કિશન ભરવાડને આ કારણે શબ્બીરે ગોળી મારેલી, કેવી રીતે આવ્યો મૌલવીના સંપર્કમાં?, જાણો ક્યાંના છે આરોપીઓ? - Jan Avaj News

કિશન ભરવાડને આ કારણે શબ્બીરે ગોળી મારેલી, કેવી રીતે આવ્યો મૌલવીના સંપર્કમાં?, જાણો ક્યાંના છે આરોપીઓ?

અમદાવાદના ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સમગ્ર મામલે નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસને પણ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે આ મામલે બે આરોપીની ધરપડક કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી.

આ બાબતે SP વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, 25 તારીખના રોજ ફાયરીંગ કરીને કિશનભાઈ ભરવાડ નામના વ્યક્તિની હત્યા થઇ હતી. તે બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી. પોલીસ દ્વારા 302, 307 અને આર્મ્સ એક્ટની કલમો અનુસાર ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબતે અલગ-અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બે આરોપીઓના નામ શબ્બીર અને ઈમ્તિયાઝ છે. ઈમ્તિયાઝ બાઈક ચલાવી રહ્યો હતો અને શબ્બીર ફાયરીંગ કરી રહ્યો હતો.

આ બાબતે તપાસ કરવામાં આવી છે તેમાં જાણવા મળ્યું છે કે, 6 જાન્યુઆરીના રોજ મૃત્યુ પામનાર વ્યક્તિએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ ધાર્મિક લાગણી દુભાવતી હોય તેવી હતી. આ બાબતે પોલીસ સ્ટેશનમાં 9 જાન્યુઆરીના રોજ મૃત્યુપામનાર કિશન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પણ આ બે આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને આ બાબતે સંતોષ નહોતો. તેથી તેમને પોસ્ટનું ધ્યાનમાં લઇને એક કાવતરું રચીને આયોજનબદ્ધ રીતે ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી છે. આ વિગતો પૂછપરછ દરમિયાન મળેલી છે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, શબ્બીર નામનો આરોપી છે. આરોપી શબ્બીરે મુસ્લિમ મૌલવી અને લીડરના પ્રભાવમાં આવીને આવું કૃત્ય કરેલું છે.

શબ્બીર એક વર્ષ પહેલા મૌલવીને મુંબઈમાં મળ્યો હતો. ત્યારબાદ તે મૌલવીની સ્પીચ મોબાઈલમાં સાંભળતો હતો. મુંબઈમાં રહેતા મૌલવીએ શબ્બીરની મુલાકાત જમાલપુરમાં રહેતા મૌલવી અય્યુબ સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ શબ્બીર અય્યુબ મૌલવીને સંપર્કમાં આવ્યો હતો. ચાર મહિના પહેલા શાહઆલમમાં મુંબઈના મૌલવી આવ્યા હતા અને ત્યાં જમાલપુરના મૌલવી ત્યાં હાજર હતા. તે સમયે શબ્બીર પર ત્યાં હતો. જમાલપુરવાળા મૌલવી પણ બોલતા હતા કે ધાર્મિક અંગે કોઈ પણ ટીપ્પણી કરતો હોય તો તેને બક્ષવાનો ન હોય.

મૌલવીએ આવી ચર્ચા શબ્બીરની સાથે કરી હતી, શબ્બીર આનાથી પ્રભાવિત થયો. તેવું આ કેસમાં જાણવા મળ્યું છે. જમાલપુરમાં રહેલા મૌલવીનું પૂરું નામ મૌલાના મહેબુબ અય્યુબ યુસુફભાઈ જબરાવાલા. આ મૌલવીને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે.

મૌલવીએ જ શબ્બીરને કિશનને હત્યા કરવા માટે હથિયાર કર કારતૂસ આપ્યા હતા. આ માહિતી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે. હત્યાની ઘટનાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો. આ મૌલવીને મળ્યો હતો. ત્યારબાદ મૌલવીએ કિશને કરેલી પોસ્ટ બાબતે જણાવ્યું હતું અને હથિયારની માગણી કરી હતી. ત્યારબાદ મૌલવીએ તેની પાસે જે હથિયાર હતું તે આપ્યું હતું. આગળની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે કે, આ મૌલવી સિવાય અન્ય ક્યાં લોકો આમાં સામેલ છે. બીજા મૌલવી કોણ છે અને તેનું ક્યા પ્રકારનું સંઘઠન છે તે તપાસ ચાલુ છે. ઈમ્તિયાઝ પણ શબ્બીરનો મિત્ર છે. આરોપીઓના રિમાન્ડ માગવામાં આવશે. ત્યારબાદ હથિયાર અને ગુનામાં ઉપયોગમાં લીધેલી વસ્તુઓ રીકવર કરવામાં આવશે.

પોલીસ પણ આ આખી ઘટનાને એક ષડયંત્રના ભાગરૂપે બની હોય તેવી રીતે જોઈ રહી છે. ત્યારે પોલીસની તપાસમાં કેવી રીતે આરોપી પહેલા મુંબઇના મૌલાના અને ત્યારબાદ અમદાવાદના મૌલવીના સંપર્કમાં આવ્યો અને આ હત્યાનું ષડ્યંત્ર ઘડવામાં આવ્યું તેવા અનેક તથ્યો સામે આવ્યા છે. જેને લઈને હજુપણ પોલીસની અલગ અલગ ટીમો શબ્બીર સહિત એવા કેટલા યુવાનો છે જે આવી કટ્ટરપથી વિચારધારામાં સંડોવાઇ ગુનાહિત કૃત્યમાં ધકેલાઈ રહ્યા છે.

ધંધુકા ફાયરિંગની ઘટનામાં કિશન નામના યુવકની હત્યા બાદ પોલીસે શબ્બીર ઉર્ફે સાબા દાદાભાઈ ચોપડા અને ઈમ્તીયાજ ઉર્ફે ઈમ્ત મહેબુબભાઇ પઠાણ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ ગ્રામ્યના એસ.પી. વિરેન્દ્સિંહ યાદવએ જણાવ્યું કે આરોપીઓની પૂછપરછમાં અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શબ્બીર આજથી એકાદ વર્ષ અગાઉ દિલ્હી ખાતે રહેતા મૌલાના કે જેઓ કોઈ ખાસ સંગઠન સાથે સંકળાયેલ છે તેઓના સંપર્કમા ઈન્સ્ટાગ્રામથી આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં તેઓના વીડિયો સાંભળીને તે મુંબઈના મૌલાનાથી પ્રભાવિત થયો હતો. તેઓને મળવા માટે નવેક મહિના પહેલા શબ્બીર મુંબઈ ખાતે ગયો હતો. જ્યા તેને ધર્મ વિરૂદ્ધમા કોઈ ગુસ્તાખી કરે તો તેનો વિરોધ કરવા સંબંધે ચર્ચા થયેલી અને તેઓ દ્વારા અમદાવાદ જમાલપુર ખાતે રહેતા મૌલાના મહંમદ ઐયુબ યુસુફભાઈ જાવરાવાલાનો સંપર્ક કરવા જણાવ્યુ હતું.

ત્યારબાદ આરોપી શબ્બીર અમદાવાદ ખાતે જમાલપૂર, મેહમુદજી અલીજીની ચાલી, આફતાબ બેકરીની સામે મૌલાના મહંમદ ઐયુબ યુસુફભાઈ જાવરાવાલાને મળ્યો હતો. જ્યાં ધર્મ વિરોધી નિવેદનો કરતા માણસો સામે કામ કરવા માટેની ચર્ચા થઇ હતી. ચારેક મહીના અગાઉ મુંબઈના મૌલાના અમદાવાદ શાહઆલમ ખાતે આવેલા તે સમયે મૌલાના અયુબ પણ હાજર હતા ત્યાં શબ્બીર તેઓને મળ્યો હતો.

આ હત્યાની ઘટના 5 દિવસ અગાઉ પણ શબ્બીર અમદાવાદના મૌલાનાને મળ્યો હતો. અને હત્યા માટે પીસ્ટલ અને કારટીઝ મેળવ્યા હતા. મહત્વનું છે કે હવે પોલીસની એક ટીમ એ દિશામાં તપાસ કરી રહી છે કે મુંબઇનો મૌલાના છે કોણ અને મુંબઇના મોલના અને અમદાવાદના મૌલાનાના સંપર્કમાં અન્ય કેટલા યુવાનો છે. જેઓ તેઓના આવા વિચારોથી પ્રભાવિત થઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ધકેલાઈ રહ્યા છે.

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે. જેમાં અમદાવાદના એક મૌલવી અને ઈમ્તિયાઝ અને શબ્બીર નામનો આરોપીનો સમાવેશ થાય છે. બાઈક પર આવેલા વ્યક્તિ શબ્બિર અને ઈમ્તિયાઝ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને અમદાવાદના મૌલવીએ હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓ ધંધૂકાના હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

બંને આરોપીઓ દિલ્હીના મૌલાના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ બંને યુવકોએ કિશનની રેકી કરીને હત્યા કરી હતી. બાઇક ઈમ્તિયાઝ નામનો યુવક ચલાવી રહ્યો હતો તો તેની પાછળ બેસેલા શબ્બીરે કિશન પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી શબ્બીર કટ્ટર વિચાર ધરાવનારો છે. તે અમદાવાદ અને દિલ્લીના મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. બંને મૌલવીઓએ તેને ધર્મની બાબતમાં ઉશ્કેર્યો હતો. એવામાં કિશને 6 જાન્યુઆરીના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેને લઈ તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી. જો કે, તેને જામીન મળી જતાં શબ્બીર ગુસ્સે ભરાયો હતો. શબ્બીર અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી મહંમદ ઐયૂબ યુસુફભાઈ જાવરાવાલાને મળ્યો. આ મૌલવીએ જ કિશનની હત્યા માટે શબ્બીરને એક પિસ્તોલ અને 5 કાર્ટિસની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં શબ્બીરે ઈમ્યિતાઝ સાથે મળી 25 જાન્યુઆરીની સાંજે 5 વાગ્યે કિશનની ધંધુકા શહેરના મોઢવાડાના નાકે ફાયરિંગ કરી હત્યા કરી નાંખી હતી. આ કેસમાં ત્રણેય આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના રિમાંડ મંજૂર કરાયા છે.

આ અગાઉ ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતક કિશનના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને ન્યાય અપાવીને જ રહી છશે. કિશનને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રીય છે. હત્યારાઓ પાછળ જેટલી શક્તિ લાગેલી છે, તેમને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તે પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.