આજ રાત્રિથી શરૂ થઇ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ, સૌરાષ્ટ્રના દરિયામાં શાહીન વાવાઝોડાની અસર, 7 રાજ્યમાં તબાહી મચાવી શકે છે શાહીન - Jan Avaj News

આજ રાત્રિથી શરૂ થઇ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ, સૌરાષ્ટ્રના દરિયામાં શાહીન વાવાઝોડાની અસર, 7 રાજ્યમાં તબાહી મચાવી શકે છે શાહીન

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ યથાવત રહેશે. તમામ વિસ્તારમાં મધ્યમ થી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે અને કચ્છમાં પણ આ રીતની આગાહી કરાય છે.

બુધવારે સવારે દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત વચ્ચે ગુલાબ વાવાઝોડા નો એક ભાગ તીવ્ર બની ગયો હતો.આ સિસ્ટમ 1 ઓક્ટોબર સુધીમાં શાહીન વાવાઝોડામાં બદલાઈ જવાનું આગાહી કરવામાં આવી છે. શાહીન વાવાઝોડું ગુજરાત કાંઠા નજીક થી પસાર થઈને ઓમાન તરફ આગળ વધશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાત રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડયો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિસાવદરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો

જ્યારે ગિરનાર જંગલમાં 12 ઇંચ વરસાદ પડતાં જૂનાગઢની સોનરખ નદીમાં પૂર જોવા મળ્યુ હતુ.આજે વાવાઝોડુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.દરિયાકાંઠાના વિસ્તારો માં 45 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જ્યારે આજરોજ શાહીન વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે

જેથી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.2 ઓક્ટોબરે શાહીન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100 થી 110 ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

સૌરાષ્ટ્રના દરિયામાં શાહીન વાવાઝોડાની અસર તળે મેઘ કહેર યથાવત રહી છે હાલાર પંથકમાં ગત મધરાતથી વરસાદની એન્ટ્રી થતા ૬ ઈંચ સુધી વરસાદથી કલ્યાણપુર, ખંભાળીયા, જામનગર, લાલપુર, દ્વારકા વિસ્તાર તરબોળ બની ગયો છે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ૯૮ હાઈવે બંધ કરવામાં આવ્યા છે ૨૦૨૬ વીજ થાંભલા જમીનદોસ્ત થતા હજૂ પણ ૧૧ ગામોમાં અંધારા છવાયા છે અતિવષ્ટિના કારણે ખેતીપાકને વ્યાપક નુકશાન થયું છે. આગામી ૪૮ કલાક સુધી હજુ ભારે વરસાદની આગાહી હોય તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા સુચના આપવામાં આવી છે.

દ્વારકા જિલ્લામાં ગઈરાત્રીના આઠ વાગ્યાથી આજ સાંજના ચાર વાગ્યા સુધીમા ખંભાળીયા ૧૩૯ મીમી, કલ્યાણપુર ૧૪૬ મીમી, દ્વારકા ૯૧ મીમી અને ભાણવડ ૪૯ મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા.,પાકને મોટુ નુકસાન થયુ છે. ઘી અને શેઢા ભાડથરી ડેમ ઓવરફલો થયા છે.કુલ ૧૪માંથી ૧૦ ડેમ છલકાઈ ગયા છે. વર્તુ ૨ ડેમના અને સાની ડેમના પાણી રાવલ ગામમાં ફ્રી વળ્યાં હતા. નદીઓમાં ઘોડાપુર ઉમટતા રાવલ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. જેમાં ઘાટ વિસ્તારમાં રહેતા એક પરિવારને ગ્દડ્ઢઇહ્લની ટીમ અને નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં ગઈકાલે ૧૨ ઈંચ વરસાદ વરસ્યા બાદ વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો છે. આમ બે દિવસમાં ૧૫ ઈંચ કરતા વધુ વરસાદ પડતાં ખેડૂતોને પારાવાર નુકશાની થયેલ છે. તો મેંદરડામાં દોઢ ઈંચ, જૂનાગઢ શહેર, ભેંસાણ, માંગરોળ, માણાવદર, માળીયા, વંથલીમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડયોહતો.

જામનગર જિલ્લામાં મંગળવારની રાત્રીથી એકથી સાડાચાર ઈંચ વરસાદ બાદ બુધવારની રાત્રીથી ગુરુવારની સવાર સુધીમાં જામનગર જિલ્લામાં પોણાથી સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં લાલપુરમાં ૩.પ૦ ઈંચ, જામનગરમાં ૩ ઈંચ, જોડીયામાં પોણા બે, કાલાવડમાં દોઢ, , જામજોધપુરમાં સવા અને ધ્રોલમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરનું રણમલ તળાવ સતત ત્રીજા વર્ષે પણ છલકાયું હતું. મોરબી જિલ્લામાં સતત બે દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જેમાં આજે મોરબી ટંકારા અને વાંકાનેરમાં વધુ એક ઈંચ અને અન્યત્ર છૂટો છવાયો વરસાદ પડયો હતો.જ્યારે મેઘકૃપાથી જળસંકટ ટળ્યું છે, જેમાં મોરબીની જીવાદોરી ગણાતા મહાકાય મચ્છુ ૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જ્યારે સતત વરસાદને પગલે જિલ્લાના ૧૦ પૈકી ૫ જળાશયો છલોછલ થઈ ગયા છે.

રાજકોટ શહેર સહિત જિલ્લામાં ઝાપટાથી લઈ ૧ ઈંચ સુધી મેઘ મહેર યથાવત રહી છે રાજકોટ શહેરમાં આજે હળવા ભારે ઝાપટા વરસ્યા હતા દિવસભરમાં ૫ મીમી વરસાદ પડયો હતો જયારે ગોંડલમાં ૧ ઈંચ, કોટડાસાંગાણી લોધિકામાં પોણો ઈંચ, પડધરીમાં ૦ાા ઈંચ અને વિછીંયા, ઉપલેટા, જેતપુર, જામકંડોરણામાં જોરદાર ઝાપટા પડયા હતા.

સોમનાથ જિલ્લામાં પણ ઈંચ સુધી વરસાદ પડયો હતો ગીરગઢડામાં ૦ાા ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જયારે વેરાવળ સુત્રાપાડા તાલાલામાં ઝાપટા પડયા હતા. અમરેલી જિલ્લામાં પણ ઝાપટા પડયા હતા સાવરકુંડલા, લીલીયા, વડીયા, ખાંભા, અમરેલીમાં વરસાદના જોરદાર રેળા વરસ્યા હતા તેમજ પોરબંદર, કુતિયાણામાં પણ હળવા ભારે વરસાદના ઝાપટા પડયા હતા.

સોમનાથ જિલ્લામાં પણ ૦ાા ઈંચ સુધી વરસાદ પડયો હતો ગીરગઢડામાં ૦ાા ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જયારે વેરાવળ સુત્રાપાડા તાલાલામાં ઝાપટા પડયા હતા. અમરેલી જિલ્લામાં પણ ઝાપટા પડયા હતા સાવરકુંડલા, લીલીયા, વડીયા, ખાંભા, અમરેલીમાં વરસાદના જોરદાર રેળા વરસ્યા હતા તેમજ પોરબંદર, કુતિયાણામાં પણ હળવા ભારે વરસાદના ઝાપટા પડયા હતા.

આ રાજ્યોમાં ખતરો વધારે : એક રિપોર્ટ પ્રમાણે, ઉચ્ચ દબાણ હવે ચક્રવાત શાહીનમાં ફેરવાઈ શકે છે, જે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ઈરાનમાં સ્થિત છે. ચક્રવાતી તોફાનની અસર બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ,તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પણ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાતી તોફાન શાહીન આજે એટલે કે 1 ઓક્ટોબર મોડી રાત સુધી અથવા કાલ સવાર સુધી ખતરવાક રૂપ લેવાની આશંકા છે. જેના કારણે રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. IMDના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં પ્રવેશ કર્યા બાદ આવતા થોડાક કલાકમાં ચક્રવાતી તોફાન શાહીન પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવના છે.

ચક્રવાતી તોફાન શાહીન તેજ થયા બાદ 90થી લઈને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. આ તોફાનની અસર રાજધાની દિલ્હીમાં પણ પડશે, પરંતુ તેમ છતા આગામી ત્રણ દિવસ દરમિયાન હવામાન વાદળછાયું રહશે અને હળવો વરસાદ પડી શકે છે. IMD ના એક અધિકારીના જમાવ્યા પ્રમાણે દિલ્હીમાં શુક્રવારે હળવો વરસાદ થઈ શકે છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હળવા વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *