય છે.

ભારતીય હવામાન વિભાગ નાગપુર સેન્ટરની વેબસાઇટ મુજબ, જ્યારે આપણી આસપાસ વીજળી પડવાની હોય છે ત્યારે આપણું શરીર કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે. જો આપને તે સંકેતો ઓળખી લઈએ તો આપણે વીજળીથી બચી શકીએ છીએ. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જો તમારી સાથે આવું થાય તો સમજી જવું કે તમારી આસપાસ વીજળી પડવાની છે.

1. જો તમારા ગળાની પાછળનો ભાગ તથા તમારા માથાના વાળ જો ભારે વરસાદ અને વીજળી થતી હોય તે સમયે ઉભા થવા લાગે છે તો સમજી જવું કે તમારી આસપાસ વીજળી પડી શકે છે. વીજળીથી બચવા માટે તમારે તાત્કાલિક પાકા ઘરના છતની નીચે જતું રહેવું જોઈએ. જો તમે આ સંકેત ઓળખી જાવ છો તો તમે વીજળીથી બચી શકો છો.

2. નેશનલ જિયોગ્રાફિક વેબસાઇટના અહેવાલ પ્રમાણે જ્યારે વીજળી પડે છે ત્યારે વાદળોમાં નેગેટિવ ચાર્જમાં વધારો થાય છે આ સમયે આપણા વાળની ​​ટોચ પરથી પોઝીટીવ ચાર્જ ઉપર તરફ જવાનું શરૂ કરે છે જેથી આપણા વાળ વાદળોની તરફ ઉંચા થઇ જાય છે. આવું થવાને કારણે તમને ખબર પડી શકે છે કે તમારા પર વીજળીનો ભય છે.

દોસ્તો, જ્યારે પણ તમારી આસપાસ વીજળી પડે છે ત્યારે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડે છે અને તમને તમારા શરીરમાં વીજળીના સંકેતો દેખાઈ રહ્યા છે, ત્યારે તમારે ભૂલથી પણ આ કામ કરવું નહી. નહીતો તમારા પર ભયાનક સંકટ આવી શકે છે. આ વાતની સમગ્ર માહિતી ભારતીય વેધર ડિપાર્ટમેન્ટની ઑફિસિયલ વેબસાઇટ પર આપવામાં આવી છે.

જ્યારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતો હોય ત્યારે કોઈપણ વીજળી અથવા ટેલિફોન થાંભલા અને વાયરની નજીક જવું નહી. વીજળી થતી હોય ત્યારે મોબાઇલ ફોન અથવા અન્ય ઇલેક્ટ્રિક વસ્તુથી દૂર રહેવું. ટોળું વળીને સંખ્યામાં ઘરની બહાર ઉભા રેવું નહી. છેલ્લે વીજળીનો અવાજ સાંભળ્યા પછી 30 મિનિટ સુધી ઘરમાં જ રહેવું બહાર જવું નહિ અન્યથા તમને ભયંકર નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *