હવામાન વિભાગનું નવું અપડેટ, આગામી 3 દિવસ આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, ગુજરાત પર ભારે રહેશે આ દિવસો - Jan Avaj News

હવામાન વિભાગનું નવું અપડેટ, આગામી 3 દિવસ આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, ગુજરાત પર ભારે રહેશે આ દિવસો

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદ પડે તેવુ વાતાવરણ બંધાયુ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલની પૂરેપૂરી શક્યતાઓ છે. રાજયમાં 21 થી 24 તારીખ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ગઈ કાલથી અમદાવાદ કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ થયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં 131 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડા, બોડેલી, જેતપુર પાવી, વિસાવદર, સહિતના વિસ્તારોમાં થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે.

ગુજરાતમાં આજથી 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, ગુજરાતમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

રાજ્યના ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે, આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે.

હાલમાં લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્ય સુધી પહોંચી ચૂકી છે. લો-પ્રેશર નું UAC સાઉથ વેસ્ટ દિશામાં 4.5 કિલોમીટરની ઊંચાઈ પર વિસ્તરેલું છે. સાથે સાઉથ વેસ્ટ દિશામાં થોડું ઢળેલું છે. આવનાર 24-48 કલાકમાં આગળ વધી પૂર્વ મધ્ય ગુજરાત નજીક આવશે. એટલે કે 21 થી 24 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય પર હશે.

ભારે વરસાદની સાથે પવન અને વિજળીના કડાકા ભડાકાની પણ સંભાવના છે. લો પ્રેશર સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, તો આજે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ જારી કર્યું છે. અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, સોમનાથમાં પણ અલર્ટ જાહેર કરાયું છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો દરેક સુધી પહોંચાડવાનું ભૂલતા નહિ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *