બંગાળની ખાડીમાં સર્જાયું વેલમાર્ક લો પ્રેશર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે મેઘમહેર, ભાદરવા મહિનાની શરૂઆતમાં આ વિસ્તારમાં થશે અતિભારે વરસાદ - Jan Avaj News

બંગાળની ખાડીમાં સર્જાયું વેલમાર્ક લો પ્રેશર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે મેઘમહેર, ભાદરવા મહિનાની શરૂઆતમાં આ વિસ્તારમાં થશે અતિભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 થી 9 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું આગમન થઈ ચૂકયું છે, તો ગત મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમા પણ કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો પાણીથી તરબતોળ થયા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. જ્યારે મંગળવારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં આગામી ચાર દિવસમાં કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 7 તારીખના રોજ વલસાડ, નવસારી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. તો નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી વરસાદનો વ્યાપ અને માત્રા વધી જશે અને સૌરાષ્ટ્ર્રમાં સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ દ્રારકા જામનગર કચ્છ સહિતના જિલ્લાઓમાં મેઘરાજા પધરામણી કરશે. કાલે નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જે 9 તારીખ સુધી ચાલુ રહેશે તેવું હવામાન દ્વારા જણાવવામાં આવ્યું છે. વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી નવો રાઉન્ડ શરૂ થયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર બે દિવસ દરિયામાં રહ્યા બાદ આગળ વધશે અને આગળ વધ્યા બાદ 8 તારીખના રોજ ગુજરાત ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર્રમાં સારો વરસાદ લાવશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈ જશે. જેના ભાગરૂપે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8 થી 14 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસશે. હાલમાં રાજ્યમાં વરસાદ ખેંચવાને કારણે ગુજરાતમાં કુલ 41 ટકા વરસાદની ઘટ છે. પરંતુ આગામી અઠવાડિયામાં સારો વરસાદ થવાને વરસાદની ઘટ પૂરી થશે.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત છે. હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 20 મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 8 અને 9 સપ્ટે.એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં વધી શકે છે થંડર સ્ટ્રોમની ગતિવિધિ. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે.

આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર 8થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે.

અમદાવાદ,અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ,ગાંધીનગર,ખેડા,મહીસાગર,પંચમહાલ,સાબરકાંઠા,તાપી,વડોદરામાં હજુ વરસાદની 50 %થી વધુ ઘટ છે. જેમાં 63% સાથે ગાંધીનગર જિલ્લો સૌથી વધુ ઘટ ધરાવે છે. સમગ્ર ગુજરાતમાં હજુ વરસાદની 41% ઘટ છે. રાજ્યમાં વાવ,થરાદ,સાંતલપુર,લાખાણી અને લખપત એમ પાંચ તાલુકામાં કુલ પાંચ ઈંચ પણ વરસાદ નોંધાયો નથી.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો દરેક સુધી પહોંચાડવાનું ભૂલતા નહિ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે અમારા સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published.