હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, અરબી સમુદ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી આ મોટી આગાહી - Jan Avaj News

હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, અરબી સમુદ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી આ મોટી આગાહી

છેલ્લા કેટલાક દિવસો થી સમગ્ર રાજ્યના વાતાવરણ માં અચાનક પલટો જોવા મળ્યો છે મુખ્યત્વે આ વાતાવરણ પલટા માં અનેક જગ્યાએ શિયાળાની સીઝન વચ્ચે પણ વરસાદી ઝાપટા પડ્યા છે આ ઉપરાંત વધુ મુંજવણ માં મૂકી દે એવી બાબત એ છે કે વરસાદી પવન વધુ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે…

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ પલટો લાગ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જીલ્લામાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને લીધે ઘણા જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યા હતા. અને હવે પવનના ચક્રવાતો ફૂંકાવાની તૈયારીઓ ચાલી રહી છે.

હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારમાં ખુબજ ભારે પવન અને વરસાદની આગાહી કરી છે. અને ખુબજ તીવ્રતાથી પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. અને બીજા વલસાડ જિલ્લાના માછીમારોને તેમની બોટ બીજા બંદર પર ખસેડવાનું જણાવ્યું છે.

રાજ્યના હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. વલસાડ જિલ્લાની 800 બોટમાંથી 400 બોટ જખૌ બંદર પર અને 400 બોટ મહારાષ્ટ્રના વિવિધ બંદરો પર લાંગરવામાં આવી છે. જાન્યુઆરી માસને માછીમારીની શ્રેષ્ઠ મોસમ ગણવામાં આવે છે. ભારે પવન અને વરસાદની આગાહી સાથે માછીમારોને ત્રણ દિવસ સુધી નજીકના બંદર પર સુરક્ષિત રીતે લાંગરવામાં આવ્યા છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી અરબી સમુદ્રમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી છે. લખનાવા વલસાડ જિલ્લામાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલી 800 બોટમાંથી 400 બોટ ગુજરાતના જખૌ બંદરે અને 400 બોટ મહારાષ્ટ્રના વિવિધ બંદરો પર માછીમારીના વ્યવસાય માટે જાય છે.

હવામાન વિભાગે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને રાજ્યના વિશાળ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ જિલ્લાની 409 જેટલી બોટ વલસાડના માછીમારો દ્વારા જખૌ અને વેરાવળ બંદર પર લાંગરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ વલસાડની બોટો વિવિધ બંદરો પર લાંગરવામાં આવે છે.

હવામાન ખાતાએ તેમજ ગુજરાતના હવામાન નિષ્ણાતોએ આપેલી આગાહી મુજબ દેવભુમિ દ્વારકા, દાહોદ, સુરત, તેમજ અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, પંચમહાલ, નર્મદા, ડાંગ, આણંદ, ભાવનગર, મહીસાગર,અમરેલી, રાજકોટ અને કચ્છ પંથકમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ હતી.

છેલ્લા 2 દિવસથી વહેલી સવારથી જ તેજ રફતાર સાથે પવન ફૂંકાવાનો શરૂ થઈ જાય છે. જે રાત સુધી થમવાનું નામ લેતો નથી. જેના પગલે હવામાન વિભાગે 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે ગુજરાતમાં આવતા 3 દિવસ સુધી કોલ્ડવેવની પરિસ્થિતિ જાહેર કરાઈ છે…

અતિશય ઠંડા પવનોને કારણે ગુજરાત ઠંડુગાર બનીને થીજવા જઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં અતિશય બરફ વર્ષાને કારણે ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં ઠંડી જોર પકડશે. દિવસે પવનના કારણે થોડો સમય ધુળની ડમરીઓ પણ ઉડી હતી. વાતાવરણમાં આવેલા પલટાના કારણે રાજ્યના મોટાભાગના શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર પહોચી ગયું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતા 3 દિવસમાં જ કોલ્ડવેવના કારણે તાપમાનમાં 5 થી 7 ડીગ્રીનો ઘટાડો નોંધાશે. વાદળો ઘેરાતાં વાતાવરણમાં ઉકળાટ અને ગરમીનો વર્તારો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલ્ટો આવતાં રાજ્યભરમાં ઠંડીનું જોર પણ ઘટી ગયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કચ્છ, અમરેલી, જામનગર અને ભાવનગર તેમજ પોરબંદર અને રાજકોટ-સુરેન્દ્રનગર ના ભાગોમાં અને જૂનાગઢમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના જીલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

ઠંડા પવન ફૂંકાવાને કારણે બાળકો અને વડીલોને સાવચેતી રાખવા માટે જણાવી દેવામાં આવ્યું છે. ઠંડીમાં શક્ય હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. એક લેયરના ભારે અને ટાઈટ કપડાં પહેરવાની જગ્યાએ ઊનના એકથી વધુ લેયરનાં ખુલ્લાં કપડાં પહેરવાં જોઈએ. હાથ, ગરદન, માથું અને પગને કવર કરીને રાખો.

Leave a Reply

Your email address will not be published.