ભાદરવો ભુક્કા કાઢશે વરસાદ, આ તારીખે ગુજરાતમાં શરુ થશે વરસાદ, જાણો ક્યાં વિસ્તાર માં કેટલો વરસાદ - Jan Avaj News

ભાદરવો ભુક્કા કાઢશે વરસાદ, આ તારીખે ગુજરાતમાં શરુ થશે વરસાદ, જાણો ક્યાં વિસ્તાર માં કેટલો વરસાદ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસુ ચાલી રહ્યું છે પરંતુ ચોમાસામાં જોઈએ એટલો વરસાદ પડ્યો નથી જેના કારણે ખેડૂતો અને અન્ય વર્ગ ખૂબ જ પરેશાન છે. ખેડૂતોનો ઊભો પાક જો વરસાદ નહીં પડે તો નિષ્ફળ જવાને આરે છે ત્યારે હાલમાં વરસાદની ખૂબ જ જરૂર છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે રાજ્યમાં ઘણા વિસ્તારોની અંદર છૂટો છવાયો ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે પરંતુ જોઈએ એવો વરસાદ પડતો નથી. ઘણી જગ્યાઓ પર મંડાણ પણ થાય છે, ઘનઘોર વાદળો પણ બંધાય છે પરંતુ થોડો વરસાદ વરસી પછી બંધ થઈ જાય છે. મિત્રો જેને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતો પણ ખૂબ જ ચિંતિત છે પણ હવે આ બધા લોકોએ વધારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હવે જે વરસાદ આવવાનો છે તે ગુજરાતમાં ભુક્કા કાઢવાનો છે એટલે કે મેઘરાજા તોફાની બેટિંગ કરવાનાં છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના પ્રખ્યાત એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા એક મોટી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદ થવાનો છે. તેમણે જણાવ્યું છે કે આગામી 6 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ એક શિયર ઝોન સમુદ્ર થી લઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી લઈને લો પ્રેશર સિસ્ટમ સુધી બનવાનું છે અને આ લો પ્રેશર સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે અને મધ્યપ્રદેશ ઉપર આવીને ત્યાં મોટું એક સર્ક્યુલેશન બનવાનું છે જે છેક અરબી સમુદ્રથી લઈને ગુજરાત સુધી છવાશે.

તો મિત્રો આવી રીતે નવી સિસ્ટમ બનવાની છે જેને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે જેની અસર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થશે. ગુજરાતમાં આ સિસ્ટમને કારણે 7 સપ્ટેમ્બરથી લઈને 13 સપ્ટેમ્બર સુધી ખૂબ જ સારો વરસાદ પડવાનો છે.

આવતા મંગળવારથી લઇને આખા અઠવાડિયા દરમિયાન સાર્વત્રિક વરસાદ પડશે એવું અશોકભાઈ પટેલ દ્વારા જણાવાયું છે. મિત્રો આ વરસાદનો રાઉન્ડ ખૂબ જ મોટો છે અને સારો એવો વરસાદ લઈને આવી રહ્યો છે જે ખેડૂત મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

સપ્ટેમ્બર માસની શરૂઆતમાં સારો વરસાદ થઇ ચૂક્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી સિસ્ટમ નબળી પડવાને કારણે વરસાદ નબળો પડ્યો છે. અમુક વિસ્તારોમાં જ સારો વરસાદ થઇ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે અન્ય એક લો પ્રેશર સર્જાશે જેના ભાગરૂપે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ લો પ્રેશરને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે છે.

અગત્યની વાત એ છે કે વરસાદ ખેંચાવાને કારણે દુષ્કાળ સર્જાય તેવી પરિસ્થિતિ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ સારો થતાં મોટાભાગના ડેમોમાં પાણી ભરાયા છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરવઠો મળી શકે તેમ છે. આથી જગતના તાતમા ખુશીનો માહોલ છવાયો છે. હાલ વરસાદ થતા મોટા ભાગના ડેમો પાણીથી છલકાઈ ગયા છે. તો ચિંતાની વાત એ છે કે કેટલાક ડેમ એવા પણ છે કે જેમાં ટીપુ પાણી રહ્યું નથી.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે, કે હાલ રાજ્યમાં 40 ટકા વરસાદની ઘટ છે. પરંતુ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં તે પણ પૂરી થઈ જશે. સોમવારે એક નવું લો પ્રેશર સક્રીય થશે જેના ભાગરૂપે રાજ્યમાં સારો વરસાદ થશે. 6 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી સારા વરસાદનું આગમન થશે અને 8 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે જેને કારણે વરસાદની ઘટ પૂરી થશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વરસાદ ખેંચાયો છે. વરસાદી સિસ્ટમ નબળી પડવાને કારણે આવું થયું છે. સોમવારે બંગાળાની ખાડીમાં એક લો પ્રેશર સક્રીય થશે જે આગળ વધતા 6 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ થશે. વરસાદ થવાને કારણે પાક પણ સારો થશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે.

વાત ડેમની કરીએ તો, અમરેલી જિલ્લાનો ધાતરવાડી ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં આવેલ ધાતરવાડી-2 ડેમ છલકાયો છે. જયારે તાપી જિલ્લામાં આવેલ દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે. તો બોટાદ જિલ્લામાં ખંભાડા ડેમમાં હાલ 94 ટકા પાણીનો જથ્થો છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં હજુ ડેમો ખાલીખમ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં અત્યારે માત્ર 23.63 ટકા જ પાણી છે.

Leave a Reply

Your email address will not be published.