વરસાદના બીજા રાઉન્ડ ને લઈને મહત્વની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આ વિસ્તારમાં વરસાદ ની આગાહી

મિત્રો, બે ત્રણ દિવસ થી લો પ્રેશર એ સારો લાભ આપ્યો અને અલગ અલગ જગ્યાએ હળવા મધ્યમ ભારે અતિભારે જેવા વરસાદ પડ્યા. જે લોકો ને હળવો વરસાદ ભાગ માં આવ્યો છે તેમને ચિંતા ના કરવી રાઉન્ડ હજુ પૂર્ણ નથી થયો ચાલુ જ છે.

લો પ્રેશર હાલ નબળુ પડી સાયકલોનીક સર્ક્યુલેશન માં ફેરવાઈ ગયું છે અને પશ્ચિમ મધ્યપ્રદેશ લાગુ પૂર્વ રાજસ્થાન પર સ્થિર છે જે તેની આસપાસ જ હજુ 3 દિવસ સુધી રહેશે તથા 11 તારીખે અગાવ કહ્યા મુજબ બંગાળની ખાડી માં ત્રીજુ લો પ્રેશર બની જશે જે ત્યારબાદ ના 48 કલાક માં વેલમાર્ક લો પ્રેશર માં ફેરવાઈ જશે.

તે લો પ્રેશર નો રૂટ હાલ ફિક્સ નથી પરંતુ ગુજરાત ને સીધુ કે આડકતરું અસરકર્તા રહેશે એટલે હાલ નબળા પડેલા લો પ્રેશર ના સાયકલોનીક સર્ક્યુલેશન તથા નવા બનતા લો પ્રેશર ની સયુંકત અસર હેઠળ આગામી 16/17 તારીખ સુધી રાજ્યમાં અગાવ કહ્યા મુજબ નો લાંબો વરસાદી રાઉન્ડ ચાલુ જ રહેશે.

અમુક દિવસે ઓછો વિસ્તાર અમુક દિવસે વધુ વિસ્તાર તથા અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં વરસાદ પડે અમુક વિસ્તારો માં બે ત્રણ વાર નંબર લાગે અમુક નો એકાદ વાર જ લાગે સાથે સાથે વરસાદ ના હોય ત્યારે ભાદરવાનો તડકો પણ ખરો રહેશે અમુક અમુક જગ્યાએ એટલે તડકો નીકળે તો એમ ન સમજવુ હવે સાવ પૂરું.

મતલબ હજુ 16/17 સુધી ઓછા વધુ વિસ્તાર માં રાઉન્ડ ચાલુ રહેશે. વરસાદ ની #માત્રા_નસીબ_પર ક્યાંક હળવો ક્યાંક મધ્યમ ક્યાંક ભારે ક્યાંક અતિભારે બધી બાજુ બધા ભેગવાડા વરસાદ જોવા મળશે.આવનારું લો પ્રેશર જો ફરી સીધુ ગુજરાત પર આવે તો ભારે/અતિભારે વરસાદ વાળા વિસ્તાર વધારે રહેશે.

એટલે 16/17 સુધી રોજે બધી બાજુ શકયતા રહેશે જે દિવસે જેના નંબર જેવા વરસાદમાં લાગે એને લાભ ઉઠાવી લેવો અને રાઉન્ડ પૂર્ણ થવા સુધી રાહ જોવી 7 વાગે પોસ્ટ કરી ને આપણે કહેવી આ બાજુ આજે વધુ શકયતા અને અમુક મિત્રો બપોરે 12 વાગે કોમેન્ટ કરે તમે કીધુ હતું ને આજે આ બાજુ શકયતા છે કઈ આવ્યું તો નહીં અરે ભાઈ દિવસ તો પૂરો થવા દો એવા મિત્રો માટે છે કે કહ્યું હોય એના માટે રાઉન્ડ પૂર્ણ થવા સુધી રાહ જોવી. સાર્વત્રિક રાઉન્ડ હોય તો એક દિવસ માં બધે ના આવી જાય. હજુ આગળ પણ અપડેટ આવતી રહેશે જેતે સ્થિતિ વિશે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *