હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની મૃગશીર્ષ નક્ષત્ર ને લઈને આગાહી, ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સર્જાતા આ વિસ્તારોમાં થશે અતિભારે વરસાદ - Jan Avaj News

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની મૃગશીર્ષ નક્ષત્ર ને લઈને આગાહી, ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સર્જાતા આ વિસ્તારોમાં થશે અતિભારે વરસાદ

પહેલાના સમયમાં હાલના સમય આજના જેટલી અત્યાધુનિક સેટેલાઈટ જેવી ટેકનોલોજી ન હતી ત્યારે પણ વરસાદની આગાહીઓ કરવામાં આવતી હતી. વરસાદની આગાહી પરથી જ પાકનું ક્યારે વાવેતર કરવું તેનું આયોજન ખેડૂતો કરતા હોય છે. પહેલાના સમયમાં જ્યારે હાલના સમયે જેવી ટેકનોલોજી ન હતી ત્યારે પણ લોકો આગાહી કરતા જ હતા. ભારતીય સંસ્કૃતિના અદભુત ખગોળશાસ્ત્રના નક્ષત્રો પરથી વરસાદની આગાહીઓ કરવામાં આવતી હતી. જે આજે પણ સાચી પડે છે.

જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા નક્ષત્રને લઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેની કેટલીક અગત્યની માહિતી આપવામાં આવી છે. એક ન્યુઝ સાઈટના અહેવાલ અનુસાર હાલ ચાલી રહેલા મૃગશીર્ષ નક્ષત્ર પરથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલએ આગાહી કરી છે. આપને જણાવી દઇએ કે મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન આબોહવામાં અને દરિયામાં થતા ફેરફાર પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે.

મૃગશીર્ષ નક્ષત્ર પરથી આગાહી કરતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું ,કે હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર શરૂ છે. મૃગશીર્ષ નક્ષત્રની હવા ઉપરથી નક્કી થતું હોય છે કે ચોમાસુ કેવું રહેશે. આ નક્ષત્ર દરમિયાન દરિયામાં અથવા તો જમીનના કોઈ વિસ્તાર પર તોફાન સાથે વરસાદ પડે તો ચોમાસું સારું રહેતું હોય છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થયું ત્યારથી જ પવન ની નિશાનીઓ બદલાઈ છે. જેથી આ વર્ષે ચોમાસુ સારુ રહેશે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. આ મહિનાના અંત સુધીમાં તમામ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ જશે. ઉપરાંત આવતા મહિનાના બીજા અઠવાડિયા પછી છે ચોમાસુ પ્રબળ બનશે.

નક્ષત્રોનો ક્રમ જણાવીએ તો ભરણી, કૃતિકા રોહિણી અને ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્ર બેસે છે. મૃગશીર્ષ નક્ષત્ર પૂરું થયા બાદ હવે આદ્રા નક્ષત્ર બેસશે. ભીમ અગિયારસના રોજ એટલે કે 21 જૂને સવારે આદ્રા નક્ષત્ર બેસશે. આદ્રા નક્ષત્રનું વાહન શિયાળ છે. આદ્રા નક્ષત્ર દરમિયાન સામાન્ય વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહે છે. હવામાન શાસ્ત્રીઓનુ કહેવું છે કે ભીમ અગિયારસ પછી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વાવણી થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે નક્ષત્રનું શાસ્ત્ર ભારતીય પ્રાચીન વિજ્ઞાનની એક અમૂલ્ય ખોજ છે. નક્ષત્ર પરથી લગાવવામાં આવતા અનુમાન મોટેભાગે સાચા પડતા હોય છે. નક્ષત્ર બેસવાનો સમય, નક્ષત્ર પૂરું થવાનો સમય અને નક્ષત્ર દરમિયાન જોવા મળેલ આબોહવાકીય ફેરફાર પરથી અનેક સચોટ આગાહી વિશે અનુમાન લગાવી શકાય છે.

સપ્ટેમ્બર માસની શરૂઆતમાં સારો વરસાદ થઇ ચૂક્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી સિસ્ટમ નબળી પડવાને કારણે વરસાદ નબળો પડ્યો છે. અમુક વિસ્તારોમાં જ સારો વરસાદ થઇ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે અન્ય એક લો પ્રેશર સર્જાશે જેના ભાગરૂપે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ લો પ્રેશરને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે છે.

અગત્યની વાત એ છે કે વરસાદ ખેંચાવાને કારણે દુષ્કાળ સર્જાય તેવી પરિસ્થિતિ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ સારો થતાં મોટાભાગના ડેમોમાં પાણી ભરાયા છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરવઠો મળી શકે તેમ છે. આથી જગતના તાતમા ખુશીનો માહોલ છવાયો છે. હાલ વરસાદ થતા મોટા ભાગના ડેમો પાણીથી છલકાઈ ગયા છે. તો ચિંતાની વાત એ છે કે કેટલાક ડેમ એવા પણ છે કે જેમાં ટીપુ પાણી રહ્યું નથી.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે, કે હાલ રાજ્યમાં 40 ટકા વરસાદની ઘટ છે. પરંતુ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં તે પણ પૂરી થઈ જશે. સોમવારે એક નવું લો પ્રેશર સક્રીય થશે જેના ભાગરૂપે રાજ્યમાં સારો વરસાદ થશે. 6 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી સારા વરસાદનું આગમન થશે અને 8 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે જેને કારણે વરસાદની ઘટ પૂરી થશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વરસાદ ખેંચાયો છે. વરસાદી સિસ્ટમ નબળી પડવાને કારણે આવું થયું છે. સોમવારે બંગાળાની ખાડીમાં એક લો પ્રેશર સક્રીય થશે જે આગળ વધતા 6 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ થશે. વરસાદ થવાને કારણે પાક પણ સારો થશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે.

વાત ડેમની કરીએ તો, અમરેલી જિલ્લાનો ધાતરવાડી ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં આવેલ ધાતરવાડી-2 ડેમ છલકાયો છે. જયારે તાપી જિલ્લામાં આવેલ દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે. તો બોટાદ જિલ્લામાં ખંભાડા ડેમમાં હાલ 94 ટકા પાણીનો જથ્થો છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં હજુ ડેમો ખાલીખમ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં અત્યારે માત્ર 23.63 ટકા જ પાણી છે.

Leave a Reply

Your email address will not be published.