ખેડૂત બંધ નું એલાન, સુરતમાં ખેડૂતો દ્રારા કામરેજ મુંબઇ હાઇવે બંધ કરતા 15 ખેડૂતો ની કામરેજ પોલીસ દ્રારા ધરપકડ - Jan Avaj News

ખેડૂત બંધ નું એલાન, સુરતમાં ખેડૂતો દ્રારા કામરેજ મુંબઇ હાઇવે બંધ કરતા 15 ખેડૂતો ની કામરેજ પોલીસ દ્રારા ધરપકડ

ખેડૂત બંધ નું એલાન, સુરતમાં ખેડૂતો દ્રારા કામરેજ મુંબઇ હાઇવે બંધ કરતા નરેશ વિરાણી ,ચેતન કોર્સમાંડા,પરિમલ ભાઈ , સંજય રાદડિયા અને આંનદભાઈ સહિત 15 ખેડૂતો ની કામરેજ પોલીસ દ્રારા ધરપકડ

SKM ના જણાવ્યા અનુસાર, ખેડૂતોના આ ઐતિહાસિક સંઘર્ષના 10 મહિના પૂરા થવા પર, સોમવારે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર સામે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરતા 40 થી વધુ ખેડૂત સંગઠનોના સંગઠન યુનાઇટેડ કિસાન મોરચા (SKM) એ આજે ​​ભારત બંધનું એલાન આપ્યું છે. SKM ના જણાવ્યા અનુસાર, ખેડૂતોના આ ઐતિહાસિક સંઘર્ષના 10 મહિના પૂરા થવા પર, સોમવારે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર સામે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી રહેશે.

ગુજરાત ના સુરત શહેર માં નરેશ વિરાણી ,ચેતન કોર્સમાંડા,પરિમલ ભાઈ , સંજય રાદડિયા અને આંનદભાઈ સહીત આખી ટીમ દ્વારા કામરેજ બોમ્બે હાઇવે ભારત બંધ કરવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા ઉગર દેખાવો કરી ટાયર સળગાવી કામરેજ બોમ્બે હાઇવે બંધ કરી દેતા ભારે ટ્રાફિક થવા પામી હતી ઘટના ની જાણ થતા પોલીસ તંત્ર દ્વારા કામરેજ પોલીસ દ્વારા 15 ખેડૂતો ની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

સુરત જિલ્લામાં કેટલાક ઠેકાણે વિરોધ પ્રદર્શનો : સુરત જિલ્લામાં કથિત ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાના દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. જે અન્વયે કડોદરા રોડ હાઇવે પર ટાયર સળગાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ પોલીસે અટકાયતનો દૌર શરુ કર્યો હતો. અને, પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી હતી.

સુરતના કામરેજ તાલુકા ખાતે ખેડૂતોના કાયદાને લઈને વિરોધ પ્રદર્શન યોજયું હતું. કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ અને ભારતીય કિસાન યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ન્યૂનતમ સમર્થન મૂલ્યને લેખિતમાં માંગણી અને ત્રણ કાયદાઓ પાછા ખેંચવાની માંગ સાથે વિરોધ કરાયો. વિરોધ પ્રદર્શન કરતા કામરેજ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસ અને ભારતીય કિસાન યુનિયન મળી નેશનલ હાઇવે ચક્કાજામ કરતા તમામની અટકાયત કરવામાં આવી.

ઉપલેટામાં કિસાન સભા દ્વારા વિરોધ : નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ઉપલેટા કિસાન સભા દ્વારા દેખાવો યોજાયા હતા. અને, અહીં ખેડૂતો દ્વારા દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉપલેટાના બાવલા ચોક ખાતે ખેડૂતોએ પોસ્ટર સાથે સૂત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત બંધ દરમિયાન એમ્બ્યુલન્સ, ડોકટરો અથવા ઈમરજન્સી કારણોસર જતા લોકો ખસેડી શકશે. અમે કંઈપણ બંધ કર્યું નથી. અમે ફક્ત અમારો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ. અમે દુકાનદારોને અપીલ કરીએ છીએ કે તેમની દુકાન હવે બંધ કરો અને સાંજે 4 વાગ્યા પછી ખોલો. બહારથી કોઈ ખેડૂત અહીં આવતો નથી.

સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરાયેલા ભારત બંધના સમર્થનમાં આરજેડી કાર્યકરો બિહારમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. બિહારના હાજીપુરમાં આરજેડી નેતા મુકેશ રોશન સહિત પાર્ટીના ઘણા કાર્યકરો હાજીપુર-મુઝફ્ફરપુર રોડ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ છે.

સંયુક્ત કિસાન મોરચાના ‘ભારત બંધ’ને જોતા દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર સુરક્ષા કડક કરી દીધી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં બંધને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઈ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ચોકીઓ પર વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં આવતા વાહનોની શોધ કરવામાં આવી રહી છે.

ખેડૂતોના ભારત બંધના કારણે રેલવેની કામગીરી પણ પ્રભાવિત થઈ છે. ઉત્તર રેલવેએ કહ્યું કે, દિલ્હી, અંબાલા અને ફિરોઝપુર ડિવિઝનમાં રેલવે ટ્રેક પર બેસેલા પ્રદર્શનકારીઓને કારણે રેલવે કામગીરી પ્રભાવિત થઈ છે. દિલ્હી ડિવિઝનમાં 20 થી વધુ જગ્યાએ ટ્રેક બ્લોક કરવામાં આવ્યા છે. અંબાલા અને ફિરોઝપુર વિભાગમાં લગભગ 25 ટ્રેનો પ્રભાવિત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *