આ બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ ની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે ? - Jan Avaj News

આ બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ ની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદી માહોલ રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે જ્યારે ત્રણ દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી આગામી 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. 7 સપ્ટેંબરે ફરી એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેથી સ્પટેંબર મહિનામાં સારો વરસાદ થવાના એંધાણ છે.

છેલ્લા 2 દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં વધારો થયો છે. ગુજરાતમાં હવે 42 ટકા વરસાદની ઘટ છે. આગામી 24 કલાકમાં હવામાન વિભાગે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી આપી છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 173 મી.મી. એટલે કે 7 ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 166 મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના માળિયા, ગિર સોમનાથ જિલ્લાના તાલાલામાં 163 મી.મી. અને દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકામાં 158 મી.મી. મળી કુલ ચાર તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત અનેક પંથકમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવું હવામાન વિભાગે જણાવાયું છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં વરસાદની ઘટ પૂરી થઈ શકે છે. એટલું કે સિઝનનો બાકી રહેલો વરસાદ પણ સપ્ટેમ્બર મહિનામાં પડી શકે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે.

સૌરાષ્ટ્રના તાલુકા પર નજર કરીએ તો માંગરોળમાં 7 ઈંચ, અંજાર, કલ્યાણપુર, માળિયામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48.65 ટકા નોંધાયો છે. ગીર સોમનાથમાં ગઈકાલે મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે..ખેડૂતોનો ઉભો પાક ખાખ થવાના આરે હતો તે પાકને નવજીવન મળ્યું છે. ઘણા લાંબા સમય બાદ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડ્યો હતો..આ વખતે પાક નિષ્ફળ જશે અને દુષ્કારના ભણકારા હતા પરંતુ છેલ્લે છેલ્લે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન અને અન્ય પાકોને નવજીવન મળ્યું છે.

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સપ્ટેમ્બર મહિનામા ચોમાસુ વધુ સક્રિય થશે. સપ્ટેમ્બરમા રાજ્યના ઘણા વિસ્તારોમા ભારે વરસાદ ની શક્યતા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યના કેટલાક ભાગો એવો છે જ્યા વરસાદ અપૂરતો છે, ત્યા પણ વરસાદની શક્યતા છે. તારીખ 11 થી 23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા ભાગોમા ભારે વરસાદની અને હળવા ભારે વરસાદની શક્યતા છે.

બનાસકાંઠામાં દોઢ મહિના બાદ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે..ઘણા સમયથી પોતાના પાકને બચાવવા ખેડૂતો વરસાદની રાહ જોતા હતા અને આખરે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતો સતત ચિંતામાં હતો કે આ વખતે પાક બગડશે અને વરસાદ ન આવવાના કારણે આગામી સિઝનના પાક પર પણ અસર થશે પરંતુ સમયસર વરસાદ આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

બનાસકાંઠામાં 1 ઈંચથી લઈને 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે બાજરી, મગફળીના પાકને નવજીવન મળ્યું છે. આ બાજુ સુરેન્દ્રનગરના જિલ્લામાં ચોટીલા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. ઝરીયા મહાદેવ મંદિરમાં ભારે વરસાદને પગલે ધોધ વહેતો થયો હતો અને ભોળાનાથને અભિષેક થતો હોય તેવો નજારો સામે આવ્યો હતો. લોકો કુદરતી સૌંદર્યનો નજારો જોવા ઉમટી પડ્યા હતા.

સપ્ટેમ્બરના પ્રથમ બે દિવસ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ રહ્યો હતો. જેના બાદ વરસાદનું જોર ધીમું પડ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છના અબડાસામાં 1.5 ઇંચ વરસાદ વરસ્ય છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખેડાના કપડવંજમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવી, અરવલ્લીના બાયડ તેમજ ગીર સોમનાથના સુત્રાપાડામા 1ક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યના 7 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તેમજ 29 તાલુકામાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં 49 ટકા વરસાદ : ગુજરાતમાં સતત ત્રણ દિવસથી ચાલતી મેઘકૃપા વચ્ચે કૃષિ સંકટ તથા પીવાના પાણીની સમસ્યા ઘણા અંશે હળવી થઈ છે. આ સાથે રાજ્યનો સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બે થી પાંચ ઈંચ જેટલો જ વરસાદ છે.

જો કે મેઘ મહેરથી કૃષિક્ષેત્ર પર સર્જાયેલુ સંકટ પણ ઘણા અંશે તણાઈ ગયુ છે. જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી કચ્છ, સહિતના લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદને કારણે સુકાતા ખરીફ પાકને નવજીવન મળી ગયું છે. નદી-નાળા-ડેમોમાં પણ નવા પાણી આવવાની સાથોસાથ તળ પણ જીવંત થતા ઘણી રાહત થઈ છે.

અમરેલી તાપીના ત્રણ ડેમ સંપૂર્ણ ભરાયા : લાંબા વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ થતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે, રાજ્યના 15 ડેમમાં ટીપુય પાણી નથી. જો કે અમરેલી જિલ્લાનો ધાતરવાડી ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં ધાતરવાડી-2 ડેમમાં છલકાયો છે. જયારે તાપી જિલ્લામાં આવેલાં દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે.

બોટાદ જિલ્લામાં ખંભાડા ડેમમાં હાલ 94 ટકા પાણીનો જથ્થો છે. જયારે મહિસાગર જિલ્લામાં આવેલા વણાકબોરી ડેમમાં 93.34 ટકા અને અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમમાં 90 ટકા પાણી ઉપલબ્ધ છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં હજુ ડેમો ખાલીખમ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં અત્યારે માત્ર 23.63 ટકા જ પાણી છે. જો હજુ વરસાદ નહી આવે તો આગામી દિવસોમાં પાણીની ખેંચ વર્તાઇ શકે છે.

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે અમારા સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published.