હાલ દરિયામાં સર્જાય રહી છે આ સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તાર માં વરસાદ ની આગાહી

રાજ્યમા અત્યાર સુધી સિઝનનો લગભગ 15 ટકા જ વરસાદ થયો છે. હજુ વરસાદના મોટા રાઉન્ડ બાકી છે. ત્યારે હવે રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે અનેક વિસ્તારોમા વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગે ચોમાસું સક્રિય થતાં જ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો અંદાજ છે. જેથી માછીમારોને આગાહીના દિવસો દરમિયાન દરિયામાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગે ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને દરિયામાં પ્રવેશ ન કરવા સૂચના આપી છે લ. જ્યારે જાફરાબાદ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા ખાતે સિગ્નલ નંબર ત્રણનું એલર્ટ લગાવવામાં આવ્યુ છે. અરબી હાલ સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી દરિયાકાંઠે ત્રણ નંબરનુ એલર્ટ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે અને રાજ્યમાં આગામી દિવસોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દમણ અને દિવમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દિવમાં આવતીકાલે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગે પોતાની સત્તાવાર વેબસાઇટ પર ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ દરમિયાન આ વિસ્તારમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને સમુદ્રના મોજા પણ ઊંચા વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *