ગુજરાતમાં આટલા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ, હવામાન વિભાગ ની મોટી આગાહી - Jan Avaj News

ગુજરાતમાં આટલા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ, હવામાન વિભાગ ની મોટી આગાહી

સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાતા આગામી દિવસોમાં અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, સાણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આમ હજુ પણ વરસાદની માહોલ થયાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, રાજ્યના હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે મહત્વનું છે કે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં તારાજી સર્જાઇ છે ત્યારે રાજ્યમાં હજુ પણ 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જે જોતા લાગી રહ્યું છે કે રાજ્યમાં જે વરસાદની ઘટ છે તે ઘટ આ મહિનામાં પુરી થઈ શકે છે. હવામાન વિભાગે સાર્વત્રિત વરસાદની આગાહી કરતા કહ્યું છે કે આવતી કાલથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં મધ્યમથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ 19 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને 20 અને 21 સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના પણ અપાઈ છે. રાજ્યના હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ પંથકને ઘમરોળ્યા બાદ ફરીથી એક વખત સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ વરસશે. નોંધનીય છે કે, અત્યાર સુધી આ વર્ષનો 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ છે.

રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 21 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે, આગામી 5 દિવસો દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી શકે છે. તેમા પણ મુખ્યત્વે 19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીને પગલે 20 અને 21 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે, અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.

રાજ્યના 56 રસ્તાઓ બંધ : હજુ પણ વરસાદના પગલે 6 સ્ટેટ હાઈવે સહિત રાજ્યના 56 રસ્તાઓ બંધ છે. જે પૈકી રાજકોટમાં 3 અને પોરબંદરમાં 1 સ્ટેટ હાઈવે ઉપરાંત અમરેલી-જૂનાગઢમાં 1-1 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર બંથ છે. જ્યારે પંચાયત હસ્તકના 49 રસ્તાઓ બંધ છે. જે પૈકી પોરબંદરના 11 તેમજ જામનગર અને જૂનાગઢના 10-10 રસ્તાઓ બંધ છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. શુક્રવારે ડેમની સપાટીમાં 19 સે.મી.નો વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં હાલ કુલ 22,797 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *