આજના દિવસે આ 7 રાશિઓ ની અધૂરી ઈચ્છા પુરી કરશે માં ખોડિયાર, વેપાર-ધંધામાં થશે વૃદ્ધિ અને મળશે સુખ શાંતિ , વાંચો રાશિફળ - Jan Avaj News

આજના દિવસે આ 7 રાશિઓ ની અધૂરી ઈચ્છા પુરી કરશે માં ખોડિયાર, વેપાર-ધંધામાં થશે વૃદ્ધિ અને મળશે સુખ શાંતિ , વાંચો રાશિફળ

મેષ : માનસિક સ્પષ્ટતા માટે ભ્રમ અને નિરાશાથી બચવાની કોશિશ કરો. આજે તમને કેટલાક સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો. નવી ભાગીદારી ફાયદાકારક રહેશે. પરોપકાર અને સામાજિક કાર્યો તમને આકર્ષિત કરશે. નોકરીયાત વર્ગે ઓફિસમાં કામમાં સાવધાની રાખવી, ગપ્પાબાજીથી દુર રહેવું. પ્રેમિકાને સમય ન આપવાથી નારાજ થઈ શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ ખુસનુમા રહેશે.

વૃષભ : ખુશનુમા દિવસ માટે આજે જીદ્દી અને અડીયલ સ્વભાવને દુર રાખવો, આનાથી માત્ર સમયની બરબાદી થાય છે. વદારે ખર્ચ કરવાની આદત આર્થિક મુશકેલી ઉભી કરી શકે છે. ઉદાર બનવું, પરંતુ સાવધાન રહેવું. કાર્યક્ષેત્રમાં કેટલાક સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. વકીલ પાસે જઈ કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. લગ્નજીવન માટે આજે સારો દિવસ બનાવવા માટે ગુસ્સા પર કાબુ રાખવો, પ્રેમની સામે પ્રેમ કરવો.

મિથુન : તમારો ગુસ્સો રાઈનો પહાડ બનાવ શકે છે, જે તમારા પરિવારને નારાજ કરી શકે છે. તમારા ગુસ્સા પર આજે કાબુ રાખવો. આજે રોકામ કરવાથી બચવું. ખોટી વાત ખોટા સમય પર કહેવાથી બચવું, સંબંધ બગડી જશે. નવી ભાગીદારી ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથે વાદ-વિવાદ થવાની પુરી સંભાવના છે. આજે કોઈ ધાર્મિક પ્રવચન સાંભળવા અથવા ભગવાનનું સ્મરણ કરવું. કાર્યસ્થળ પર બોલવામાં સાવધાન રહેવું, પછતાવવું પડી શકે છે.

કર્ક : સામાજિક મેળાવડા કરતા તબીયત પર વધારે ધ્યાન આપવું. એન્ટીક વસ્તુ અથવા ઝવેરાતમાં રોકામ ફાયદાકારક રહેશે, જે સમૃદ્ધિ લાવશે. તમારી વાતો પર કાબુ રાખો, વડીલો નારાજ તઈ શકે છે. આજે તમારો છૂપો વિરોધી તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરી શકે છે, જેથી સાવદાન રહેવું. તમારી કોઈ સલાહ માંગે તો અવશ્ય આપવી તમારા વખાણ થશે. વૈવાહિક જીવન માટે વિશેષ દિવસ છે, જીવનસાથીને જણાવો તમે તેને કેટલો પ્રેમ કરો છો. કાર્યસ્થળ પર દિવસ સાનુકુળ રહેશે.

સિંહ : ખીજાવું અને ગુસ્સો કરવો તમારી તબીયત બગાડી શકે છે. જુની વાયો યાદ કરી તેમાં ફસાઈ રહેવું નહીં. આજે તમે રિયલ એસ્ટેટ, જમીન વગેરે યોજના પર ધ્યાન કેન્દ્રીત કરશો તો ફાયદો થશે. તમારો આજનો મોટાભાગોન સમય પરિવાર અને મિત્રો સાથે વિતશે. આજે કઠિન પરિશ્રમ ફળદાયી સાબિત થશે, યાત્રા કરવાનું ફાયદાકારક સાબિત થશે. જીવનસાથી પર આજે વધારે પ્રેમ આવી શકે છે.

કન્યા : ઈજાથી બચવું, સાવધાની રાખવી. કમર દર્દની મુશ્કેલી સર્જાઈ શકે છે. ટુંકાગાળાના રોકાણથી બચવું. મિત્રો સાથે બહાર જઈ ખુશીની પળ વિતાવવી. ઘરમાં ઉલ્લાસનો માહોલ તણાવ દુર કરશે. વ્યાપાર માટે યાત્રા ફાયદાકારક રહેશે. ટેક્સ અને વીમાના વિષય પર ધ્યાન આપવું. વૈવાહિક જીવન માટે સારો દિવસ રહેશે. કાર્યસ્થળ પર મોબાઈલનો દુરઉપયોગ કરશો તો પકડાઈ જશો, કામ પર ધ્યાન આપવું.

તુલા : ધ્યાન અને યોગ તમારા માટે પાયદાકારક રહેશે. તમારા ખર્ચા બજેટ બગાડી શકે છે, અને કેટલીક યોજનાઓ વચમાં અટકી શકે છે. કોઈ સારા સમાચાર અચાનક મળતા પરિવારમાં ખુશીનો માહોલ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે ખુદને ખાસ મહેસુસ કરી શકો છો. આજે સાથી પર જો શંકા કરી તો તે મોટુ લડાઈનું સ્વરૂપ ધારણ કરી શકે છે. કોઈ મહેમાન તમારો મૂડ ખરાબ કરી શકે છે.

વૃશ્ચિક : આજે જીવનસાથી સાથે બહાર જમવા જવાનું અથવા ઘરમાં બેસી મુવી જોવાનું થાય. દિવસમાં બપોર બાદ આર્થિક રીતે ફાયદો થઈ શકે છે. આજે માનસીક રીતે અસ્વસ્થ રહી શકો છો, કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. એવા લોકો પર નજર રાખવી જે તમને ખોટા માર્ગે લઈ જતા હોય, નહીં તો નુકશાન થઈ શકે છે. તમે આજે પોતાની જાતને કિસ્મતવાળા માની શકો એવો જીવનસાથીનો સ્વભાવ રહી શકે છે.

ધન : મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ હિમ્મત ન હારવી, ખુબ મહેનત કરો. નિષ્ફળતાને સફળતાનો આદાર બનાવો. મુશ્કેલ સમયમાં સંબંધી કામ આવી શકે છે. લોકોને પ્રભાવીત કરવા ખર્ચ ન કરવો. કાર્યક્ષેત્રમાં આજે દિવસ સારો છે, તેનો ભરપુર ફાયદો ઉઠાવો. યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે. વૈવાહિક જીવન માટે આજે થોડો મુશ્કેલ દિવસ છે, જીભ પર લગામ રાખવી.

મકર : આજે જુની બામારી પરેશાન કરી શકે છે. આજે આર્થિક રીતે દિવસ સારો છે. અચાનક પૈસા તમારી પાસે આવી શકે છે, જે તમારા ખર્ચને સંભાળી લેશે. તમારી મહત્વકાંક્ષા માતા-પિતાને જણાવવા માટે સારો દિવસ છે. આજે અચાનક નવો કોન્ટ્રાક્ટ અથવા વ્યાપારમાં નફો સારો રહેશે. તમારી મહેનત રંગ લાવશે. કાર્યસ્થળ પર વરિષ્ઠની શિખામણને નજર અંદાજ ન કરવી, તેના પર ધ્યાન આપવું, નહીં તો પરેશાની ઉભી થઈ શકે છે. આકસ્મિક યાત્રા તણાવ આપી શકે છે.

કુંભ : પેટની ગડબડ પરેશાન કરી શકે છે, ખાવા-પીવામાં સાવધાની રાખવી. નાણાકીય અનિશ્ચિતતા તમને માનસિક તણાવ આપી શકે છે. પરિવારમાં કોઈ નાની વાતમાં રાઈનો પહાડ બની શકે છે. તમારૂ સાહસ તમને સફળતા અપાવવામાં સફળ રહેશે. વ્યાપારીઓ માટે આજે સારો દિવસ છે. કાર્યસ્તળ પર સહકર્મીઓ સાથે કામ કરતા સમયે યુક્તિ અને ચતુરાઈ રખવી. ગપ્પાબાજી અને અફવાહથી દુર રહેવું. જીવનસાથી સાથે ખુશીનો દિવસ.

મીન : તમારી ઈચ્છાઓ પર ડરનો પડછાયો રહેશે, આ દુર કરવા અનુભવીની સલાહ મુજબ રોકાણ કરવું. આજે તમે સારા પૈસા બનાવી શકો છો. પરંતુ ખર્ચ પર કાબુ રાખવો. તમારા સંબંધોને યથાર્થવાદી બનાવવાની કોશિશ કરો. કાર્યક્ષેત્રમાં આજે તમારા કામમાં તમે પ્રગતિ જોઈ શકશો. ગોપનીય જાણકારી ગુપ્ત રાખવી. હંસી-મજાકમાં કોઈ જુના મુદ્દા પર જીવનસાથી સાથે તકરાર ઉભી થઈ શકે છે, જે થોડી જ વારમાં સમાધાન પર આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *