ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આવનાર આટલા દિવસ રહેશે રાજ્યમાં મુશળધાર વરસાદ - Jan Avaj News

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આવનાર આટલા દિવસ રહેશે રાજ્યમાં મુશળધાર વરસાદ

આપણા ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જાંબુઘોડા, બોડેલી, જેતપુર પાવી, વિસાવદર અને અન્ય વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વાદળછાયા રહ્યા હતા. હવામાન વિભાગે અહીં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમે પાવાગઢનો પણ મનમોહી લેનાર વિડિઓ જોયો જ હશે તેમાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ આવ્યો હતો જેને લીધે બે કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સોમવાર રાતથી વરસાદ પાડવાની શરૂઆત થઇ ગઈ હતી. આ સાથે જ એસ જી હાઈવવે, સેટેલાઇટ, વેજલપુર, મકરબા, મણિનગર, વસ્ત્રાલ, ઇસનપુર, બોડકદેવ, બાપુનગર, સરસપુર વગેરે જેવા એરિયામાં ખુબ જ વરસાદ આવ્યો હતો.

રાજ્યના ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસમાં સારા વરસાદની સંભાવના છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં 40 ટકા ઓછો વરસાદ થયો છે, દાહોદમાં માત્ર 43 ટકા વરસાદ થયો છે. તે જ સમયે, 8 જિલ્લા એવા છે જ્યાં 45 ટકા વધુ વરસાદ થયો છે. અમદાવાદમાં સામાન્ય કરતાં 43 ટકા ઓછો વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 76 ટકા વરસાદ થયો છે.

ગયા વર્ષે 20 સપ્ટેમ્બર સુધી 130% વરસાદ પડી ગયો હતો. ગત વર્ષ કરતા આ વર્ષે હજુ 24 ટકા ઓછો વરસાદ થયો છે. હાલમાં સરદાર સરોવરમાં 54 ટકા સ્ટોરેજ છે. સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીનો સંગ્રહ 15 દિવસમાં 15 ટકા વધ્યો છે. ગયા વર્ષે, મધ્ય ગુજરાત સિવાય, તમામ પ્રદેશોમાં 100% થી વધુ વરસાદ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *