હાઈ-વે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો, 4 કલાકમાં એક સાથે રાજ્યના 41 તાલુકા માં મેઘરાજાએ કર્યું ધમાકેદાર આગમન - Jan Avaj News

હાઈ-વે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો, 4 કલાકમાં એક સાથે રાજ્યના 41 તાલુકા માં મેઘરાજાએ કર્યું ધમાકેદાર આગમન

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. આ વચ્ચે જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવ ભૂમિ દ્વારિકા, ગીર સોમનાથ તથા અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ અનુસાર રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો જામનગરમાં પણ કાલે સવારથી આભ ફાટયું છે. કાલે સવારથી જ રાજ્યના 14 તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. રાજકોટના લોધિકાની વાત કરીએ તો અહી સૌથી વધારે 17.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

શનિવારે બંગાળાની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે જેની અસર તળે ૧૨ તારીખે સતત વરસાદ ચાલુ રહેશે. ઉપરાંત આવતી કાલે ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ તથા જામનગરમાં વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના ડેમમાં પાણીનો ભરપૂર જથ્થો એકત્રિત થઇ જશે તેવું અંબાલાલે જણાવ્યું છે.

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગમી 24 કલાકમાં જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જામનગરના કાલાવડ વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જામનગર ઉપરાંત રાજકોટમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકથી આ વિસ્તારોમાં વરસાદ યથાવત છે તો હજુ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આગામી 15 અને 16 તારીખે સમગ્ર ગુજરાતમા ભારે વરસાદ થવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ તથા જામનગર વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે નર્મદા, તાપી, સુરત, ડાંગ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબીમાં આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક વરસાદી માહોલ છવાયેલો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજાના આગમનથી લોકો ખુશ થયા છે. રાજ્યમાં આગામી 15 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે એક લો પ્રેશર સક્રિય થશે જે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થશે જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમા ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે જેના કારણે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *