વિનાશનું તોફાન : કલાકમાં 16 લાખ KMની ઝડપે આવી રહ્યું છે સૌર તોફાન, ધરતી સાથે ટકરાવાનો મહાખતરો

સુરજની સપાટી પરથી ઉત્પન્ન થયેલું શક્તિશાળી સૌર તોફાન 16 લાખ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યું છે. જે સોમવારે અથવા મંગળવારે પૃથ્વી સાથે ટકરાશે, તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ આ બાબતે ચેતવણી આપતા કહ્યું કે આ તોફાનને કારણે સેટેલાઈટ સિગ્નલોનાં બાધા આવી શકે છે. વિમાનની ઉડાન, રેડીયો સિગ્નલ, કમ્યુનીકેશન તથા હવામાન પર પણ તેની અસર થઈ શકે છે.

ધ્રુવો પર દેખાશે રાત્રે એકદમ રોશની : સ્પેસવેધર ડૉટ કોમ વેબસાઇટના મતે સૂર્યના વાયુમંડળમાંથી પેદા થયેલ આ સૌર તોફાનના લીધે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રભુત્વવાળા અંતરિક્ષનો એક વિસ્તારમાં ખૂબ પ્રભાવ જોવા મળી શકે છે.

ઉત્તર કે દક્ષિણ અક્ષાંશો પર રહેતા લોકો રાત્રે સુંદર આરોરો જોવાની આશા વ્યકત કરી શકે છે. ધ્રુવોની નજીક આકાશમાં રાત્રિના સમયે દેખાતી રોશનીને આરોરા કહે છે.

પૃથ્વી પર શું અસર થશે? : સુરજનાં વાયુમંડળથી પેદા થયેલ તોફાનને કારણે ઉતર/દક્ષિણ અક્ષાંશો નજીક રાત્રે પ્રકાશ દેખાય શકે છે. આ બાબતે નાસાએ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે જો આ મહાતુફાનની ઝડપ વધશે તો ધરતીનાં તમામ શહેરની વીજળી ગુલ થઈ શકે છે.

સૌર તોફાનને પગલે ધરતીની બહાર વાતાવરણનું વાયુમંડળ ગરમાઈ શકે છે જેને કારણે જીપીએસ નેવીગેશન, મોબાઈલ સિગ્નલ, સેટેલાઈટ ટીવીમાં ખલેલ પહોંચી શકે છે. પાવર લાઈનમાં કરન્ટ તેજ થઈ શકે છે.

16 લાખ કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે તોફાન : અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનું અનુમાન છે કે આ પવન 16,09,344 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે બની શકે કે તેની સ્પીડ વધુ વધી હોય. નિષ્ણાતોનું કહેવું છે કે જોત અંતરિક્ષમાંથી મહાતોફાન ફરીથી આવે છે તો ધરતીના લગભગ દરેક શહેરમાં વીજળી ગુલ થઇ શકે છે.

1989માં આવેલા સૌર તોફાનને કારણે કેનાડાનાં કયુબેક શહેરમાં 12 કલાક માટે વીજળી ગુલ થઈ ગઈ હતી, જેથી લાખો લોકોને સમસ્યાનો સામનો કરવો પડયો હતો. 1959માં આવેલા સૌથી શક્તિશાળી જિઓમેગ્નેટીક તોફાને યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્કના ખૂબ નુકશાન પહોંચાડયું હતું. તે સમયે પ્રકાશ ખૂબ વધારે હતો કે પશ્ર્ચિમોના અમેરિકાનાં તમામ વિસ્તારોમાં લોકો રાત્રે પણ વાંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *