ભારે પવન સાથે વરસાદ , ક્યાં વિસ્તારમાં ક્યારે વરસાદની આગાહી? - Jan Avaj News

ભારે પવન સાથે વરસાદ , ક્યાં વિસ્તારમાં ક્યારે વરસાદની આગાહી?

રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

તારીખ 20 થી 22મી જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે જગતનો તાત ફરીથી મુશ્કેલીમાં મૂકાયો છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર વાતાવરણમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.જેના કારણે ખેડૂતોએ સાવચેત રહેવા સૂચન આપી દેવામાં આવ્યું છે.

20 થી 22 જાન્યુઆરી સુધી માવઠું પડશે : આગાહીની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં 20 થી 22 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ પડશે. જેમાં 20 જાન્યુઆરીએ બનાસકાંઠા, પાટણ, કચ્છ, 21 જાન્યુઆરીએ અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જૂનાગઢ, મોરબી, જામનગર, અને 22 જાન્યુઆરીએ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે.

ઉપરાઉપરી ત્રાટકતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઓણ સાલ શિયાળો ડિસ્ટર્બ થઈ ગયો છે. ઠંડીએ માંડ જમાવટ કરી અને હવામાન સુકુ થયું ત્યાં ફરી ગુજરાત ઉપર કમોસમ આવી છે.

ગુરુવારથી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તો ગુજરાતનો કચ્છથી જામનગર સુધીનો દરિયો તોફાની બનવાની ચેતવણી પણ જારી કરાઈ છે.

રાજ્યમાં આજે ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું, જુનાગઢમાં ૧૨.૫, સુરેન્દ્રનગર ૧૩, જામનગર અને રાજકોટમાં ૧૩.૫, પોરબંદર અને કેશોદમાં ૧૪, મહુવા ૧૪.૭, ભાવનગર ૧૫, દ્વારકા ૧૬.૩ સે.તાપમાને ઠંડી નોંધાઈ છે જ્યારે સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૦ સે.રહ્યું છે.પરંતુ, આ ઠંડીમાં આવતીકાલથી ઘટાડો થશે અને શિયાળાએ બ્રેક લીધાનો અહેસાસ ત્રણ દિવસ સુધી થશે. મૌસમ વિભાગ અનુસાર ૨થી ૪ સે.તાપમાન વધશે.

આજતી તા.૨૧ સુધી ગુજરાતના જખૌ, માંડવી કચ્છ, મુંદ્રા, ન્યુ કંડલા, મોરબી પાસે નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર એ દરિયાકાંઠા પાસે કલાકના ૪૦થી ૫૦ કિ.મી. અને મહત્તમ ૬૦ કિ.મી. સુધી મીની વાવાઝોડુ ફૂંકાવાની ચેતવણી અપાઈ છે જે અન્વયે માછીમારોને આ દિવસોમાં દરિયો નહી ખેડવા તાકીદ કરાઈ છે. ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર તા.૨૧ના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી રહ્યું છે જેની અસર રૃપે હવામાનમાં ફરી પલ્ટો આવશે.

ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : બીજી તરફ હવામાન વિભાગે ખાસ દ્વારકાને લઇને એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે આગામી દિવસોમાં ઓખા અને સલાયા બંદરો પર ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ દરિયાઇ પટ્ટીમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. જેને લઇને માછીમાર ભાઇઓ બહેનોએ કાંઠા વિસ્તાર છોડીને અન્ય સ્થળે ચાલ્યા જવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના ક્યા જિલ્લામાં ક્યારે માવઠાંની આગાહી? :

  • (૧)તા.૨૦ ,ગુરુવાર : બનાસકાંઠા,પાટણ,કચ્છ
  • (૨)તા.૨૧,શુક્રવાર : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દેવભુમિ દ્વારકા, કચ્છ.
  • (૩) તા.૨૨,શનિવાર : વડોદરા,પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરુચ, સુરત.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી માવઠાને લઈને શક્યતાઓ વ્યક્ત કરવી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી બેથી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ પ્રમાણે આગામી ત્રણ તારીખ એટલે કે 20 થી 22 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન પાટણ, બનાસકાંઠા, કચ્છ,

પંચમહાલ વડોદરા-ભરૂચ છોટા ઉદયપુર અને સુરત જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બુધવારે બનાસકાંઠા પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા તેમ જણાવવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુરૂવારે બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ, સાબરકાંઠા, અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે ની આગાહી મુજબ શુક્રવારે વડોદરા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

માવઠાને કારણે જીરૂ, ચણા અને બટાકા જેવા રવિપાકને નુકસાન થઈ શકે છે. વાદળ અને કમોસમી વરસાદના પગલે આગામી ચાર દિવસ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે.

Leave a Reply

Your email address will not be published.