આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, નવું વાવાઝોડું સક્રિય, નામ છે ‘શાહિન’ - Jan Avaj News

આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, નવું વાવાઝોડું સક્રિય, નામ છે ‘શાહિન’

ગુજરાતના દરિયા કિનારે ગુલાબ વાવાઝોડાની અસરને કારણે વધુ એક વાવાઝોડું સક્રિય થાય તેમ લાગી રહ્યું છે. કચ્છના અખાતમાં ગુલાબ વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જેથી ગુજરાતના દરિયાકિનારે નવું શાહિન વાવાઝોડું ઉદભવશે. જે 1 ઓક્ટોબરથી અરબી સમુદ્ર સક્રિય થાય તેવું અનુમાન છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પાડવાનું અનુમાન છે સાથે જ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર મોટી આફત મંડરાઈ રહી છે. હાલ તો ગુલાબ વાવાઝોડાને કારણે સક્રિય થયેલી સિસ્ટમથી 3 દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ તો કચ્છમાં 2 દિવસ ભારે વરસાદ વરસે તેવા વરતારા છે.

હવામાન વિભાગે હાલ સાયક્લોન અંગે કોઇ ખતરો ન હોવાની વાત કરી છે. ગુલાબ વાવાઝોડું સાયક્લોન હાલ ડિપ્રેશન છે જે આગળ જતાં વેલમાર્ક લો પ્રેશન બનશે. પણ આ વાવાઝોડાના કારણે 30 સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે તેવી હવામાન વિભાગ આગાહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં સાડા ચાર ઈંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. મહેસાણા મહેસાણા તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના ગીરગઢડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 21 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે અને રાજ્યના 57 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આવતી કાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો દરેક સુધી પહોંચાડવાનું ભૂલતા નહિ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે અમારા સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *