ખેડૂતોની સ્થિતિ એવી ને એવી જ રહેશે? ભયાનક આગાહી, જાણો શું કહે છે હવામાન ના જાણકારો - Jan Avaj News

ખેડૂતોની સ્થિતિ એવી ને એવી જ રહેશે? ભયાનક આગાહી, જાણો શું કહે છે હવામાન ના જાણકારો

ગુજરાતમાં ભારે વરસાદ કોઈ નો પીછો છોડી રહ્યો નથી. ઉનાળા માં પણ વરસાદ આવી ચૂક્યો છે. અને હવે શિયાળામાં પણ વરસાદ આવી રહ્યો છે. જેનાં કારણે ખેડુતો ને નકરું નુકસાન જ સહન કરવું પડી રહ્યું છે. આ તમામ બાબતો અંગે હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી હતી. અને તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ ની આગાહી મોટા ભાગે સાચી જ જોવા મળતી હોય છે. અને તેમને વરસાદ આવવાની આગાહી કરી છે. અને જો તેમની આ વરસાદ આવવાની આગાહી સાચી થઈ ગઈ તો ખેડુતો ને ભારે નુકશાન થઇ શકે છે.

આવનારાં દિવસો માં માવઠું આવવાની સંભાવના છે. 2022માં પશ્ચિમની વિક્ષેપની અસર તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હીમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેતા દિલ્લી પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અને ગુજરાત સુધીના ભાગોમાં હવામાનમાં ફેરફાર અને ભારે વરસાદ પડવાની શકયતા વધી રહી છે. જેની ખાતરી લેવી આવશ્યક છે.

તમને જણાવી દઈએ કે અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછો વરસાદ પડશે તેવી કહેવામાં આવ્યું છે. અને માવઠુ જાન્યુઆરી તારીખ 4થી 7 વચ્ચે આવશે તેવી સંભાવના કરવામાં આવી રહી છે. 10 જાન્યુઆરી સુધીમાં હવામાન માં અનેક જાત ના ફેરફાર જોવા મળશે તેવી સંભાવના થઈ રહી છે.

અને ત્યારબાદ માવઠા થતા જ રહે અને 15 જાન્યુઆરી પછી પણ હવામાનમાં ફેરફાર આવશે અને વાદળવાયુ અને ઠંડી વધારે પડશે તેવું આગાહી કરવામાં આવી છે. 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા બધા ફેરફાર જોવા મળશે. ભારે વરસાદના લીધે મસાલાના પાકો, જીરા જેવા પાકો અને શાકભાજીના પાકોમાં હવામાનની ખરાબ અસર જોવા મળશે. તેમ કહેવું ખોટુ નથી.

કપાસ અને દિવેલાના પાકમાં પાન ને કોઈ પણ નુકસાન નહિ થાય તેવી શક્યતા ઓ કરવામાં આવી થઈ છે. ખેડુત મિત્રો એ આ દરેક બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી તેમને જ ફાયદો થશે. અને જો આ તમામ આગાહી સાચી પડી જશે તો ખેડુતો માટે ખૂબ જ ખરાબ બાબત બની જશે જેથી ખેડુતો એ પહેલેથી જ આ હવામાન વિશે સાવચેત થઈ જવું જોઈએ.

રાજ્યમાં ફરી માવઠું પડી શકે છે આ આગાહી હવામાન વિભાગે કરી છે. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં 5થી 8 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ખેડૂતોને જણસ પલળી ન જાય તે માટે સાવચેતી રાખવા માટે જણાવાયું છે.

રાજ્યમાં માવઠા વચ્ચે 7 જાન્યુઆરી બાદ 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. આમ કમોસમી વરસાદ બાદ આકરી ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું અનુમાન છે.

5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી ગગડવાી શક્યતાઓ છે. આ સાથે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. તો લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો છે. અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજના લીધે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વત્તા-ઓછા વરસાદ થઈ શકે છે.

માવઠુ જાન્યુઆરી તારીખ 4થી 7 વચ્ચે થવાની શક્યતા છે. 10 જાન્યુઆરી સુધી હવામાનમાં પલટો રહી શકે છે. ત્યાર બાદ માવઠા થતા જ રહે અને 15 જાન્યુઆરી પછી પણ હવામાનમાં પલટો આવી શકે વાદળવાયુ અને ઠંડીનો ચમકારો રહે તેવી શક્યતા છે. 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવે તેવી શક્યતા છે. કમોસમી વરસાદના લીધે મસાલાના પાકો, જીરા જેવા પાકો અને શાકભાજીના પાકોમાં હવામાનની વિપરીત અસર પડી શકે છે. કપાસ અને દિવેલાના પાકમાં પાન સુકાવાની શક્યતા રહી શકે છે. ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *