કિશન ભરવાડ હત્યા કેસ, અમદાવાદના મૌલવીની અટકાયત, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું, પિતા દીકરાનું મોઢું જોવે તે પહેલા મોતને ભેટ્યા - Jan Avaj News

કિશન ભરવાડ હત્યા કેસ, અમદાવાદના મૌલવીની અટકાયત, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું, પિતા દીકરાનું મોઢું જોવે તે પહેલા મોતને ભેટ્યા

ધંધુકામાં થયેલ ફાયરિંગ વિથ મર્ડરના તાર હવે મુંબઈ પહોંચ્યા છે. એક મુંબઈ અને એક અમદાવાદના એમ ૨ મૌલાનાની ભુમિકા સામે આવી છે. અમદાવાદના જમાલપુરના મૌલવીની અટકાયત કરી લેવામાં આવી છે. શબ્બીર નામના શખ્સે ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે. ગૃહ રાજ્યમંત્રી આજે મૃતક કિશનના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી.

તેમણે કહ્યું હતું કે, તેમને ન્યાય અપાવીને જ રહી છશે. કિશનને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રીય છે. હત્યારાઓ પાછળ જેટલી શક્તિ લાગેલી છે, તેમને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તે પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે. અત્યાર સુધીમાં ૫ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પુછપરછમા આ વિગત સામે આવી છે. અમદાવાદના એક મૌલવીએ હથીયાર હત્યારાને આપ્યુ હતુ. આ હત્યાકાંડના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે.

કિશન બોડિયા નામના માલધારી યુવકની હત્યા થઈ છે, તેને 20 દિવસની દીકરી છે. જેનું મોઢું પિતા જુએ તે પહેલા જ હત્યા થતાં નોંધારી બની છે. આ દીકરી લગ્ન સુધીની જવાબદારી અંગે પણ વાત કરી હતી. સમાજના એક વ્યક્તિએ બાળકીની તમામ જવાબદારી લીધી છે. ધંધુકા માલધારી યુવાન હત્યા મામલે રાણપુર શહેરમાં હિન્દૂ સમાજ દ્રારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાણપુર રહ્યું સજ્જડ બંધ. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. શાંતિ પૂર્ણ રેલી યોજાય તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદના ધંધુકા ખાતે જાહેરમાં કરી હત્યાની ઘટના અંગે નવસારીમાં ઘેરાક પ્રત્યાઘાત જોવા મળ્યા. નવસારી હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢી ઘટનાને સખત શબ્દોમાં વખોડી. નવસારી જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા નવસારીના માર્ગો પર રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

આ મામલે, પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. Sog , lcb , લોકલ પોલીસ થઈને કુલ 7 ટીમો તપાસમાં લાગી છે. Dysp રીના રાઠવાના સુપરવિઝનમાં સમગ્ર મામલે તપાસ થશે. ધંધુકામાં થયેલ ફાયરિંગ વિથ મર્ડર ની મામલે, પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. Sog , lcb , લોકલ પોલીસ થઈને કુલ 7 ટીમો તપાસ માં લાગી છે. Dysp રીના રાઠવાના સુપરવિઝનમાં સમગ્ર મામલે તપાસ થશે.સમગ્ર ધંધુકા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

ધુકામાં કિશન બોડિયા નામના યુવક યુવકની હત્યા કરાઇ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધ આપવામાં આવ્યું હતું. સમગ્ર ધંધુકા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ધંધુકામાં થયેલ કિશન બોડિયાની હત્યા મામલે.આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ ધંધુકા પહોચ્યાં હતા અને મૃતકના સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે મિટિંગ કરી હતી કતેમણે જણાવ્યું હતું કે, યુવાને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. હત્યાના પગલે અત્યાર સુધીમાં પોલીસે 10 વધુ શકમંદોની ધરપકડ કરી છે.તમામ શકમંદો ની હાલ પૂછપરછ ચાલી રહી છે.

ધંધૂકાના કિશન ભરવાડની હત્યાના કેસમાં અમદાવાદના જમાલપુરના મૌલવીની અટકાયત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ મૌલવીના કહેવાથી કિશનની હત્યા કરવામાં આવી અને તેના માટે હથિયાર પણ મૌલવીએ પૂરા પાડ્યા હતા. આ બાબતે ખુલાસો થયા બાદ મૌલવીને હત્યા કરવામાં આવી.

કિશન ભરવાની હત્યાનું કારણ એ જાણવા મળ્યું હતું કે, કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. તેના બદલામાં કિશનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. કિશન ભરવાડની હત્યામાં ધંધૂકા સજ્જડ બંધ કર્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવી એકશનમાં આવ્યા હતા.

આ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સરકાર દ્વારા અને ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા ઘટના બનતાની સાથે અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમોએ રાત-દિવસ એક કરીને કિશનના હત્યારાને પકડી લીધો છે. માત્ર હત્યારાને જ નહીં પણ તેની પાછળ જેટલી પણ શક્તિઓ લાગેલી હતી તે તમામને 24 કલાકના સમયમાં અલગ-અલગ ખૂણેથી પકડી લેવામાં આવ્યા છે. રામબાપુ, વિજયભાઈ, શંભુનાથજી, અમારા મંત્રી કિરીટસિંહ, અમદવાદ અને સુરેન્દ્રજિલ્લાના પ્રમુખ જોડે અને સૌ આગેવાનોના છેલ્લા બે દિવસથી આ ઘટનાના ડીપ સુધી પહોંચી શકાય અને ઘટનાની પાછળના તમામ કારણો શોધવામાં આવે તે માટે અમારા પાર્ટીના સૌ લોકો અપીલ કરી રહ્યા હતા. એટલે મને લાગ્યું કે મારે પોતે આ કેસનું નિરીક્ષણ કરવું છે.

તેમને એમ પણ જણાવ્યું હતું કે, આ કેસનું નિરીક્ષણ રાજ્ય સરકાર પોતે ગાંધીનગરથી કરે તેવું અમે નક્કી કર્યું છે. આ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસ ખૂબ સારી કામગીરી કરી છે. એક યુવાન નાગરિક કે જેની હત્યા થઇ અને 20 દિવસની દીકરીએ કે જેને પિતા ગુમાવ્યા છે તેના માથા પર હાથ મૂકીને આજે અમે વચન આપવા માટે આવ્યા છિએ કે, અમે ખૂબ જ ગંભીરતા પૂર્વક આ વિષયની તપાસ કરી રહ્યા છે. તમામ લોકોને કાયદાની મર્યાદામાં ન્યાય મળશે. પણ આ કેસમાં સામેલ છે તેવા લોકોને બીજી છટકબારી ન મળે તે માટે વિશેષ વાત હું જાહરે કરી શકું તેમ નથી. હું વિશ્વાસ અપાવું છું કે ગણતરીના મહિનાઓની અંદર આ કિશનના હત્યારાઓને પકડીને આ દીકરીને ન્યાય અપાવીશ. એ માટે સૌ લોકો અમે એક ટીમ તરીકે કામ કરવા જઈ રહ્યા છે.

આ બાબતે કોઈ પણ વિષય અહિયાં હાજર રહેલા કોઈ પણ ધ્યાનમાં આવે એટલે તાત્કાલિક અમારો સંપર્ક કર્યો. આ માટે સમય જોવાની જરૂર નથી અમે 24 કલાક તમારી સાથે છીએ. આ વિષયમાં જળમૂળ સુધી જઈને ન્યાય એવો આવશે કે ભવિષ્યમાં કોઈ આ પ્રકારના યુવાનો પર આંખ ઊંચી કરીને જોઈ શકશે નહીં. આ માટે અમે ટીમને લગાવી છે. હું વિશ્વાસ અપાવું છું કે આ સૌને હું ન્યાય અપાવીને રહીશ.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબનો આગ્રહ છે કે આ તમામ શક્તિ લગાવીને આ પ્રકારના ગુનેગારો બીજી વખત ગુજરાતની અંદર આ પ્રકારની હિંમત ન કરે તે પ્રકારનું આ કેસની અંદર પાલન થવું જોઈએ. સંપૂર્ણ રીતે તે જ રીતે અમે આગળ વધી રહ્યા છીએ. તમારી પાસે અમારી એક જ અપેક્ષા છે કે આ ટીમની અંદર જે જવાનો કામ કરી રહ્યા છે તે એક-એક જવાનોને આશિર્વાદ આપજો.

ખાસ કરીને ઠાકરને એટલીને એટલી પ્રાથના કરજો કે, અમારી ટીમને વધુમાં વધુ શક્તિ આપે. તે શક્તિથી અમે આગળ કામ કરવા માટે જઈ રહ્યા છે. આ 20 દિવસની દીકરીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી બધાની છે. આ કામગીરીમાં હું આગળ નીકળ્યો છે. અમારા મંત્રીઓ આગળ નીકળ્યા છે અને જિલ્લા પોલીસ પર આગળ નીકળ્યા છે. એટલે આપ સૌને વિનંતી કરું છું કે કોઈની પાસે નાનામાં નાની માહિતી હોય તો પોલીસને આપીને સહકાર આપજો.

તેમને એમ પણ જણાવ્યું હતું કે, આજથી વિજયભાઈએ એક જવાબદારી ઉઠાવી છે કે, આ 20 દિવસની દીકરી મોટી થાય અને તેના લગ્ન થાય ત્યાં સુધીની બધી જ જવાબદારી આજથી મારી છે. તેના પિતા પર જે પ્રકારે આ ઘટના બની છે. આ ઘટનાની સામે આપણો રોષ હશે. આ રોષને ધ્યાનમાં લઇને હું એવી સજા અપાવીશ કે આ વિષયમાં નાના-નાના મુદ્દાને ધ્યાનમાં લેવાનો છું. હું તમને વિશ્વાસ અપાવું છું કે જે રીતે ગુજરાત સરકારે નાની દીકરીઓએ પર બળાત્કાર થાય અને તેના આરોપીને એક-એક મહિનાના સમયમાં સજા અપાવવાનું કામ આ રાજ્ય સરકારે કર્યું છે. એજ રીતે અમે પણ આ કામગીરી આગળ વધારવા માગીએ છીએ. આ કેસ રાજ્ય સરકારનો છે. આ દીકરો આપણા રાજ્યનો છે અને તે અમારો ભાઈ છે. ગણતરીના કલાકોમાં ઘણી માહિતી બહાર આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “jan avaj media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.