હવામાન વિભાગની આગામી 5 દિવસ ને લઈને આગાહી, ગુજરાતમાટે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લા માં પડશે વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગની આગામી 5 દિવસ ને લઈને આગાહી, ગુજરાતમાટે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લા માં પડશે વરસાદ

ગુજરાતમાં પડેલા સારા વરસાદથી રાજ્યના ડેમમાં પાણીની સારી આવક થઈ છે, સાર્વત્રિક વરસાદને કારણે નદી, નાળા, સરોવરો સહિત ચેકડેમોમાં નવા નીર આવતા ગુજરાત પરથી જળસંકટની મોટી આફત ટળી છે, તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટેનો પ્રશ્ન પણ હલ થયો છે, સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બરે મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન બન્યા છે ત્યારે હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજયમાં હાલ અતિભારે વરસાદના કારણે ઘણું નુકશાન થતું પણ જોવા મળે છે. એમાં પણ સુરતમાં ગઈકાલની રાતે 2 વાગ્યાથી ગજ-વીજ સાથે ખુબ જ ભારે વરસાદ આવતો હતો. રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં બુધવારે વરસાદ પડયો હતો.

રાજ્યના હવામાન વિભાગે ગુજરામાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની પડનાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, આ તરફ કચ્છ, સુરત, નવસારી, ભરૂચ અને વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ત્યારબાદ હવે આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે.

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો : મહત્વનું છે કે રાજ્યમાં સારો વરસાદ પડતા નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 27 સેમીનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ ડેમની જળ સપાટી 123.47 મીટરે પહોંચી છે, તો ઉપરવાસમાંથી 265 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો હાલ પાણીની જાવક પર રોક લગાવી દેવામાં આવી છે, નર્મદા ડેમની જળ સપાટી વધતા હવે ગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન પણ હલ થયો છે.

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી,અમદાવાદ, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડશે. વલસાડ જિલ્લામાં ખાસ કરીને કપરાડા અને ધરમપુર તાલુકામાં તેમજ બંને તાલુકાઓમાં ઉપરવાસના જંગલ વિસ્તારમાં મંગળવારે સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે.

કપરાડા તાલુકામાં 30થી 35 ગામોમાં જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે. નદી-નાળા બે કાંઠે વહેતા હોવાથી મોટાભાગના કોઝવે બંધ થઇ જતા, આશરે 20થી 22,000 લોકો સંપર્ક વિહોણા બની ગયાં છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વલસાડના કૈલાસરોડ પરની ઔરંગા નદીના પાણી પુલની લગોલગ પહોંચી ગયા હતા.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કપરાડામાં 8.56 ઇંચ, ધરમપુરમાં 5.24 ઇંચ, પારડીમાં 3.08 ઇંચ, ઉંમરગામ 2.2 ઇંચ, વાપી 1.8 ઇંચ અને વલસાડમાં 1.0 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાલવેરી અને ગિરનારા મુખ્ય માર્ગ ઉપર આવેલી નિલુંગી નદીના મોટા કોઝવે પર પાણી ફરી વળતા, હોમગાર્ડ જવાનોને નદી પાસે તૈનાત કરાયા છે.

જૂદા જૂદા ગામોમાં આવેલા કોઝવે, નદી-નાળા તેમજ કોલક નદી, પાર નદી ઉપરના કોઝવે ઉપરાંત દમણગંગા નદી પરનો સૌથી મોટો કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થઇ જતા, 30થી 35 જેટલા ગામોના શિક્ષકો, વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્યા ન હતા. ધરમપુર તાલુકામાં પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જૂદા જૂદા 13 માર્ગો બંધ કરાવી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *