આ જગ્યાએ ટકરાઇ શકે છે વાવાઝોડું, ગુજરાતમાં પડશે ભારે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી - Jan Avaj News

આ જગ્યાએ ટકરાઇ શકે છે વાવાઝોડું, ગુજરાતમાં પડશે ભારે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

આગામી 28 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 2005 પછી સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ વખત બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ત્રાટકી શકે તેવી આગાહી પણ કરી છે, તેમણે આંધ્ર અને ઓડિશા તટ પર આ વાવાઝોડું ટકરાઈ તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું અનુમાન છે,

ત્યારે હવે ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે ધીમેધીમે ચોમાસું વિદાઈ લઈ લેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે, તેમણે કહ્યું તે મુજબ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં ચોમાસું ગુજરાતમાંથી વિદાઈ લઈ શકે છે, ત્યાં સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ધીમેધારે વરસાદ પડે તેવી તેમણે આગાહી કરી છે.

જ્યારે આવતીકાલે, રવિવારે નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મંગળવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ,દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હજુ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં વરસશે ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના પણ અમૂક જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે દ્વારકા-જામનગર-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથ-કચ્છ-ભરૃચ-સુરત-નવસારી-વલસાડ, રવિવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-આણંદ-પંચમહાલ-દાહોદ-મહીસાગર-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર જ્યારે મંગળવારે બનાસકાંઠા-પાટણ-સાબરકાંઠા-અરવલ્લી-ખેડા-આણંદ-દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-ડાંગ-નવસારી-રાજકોટ-જુનાગઢ-ગીર સોમનાથ-દીવમાં ભૌરે વરસાદ પડી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *