આ અઠવાડિયે આ રાશીઓ ની પરેશાનીઓ નું થશે સમાધાન, જીવન માં આવશે શુભ અવસર - Jan Avaj News

આ અઠવાડિયે આ રાશીઓ ની પરેશાનીઓ નું થશે સમાધાન, જીવન માં આવશે શુભ અવસર

મેષ : મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહે કોઈ પણ મહ્ત્વ્વના નિર્ણયો ના લેવા અને કોઈ પણ પ્રકારના નવા કામો આ સપ્તાહે શરુ ના કરવા. પહેલા યોગ્ય સ્ટ્રેટેજી અને આર્થિક એમ બંને પરિસ્થિતિ બંનેનું યોગ્ય આયોજન જરૂરી છે અને તેના માટે પહેલા આત્મમંથન કરવું. ટૂંકમાં નવી શરુઆત માટે આ યોગ્ય સપ્તાહ નથી.

વૃષભ : આ સપ્તાહ વૃષભ રાશિના જાતકો માટે સકારાત્મક દેખાઈ રહ્યું છે. તમારાથી નાના લોકો સાથે સમય વિતાવો અને તેમને ખુશ કરો. તમારી પાસે છે તેમાંથી અન્યોને આપો. બાળકોને દાન કરવાથી લાભ જણાય. લગ્ન અને રિલેશનશિપ નક્કી કરવા માટે પણ યોગ્ય સપ્તાહ જણાઈ રહ્યું છે.

મિથુન : મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું કપરું જણાઈ રહ્યું છે. બે બાબતો કે પરિસ્થિતિઓ સાથે મેનેજ કરવાની આવે તો ના થઇ શકે અને તેના કારણે પોતાનો વાંક દેખાય પરંતુ, આ સપ્તાહે કંટ્રોલ તમારા હાથમાં લેવાનો સમય છે, ખાસ કરીને આર્થિક નિર્ણયો અને મોટા નિર્ણયો તમારે પોતે લેવા જોઈએ જેથી બેલેન્સ થઇ શકે અને પાચળથી પસ્તાવો ના થાય.

કર્ક : આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ સકારાત્મક જણાઈ રહ્યું છે. લાંબા સમયથી કરેલા પ્રયત્નોના ફળ આ સપ્તાહે મળશે પરંતુ તેના માટે તમારે ઘણા બધા ડર અને જૂની પેટર્ન તોડવાની જરૂર છે. અન્યોની સલાહ મુજબ કે પછી ડરીને કોઈ ના કરવું અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો અને જરૂર પડે ત્યાં લડત આપવાથી સફળતા મળે.

સિંહ : સિંહ રાશિના જાતકો માટે અ સપ્તાહ પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે નહિ કે તેનાથી ભાગવાનો. આ સપ્તાહે તમારે પોતાના વિચારો અને એક્શન્સથી ભગવાના સ્થાને બધું બેલેન્સ કરવાનું છે. જો તમે તેમ નહિ કરો તો આ ચક્ર સતત ચાલ્યા કરશે જે તમને નેગેટીવ બનાવી શકે છે. જવાબદારીઓને પૂર્ણ કરીને આગળ વધો તેનો ભાર માથે લઈને ના ફરશો.

કન્યા : આ સપ્તાહે તમારે પોતાના માટે સમય ફાળવવાનો તેમ કન્યા રાશિના જાતકોને કહી રહ્યા છે. જેટલું જરૂર હોય તેટલી જ માહિતી અન્યોને આપવી અને વધારે પડતો વિશ્વાસ કોઈના પર કરવો નહિ. આ સપ્તાહે કોઈ નવા સંબંધો ના બનાવવાની સલાહ પણ આપી રહ્યા છે.

તુલા : તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વ મદદ વાળું જણાઈ રહ્યું છે. અન્યો સાથે કે પરિવારના સભ્યો સાથે લડવા અને આર્ગ્યુમેન્ટ કરવાના સ્થાને પોતાના એક્શન પર ધ્યાન આપો અને તેના પર કામ કરો. ઝડપથી પરિસ્થિતિ બદલતો દેખાશે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો પણ અંત તો જ આવશે.

વૃશ્ચિક : આ સપ્તાહે વધુ પડતા બદલાવો લાવવાના પ્રયત્નો ના કરવાની સલાહ વૃશ્ચિક રાશિના જાતકોને આપી રહ્યા છે. કોઈ પણ પ્રકારના આથિક નિર્ણયો આ સપ્તાહે ના લેવા અને જમીનના સોદા ના કરવા. આ સપ્તાહે જેમ ચાલે છે તેમ જ ચાલવા દઈને ધીરજ રાખવી. ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવી શકે છે.

ધન : ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ સકારાત્મક જણાઈ રહ્યું છે. ઘર કે વ્યવસાયના સ્થાને ઇન્ટીરીયર ચેન્જ કરાવવા અથવા રીપેર કરાવવા માટે આ યોગ્ય સમય જણાઈ રહ્યો છે. કોઈ પણ પ્રકરણો સંકોચ રાખ્યા વિના તમારા આયોજનને અન્ય લોકો સાથે શેર કરીને કામની શરુઆત કરવી. બદલાતી ઋતુ સાથે બદલાવનો આ યોગ્ય સમય છે.

મકર : આ સપ્તાહ મકર રાશિના લોકો માટે થોડી મુશ્કેલી લઈને આવી શકે છે અને બની શકે કે, હેલ્થ ઇસ્યુઝ આવે અને આર્થિક સંકળામણ પણ દર્શાવી રહ્યા છે એવી પરિસ્થિતિમાં તમને કુદરત તરફથી મદદ આવતી જણાશે જે લેવી કે ના લેવી તે તમારા પર નિર્ભર રહેશે. યાદ રાખવું કે મદદની ભરપાઈ તમારે ટૂંકા ગાળાના ભવિષ્યમાં જ કરવાની આવશે જેથી સમજીને નિણર્ય લેવા.

કુંભ : કુંભ રાશિના લોકોએ આ સપ્તાહ પોતાના માટે પૈસા બચાવવાના છે નહિ તો દેવું થઇ શકે છે. તમારી પાસે હોય તેમાંથી તમારા માટે બચાવીને પછી જ અન્યોની મદદ કરવી અને મદદ કરતા ધ્યાન રાખવું તે ખરેખર જરૂરીયાતમંદ છે કે નહિ. અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરવાની કે ક્યાંયથી પણ મદદની અપેક્ષા ના રાખવી.

મીન : મીન રાશિના જાતકોએ આ સપ્તાહ પોતાના પરિવાર અને મિત્રો સાથે વિતાવવું જોઈએ તેમ સલાહ આપી રહ્યા છે. કોઈ પણ તમારા માટે સામેથી નહિ આવે તમારે જ જવાનું છે અને સમયનો આનંદ લેવાનો છે. વર્તમાનમાં રહીને તેણે માણો ભવિષ્યનો વધુ પડતો વિચાર આ સપ્તાહે ના કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *