ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલ ની આગાહી ,જાણો તમારા વિસ્તાર અંગે પણ - Jan Avaj News

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલ ની આગાહી ,જાણો તમારા વિસ્તાર અંગે પણ

રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે. આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો એવો વરસાદ વરસશે. એમાંય તારીખ 28 અને 29 એ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. બીજી બાજુ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ થશે. જ્યારે 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે અરબ સાગર પર સર્જાયેલા લૉ પ્રેશરના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

આજે બનાસકાંઠા, નર્મદા, છોટાઉદેપુર, તો મંગળવારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે. તો બુધવારે નવસારી, વલસાડ, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે

અંબાલાલ પટેલની આગાહી :
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે કે , હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થાય અને વરસાદ વરસે તો આગલા વર્ષનો કોલ ગણાય છે. હસ્ત નક્ષત્ર તા. 27 સપ્ટેમ્બરે સવારે બેસે છે.
આથી આથી હસ્ત નક્ષત્રમાં તા.27થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે.આથી હસ્ત નક્ષત્રમાં તા.27થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી પડવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *