ગુજરાતમાં વરસાદ ને લઈને મહત્વનું અપડેટ,આ તારીખે આ જિલ્લામાં આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી - Jan Avaj News

ગુજરાતમાં વરસાદ ને લઈને મહત્વનું અપડેટ,આ તારીખે આ જિલ્લામાં આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી

વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો પણ સિંચાઈના પાણી માટે મજબૂર બન્યા હતા બીજી તરફ સ્થિતિ એવી સર્જાઈ હતી કે જો વરસાદ ન પડે તો ગુજરાતમાં પાણીની તંગી વર્તાઈ શકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી પરતું સપ્ટેમ્બર મહિનીથી રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અને જળસ્ત્રોતમાં નવા નીર આવ્યા છે તેમજ ચેકડેમમાં નવા પાણીની આવક થતા પાણીનું સ્તર પર વધુ છે, જ્યારે સિંચાઈ માટે ખેડૂતોને પણ વરસાદી પાણી મળતે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં હજુ સુધી 16.41 ઈંચ સાથે મોસમનો સરેરાશ 49.62 % વરસાદ નોંધાઇ ચૂક્યો છે. બીજી તરફ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 8-9 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હજુ પણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી બે દિવસ સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મંગળવારથી ફરી વરસાદનું જોર વધવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે હજુ પણ ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરતા હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાતમાં હજુ પણ 40 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે જે સપ્ટેમ્બરની અંત સુધીમાં પુરી થઈ શકે છે, તેમજ આગામી 7 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યના અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ થતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે, રાજ્યના 15 ડેમમાં ટીપુય પાણી નથી. જો કે અમરેલી જિલ્લાનો ધાતરવાડી ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં ધાતરવાડી-2 ડેમમાં છલકાયો છે. જયારે તાપી જિલ્લામાં આવેલાં દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે.

બોટાદ જિલ્લામાં ખંભાડા ડેમમાં હાલ 94 ટકા પાણીનો જથ્થો છે. જયારે મહિસાગર જિલ્લામાં આવેલા વણાકબોરી ડેમમાં 93.34 ટકા અને અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમમાં 90 ટકા પાણી ઉપલબ્ધ છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં હજુ ડેમો ખાલીખમ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં અત્યારે માત્ર 23.63 ટકા જ પાણી છે. જો હજુ વરસાદ નહી આવે તો આગામી દિવસોમાં પાણીની ખેંચ વર્તાઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 8 સપ્ટેમ્બરના નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, 9 સપ્ટેમ્બરના સુરત-ડાંગ-તાપી-વલસાડ-નવસારી-દમણ-જુનાગઢ-ગીર સોમનાથ-અમરેલી-ભાવનગર-દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 34.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો દરેક સુધી પહોંચાડવાનું ભૂલતા નહિ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે અમારા સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published.