21 22 અને 23 તારીખે હવામાન ભારે વરસાદ ની આગાહી, આ જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી ઘણા વિસ્તારોમાં વરસાદ રેડ એલેટ - Jan Avaj News

21 22 અને 23 તારીખે હવામાન ભારે વરસાદ ની આગાહી, આ જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી ઘણા વિસ્તારોમાં વરસાદ રેડ એલેટ

નમસ્કાર મિત્રો, વરસાદ ની મહત્વની આગાહી સામે આવી રહી છે ભાદરવા મહિનાની શરૂઆતથી ગુજરાતમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે.પરિણામે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. હકીકતમાં હવામાન વિભાગે પણ ગઈકાલે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. પરિણામે આજે સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ પ્રવર્તે છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં 4 ઇંચ, ભાવનગરના વલભીપુરમાં 3.5 ઇંચ, બોટાદના 3 ઇંચ, બોટાદ તાલુકામાં 2.5 ઇંચ અને જૂનાગઢના માળીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય રાજ્યના 10 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે 22 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે.

જિલ્લા પ્રમાણે ગીર સોમનાથ સૂત્રાપાડામાં 10 ઇંચ વરસાદ પડી ગયો છે. માણાવદરમાં 8 ઇંચ. વંથલી-દ્વારકામાં 7 ઇંચ અને વેરાવળમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. કુતિયાણા-ગોંડલમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માળીયા વિસાવદરમાં 5 ઇંચ વરસાદ પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે ભાદરવા મહિનામાં મેઘરાજાએ મનમુકીને વરસાદ વરસાવ્યો છે.

જેના કારણે ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે. તેની પાછળનું કારણ એ છે કે વરસાદ ન પડતા પહેલા દુકાળ પડ્યો હતો. પરંતુ હવે ભારે વરસાદને કારણે નદી-ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોને હવે સિંચાઈનું પાણી પણ મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાર-પાંચ દિવસ સુધી મુશળધાર વરસાદ બાદ ગુરુવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો.

સૌરાષ્ટ્રના ખંભાળિયા સહિત દ્વારકા પંથકમાં સવારે 8 થી સવારે 6 વાગ્યા સુધી બેથી સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે, દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. માત્ર 3 કલાકમાં સાબરકાંઠાના તલોદ તાલુકામાં મહત્તમ 4 ઇંચ અને ગાંધીનગરના દહેગામ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ સિવાય અરવલ્લીના મેઘરજમાં 3 કલાકમાં 4.5 ઇંચ અને 3 કલાકમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણામાં ઉંઝા, પાટણમાં સિદ્ધપુર અને સરસ્વતી અને ગાંધીનગરમાં માણસા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં, ગત રાત્રીના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી, ખંભાળિયા, નગર દ્વાર, અન્ય વિસ્તારોમાં 6 મીમી વરસાદ પડ્યો હતો અને કલ્યાણપુર તાલુકામાં 3 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે દ્વારકામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *