અંબાલાલ પટેલે ફરી એકવાર કરી મોટી આગાહી, આ તારીખે પડી શકે છે બરફના કરા, ગુજરાતીઓ અનુભવશે મૌસમનો ત્રિવેણી સંગમ - Jan Avaj News

અંબાલાલ પટેલે ફરી એકવાર કરી મોટી આગાહી, આ તારીખે પડી શકે છે બરફના કરા, ગુજરાતીઓ અનુભવશે મૌસમનો ત્રિવેણી સંગમ

અત્યારના સમયમાં ઠંડીનો માહોલ ખૂબ જ વર્તાઇ રહ્યો છે. ભારે ઠંડી ને કારણે ઘણા લોકો ઘર માં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. તેવામાં ગુજરાતની અંદર કચ્છ જીલ્લાની અંદર ૩ ડિગ્રી, ઉપરાંત અમદાવાદની ૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૮ ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં ભારે ઠંડી વર્તાઈ રહી છે. આપણે વાત કરીએ તો વરસાદી માવઠા ને લીધે આ વર્ષે ખેડૂતોને માઠી નુકશાની ભોગવવા નો વારો આવ્યો છે.

આ વર્ષે વરસાદી માવઠા ઓ અને વાતાવરણ ની અંદર વાદળો છૂટા પડી રહ્યા છે જેના કારણે ઠંડી ખૂબ જ મોટા પ્રમાણમા વર્તાઈ રહી છે. અતિશય ઠંડીના કારણે ગુજરાતની અંદર હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી આવી છે. અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, આવનારા મહિનો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થી જ વરસાદી માવઠાથી પોતાનો જાહેર મચાવવા આવી શકે છે. તેની સાથે સાથે તોફાની પવન સાથે બરફના કરા પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે પોતાની આગાહી કરતા, ગુજરાતના લાખો ખેડૂતો ની અંદર ભારે ચિંતા છવાઈ ગઈ છે. તેની સાથે સાથે વરસાદના કારણે પાકને ભારે નુકસાન ન થાય એ માટે ખેડૂતો પાકને આગાહી પહેલા જ સારી રીતે સુરક્ષિત કરી દે તેવી, તૈયારી દેખાડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી સુધી વરસાદી માવઠા ઓ ગુજરાતના લગભગ વિસ્તારોને આવરી લેશે.

આ ઉપરાંત અમે જણાવીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે, ગુજરાતની ધરતી ઉપર આવનારા પાંચમી વખત મોટી આફત આવો જઈ રહી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગાહીને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગો ની અંદર, કમોસમી વરસાદ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ઠંડા પવનોની સાથે સાથે બરફના કરા પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર તોફાની પવન ફૂંકાયો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખુબ જ ઉંચા ઉંચા મોજા ઉછળી શકે, તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત 1 ફેબ્રુઆરી થી લઇ ને આજે ગુરુવાર સુધી વાતાવરણ ભારે ઠંડી વર્તાઈ શકે છે. ફરી એક વખત અંબાલાલ ની આગાહી મળતા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.

આ ઉપરાંત વાત કરીએ તો ૮૦ થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ની ગતિ રહેશે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ની સૂચના આપી દેવામાં આવશે. જો કમોસમી વરસાદ પડશે તો, ખેડૂતોને રવિ પાકમાં ભારે નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે. આ ઉપરાંત વરસાદના કારણે ખેડૂતોને પાક ની અંદર સડો થવાની પણ મોટો ડર સેવાઈ રહ્યો છે.

આ ઉપરાંત આપણે વાત કરીએ તો રાજસ્થાની અંદર આવેલા આબુમાં, સતત પાંચ દિવસથી માઇનસ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત આબુનું તાપમાન ઘટતા ભારે ઠંડીનો રહી છે. તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં હતી તે બરફ વર્ષાને કારણે સમગ્ર ભારતમાં ઠંડા પવનો લહેરાવવા લાગ્યા છે. જેના કારણે ઠંડીથી લોકો ઠુંઠવાઇ રહયા છે.

29 જાન્યુઆરી 2022થી દિવસના ભાગમાં ઠંડી ઘટવાની શક્યતા રહે પરંતુ રાત્રે અને સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાય. જ્યારે 31, 31મીના દિવસોએ રાજ્યના ભાગોમાં વાદળા આવવની શક્યાતો રહે. આ અરસામાં દેશની ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની પણ શક્યતાઓ રહે. 1,2 અને 3 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદ તેમજ હિમવર્ષાની શક્યતાઓ રહે, તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ દા. પટેલે જણાવ્યું હતું.

કેટલાક ભાગોમાં કરા પણ પડી શકે. હિમ, વાદળો, કરા, પવન, અને ઋતુમાં વિપર્યાય ફેબ્રુઆરી માસમાં ઘણો થવાની શક્યતા રહે. પિૃમી વિચ્છેદની શ્રાંખલાઓ ચાલુ રહે. તા. 4થી 7 ફેબ્રુઆરી દરમિયાન ભારે હિમવર્ષાની શક્યતાઓ રહે. 10 થી 17 ફેબ્રુઆરીમાં ઘણા પલટાં આવે, વાદળ વાયુ કમોસમી વરસાદ દેશના ઘણા ભાગોમાં રહે જેની અસર રાજ્યના ઘણા ભાગોમાં પણ થવાની રહે. તા. 19 ફેબ્રુઆરીથી દેશમાં ધીરે ધીરે ગરમી વધતી જાય.

તા. 21, 22 વાદળવાયુ અને 26 થી 28માં હવામાનમાં ભારે પલટો આવે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ રહે. ફેબ્રુઆરી અને માર્ચની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા કમોસમી વરસાદ, કરા પડવા, તેજ ગતિના પવનો ફૂંકાવાની અસરો રાજ્યના ભાગો પર પણ પડવાની શક્યતા રહે. આથી બદલાતા હવામાનમાં ખેડૂત ભાઈઓ કૃષિ પાકોમાં પાકપીયત વ્યવસ્થા પણ યોગ્ય રીતે કરે તે ઈષ્ટ રહે. આથી હીમથી પાકોને બચાવી શકાય.

Leave a Reply

Your email address will not be published.