આજ થી શરુ થશે મેઘમહેર, ક્યાં-ક્યાં જીલ્લામાં પડશે વધુ વરસાદ, એક સાથે બે લો-પ્રેશર સક્રિય, આ વિસ્તારમાં જાહેર કરાયું એલર્ટ - Jan Avaj News

આજ થી શરુ થશે મેઘમહેર, ક્યાં-ક્યાં જીલ્લામાં પડશે વધુ વરસાદ, એક સાથે બે લો-પ્રેશર સક્રિય, આ વિસ્તારમાં જાહેર કરાયું એલર્ટ

ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાન પર એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જે આવનારા 12 કલાક દરમિયાન વધારે નબળી પડી અને સાઇક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તન થઈ જશે. જો કે આવનાર બે થી ત્રણ દિવસ સુધી ત્યાં સ્થિર રહી શકે. અથવા તો થોડી નીચે એટલે ઉત્તર ગુજરાત બાજુ આવશે. અને ગુજરાત નજીક આવતા ધીમે ધીમે વરસાદના વિસ્તારમાં વધારો થશે.

જ્યારે બીજી નાની લો-પ્રેશર સિસ્ટમ અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની વેસ્ટ બંગાળની ખાડી અને તેમના આજુબાજુના વિસ્તારોમાં છવાયેલ છે. જે આવનાર બેથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. ધીમે ધીમે આગળ વધી ફરી મધ્યપ્રદેશ રાજ્ય પર આવી શકે છે. જોકે તેમની સીધી અસર ગુજરાત નાં થાય પરંતુ આડકતરી રીતે અસર થઈશકે છે.

25 તારીખ સુધીમાં વરસાદ આગાહી? : આવનાર દિવસોમાં બંને સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે. બંને સીસ્ટમ દ્વારા બહોળો ટ્રફ રચાઈ અને અતિભારે વરસાદ પણ પડી શકે છે. જોકે 19-20-21 તારીખમા વરસાદ પ્રમાણ વધારે રેહશે.

આગાહીના દિવસો દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની થોડી વધારે શક્યતાઓ છે, કોઈક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે.

આવો જાણીએ ક્યાં વિસ્તારમાં પડશે વધુ વરસાદ

સૌરાષ્ટ્રમાં આગાહી: આગાહીનાં દિવસોમાં ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ થોડી વધારે છે. જો કે દરિયાઇ પટ્ટીના જામનગર, મોરબી, પોરબંદર જેવા વિસ્તારોમાં પણ થોડીક વધારે શક્યતાઓ ગણી શકાય. તે સાથે બીજા જિલ્લામાં છુટો-છવાયો મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે.

કચ્છ જિલ્લામાં: આગાહીના દિવસો દરમિયાન કચ્છ જિલ્લામાં અલગ અલગ દિવસે છુટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ પડી શકે છે. જોકે ટ્રફને કારણે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે.

આ વરસાદનો રાઉન્ડ અતિભારે નહીં હોય, પરંતુ અલગ અલગ દિવસે જુદાજુદા વિસ્તારોમાં સારો વરસાદ પડશે. જોકે સૌથી વધારે અસર ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને તેમને લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વધારે વરસાદ પડશે.

આગોતરું અનુમાન: સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસર ગુજરાતમાં હજી પૂર્ણ નહીં થાય ત્યાં ફરીથી બંગાળની ખાડીમાં 25-26 તારીખ આજુબાજુ એક નવું નબળું લો-પ્રેશર સક્રિય બની શકે છે.

વધુ માં વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે આજે રાજધાની દિલ્હીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

દિલ્હી હવામાન: વરસાદની સંભાવના વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાનમાં ફેરફારને કારણે દિલ્હીના લોકોને મંગળવારે વરસાદના પાણીથી ભીંજાવાનો વધુ એક મોકો મળવાનો છે. આ સાથે, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે, હવામાન અહેવાલ મુજબ, આ સપ્તાહના અંત સુધીમાં તાપમાન મહત્તમ 31 અને લઘુત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આજે દિલ્હીમાં વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે હળવા વરસાદ સાથે વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે મોટાભાગના સ્થળોએ હળવો વરસાદ પડશે, જ્યારે આગામી દિવસોમાં વરસાદ જોવા મળી શકે છે. જેના કારણે હવામાન વિભાગે મધ્યમ વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે.

ગરમીથી છુટકારો મેળશે: તમને જણાવી દઈએ કે છેલ્લા અઠવાડિયાથી દિલ્હીમાં વરસાદના અભાવે દિલ્હીના લોકોને ભેજથી પરેશાન થવું પડ્યું હતું. રવિવારે અહીં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે જ સોમવારે તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. અગાઉ શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ હતું.

છેલ્લા એક સપ્તાહથી રાજધાની દિલ્હીમાં વરસાદ અટકી ગયો છે. ભૂતકાળમાં ભારે વરસાદ અને હવે તાપમાનમાં થયેલા વધારાને કારણે સોમવારે દિલ્હીમાં ખૂબ ભેજ લાગ્યો હતો. તે જ સમયે, હવામાન વિભાગની ચેતવણી પછી, ફરી એકવાર દિલ્હીના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *