13 થી 15જુલાઈ ગુજરાતમાં આગામી 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારમાં મેઘરાજા બરાબર જામે તેવી સંભાવના

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદ ખેંચાતા ખડૂતો વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે શનિવારના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે. પરંતુ હજુ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો ન હોવાથી ખેડૂતો વરસાદની આશાએ બેઠા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સોમવારથી એટલે કે 13 તારીખથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13 તારીખથી દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદનું મંડાણ થશે. આ ઉપરાંત હવામના વિભાગે પણ જણાવ્યું છે કે આગામી ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13 થી 20 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે 20 જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 4 થી 15 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગામી ચાર દિવસ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે. ઉપરાંત અષાઢી બીજના દિવસે અમદાવાદમાં મેઘમહેર થતાં લોકોને ભારે ગરમીથી છુટકારો મળશે. લાંબા સમયથી વરસાદની રાહ જોયા બાદ અષાઢી બીજથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થશે. ભગવાન જગન્નાથજી નગરચર્ચાએ નીકળે ત્યારે પણ વરસાદ થશે.

ઉલ્લેખનીય છે કે ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ વરસાદ ખેંચાતા લોકો ભારે ગરમીથી પરેશાન હતા તથા ખેડૂતો પણ પાક નિષ્ફળ જવાના ભયથી પરેશાન હતા. કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકની વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા. પંરતુ હવમાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 13 જુલાઈ બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

આગામી 24 કલાકની અંદર ભારતમાં દક્ષિણ-પશ્વિમના નેઋત્યના પવનનું આગમન થશે. કેરળના દરિયાકાંઠે આગામી ચોવીસ કલાકમાં ચોમાસુ પવનનું આગમન થશે. જેને લઈને આગામી પાંચ દિવસ કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદી પવનો કેરળના દરિયાકાંઠેથી આગળ વધતા વધતા પૂર્વના રાજ્યોમાં પહોચશે.

ક્યાં પ્રદેશમાં ક્યારે ચોમાસુ પહોચશે: હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા 24 કલાકમાં ચોમાસુ પવન કેરળના દરિયાકાંઠે પહોચશે. ત્યાંથી આગળ વધતા તમિલનાડુમાં એક જૂનના રોજ ચોમાસુ પવન પહોચશે. કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યમાં 5 જૂનના રોજ ચોમાસુ બેસશે. ત્યારબાદ ત્યાંથી ચોમાસુ પવન આગળ વધતા વધતા 10 જૂનના રોજ ગોવા, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ચોમાસુ બેસશે. ત્યાર પછી 15 જૂનના રોજ છત્તીસગઢ અને ઓરિસ્સામાં ચોમાસુ બેસશે.

15 જૂન પછી ગુજરાતમાં ચોમાસુ બેસશે: 15 જૂન પછી ગુજરાતમાં નેઋત્યના ચોમાસુ પવનનું આગમન થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચોમાસુ પવનનુ આગમન થશે. સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસતા લગભગ 15 દિવસનો સમય લાગશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેશે અને 103 ટકા સરેરાશ જેટલો વરસાદ થવાની શક્યતા છે.

બે વાવાઝોડા બાદ ભારતમાં ચોમાસાનુ આગમન: ભારતમાં ચોમાસુ બેસતા પહેલા બે વાવાઝોડા આવી ચુક્યા છે. દેશમાં પ્રથમ તૌકતે વાવાઝોડું અને ત્યારબાદ યાસ વાવાઝોડુ આવ્યા બાદ હવે ભારતમાં ચોમાસુ પવનનું આગમન થઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસા પહેલા બે વાવાઝોડા સક્રિય થતા તેની અસર નેઋત્યના ચોમાસુ પવન પર પડી શકે છે. આ વર્ષે દેશમાં સરેરાશ 98 ટકા વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *