કિશનના નિધન બાદ પરિવારની આંખ માં સૂકાતા નથી આંસુ, બહેનનું કરુણ આક્રંદ, જાણો માતાએ શું કહ્યું કંગના રનૌટે આપી પ્રતિક્રિયા - Jan Avaj News

કિશનના નિધન બાદ પરિવારની આંખ માં સૂકાતા નથી આંસુ, બહેનનું કરુણ આક્રંદ, જાણો માતાએ શું કહ્યું કંગના રનૌટે આપી પ્રતિક્રિયા

અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની થોડાં સમય પહેલાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસનો મામલે ગુજરાતના રાજકારણને ગરમાવી દીધુ છે. કિશન ભરવાડ નામના યુવકની હત્યા મામલે ગૃહમંત્રીના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ ATSને સોંપવામાં આવી છે. ધંધૂકાના યુવક કિશન ભરવાડની હત્યા બાદ ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો છે.

લોકોએ હત્યારોને કડડમાં કડક સજા કરાવવાની માંગ કરી છે. અનેક લોકોએ કિશન ભરવાડના જઈને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. જુવાનજોધ દીકરાના મોત બાદ પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. હજી 20 દિવસ પહેલાં જ દીકરીના પિતા બનેલા કિશનની હત્યાથી પરિવારની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. પત્ની, માતા, બહેન અને પિતાની આંખોમાં આંસુમ કેમેય કરીને રોકાતા નથી. ઝેરોક્સની દુકાન ચલાવી ગુજરાત ચલાવતા કિશનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

બહેન- ભાઈ વગર હવે અમે શું કરીશું : ભાઈના મોતથી બહેનની આંખોમાં હજી પણ આંસુ સૂકાવાનું નામ નથી લેતા. તેણે રડતાં રડતાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘એ લોકોએ ખોટી રીતે માર્યો મારા ભાઈને, દગો દઈને પીઠ પાછળ ઘા કર્યો છે. અમારે બીજું કશું નથી કહેવું, બસ મારા ભાઈને ન્યાય અપાવો. અમોને તાત્કાલિક ન્યાય આપો બસ.., અમે બહેનો ભાઈ વગરની થઈ ગઈ, હવે અમે શું કરીશું.. ત્યારે હવે બોલિવૂડમાંથી પણ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રણાવતે કિશન ભરવાડ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે.’

માતા- દીકરા પાસે માફી મગાવી પછી દગાથી મારી નાખ્યો : કિશન ભરવાડનાં માતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘મારા દીકરાને ખોટી રીતે મારવામાં આવ્યો છે. પહેલાં એની પાસેથી માફી મગાવી.અને પછી એને દગાથી મારી નાખ્યો છે.’કંગનાએ ફેસબુકમાં પોસ્ટ કરી લખ્યું છે કે,’ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું

પિતા- આરોપીને તાત્કાલિક સજા કરવામાં આવે? : જુવાનજોધ દીકરાના નિધનથી કિશન ભરવાડના પિતા પણ દુ:ખી દુ:ખી થઈ ગયા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘સોશિયલ મીડિયા પર શું ચાલે છે તેની તો મને ખબર નથી. પરંતુ મારા દીકરાને એણે મૂકેલી પોસ્ટને લઈને અદાવત રાખીને મારી નાખવામાં આવ્યો છે. અમારી અપેક્ષા એ છે કે આરોપીની તાત્કાલિક જે સજા થવી જોઈએ એવું અમે માંગી રહ્યા છીએ.’અને તેણે તેમ કર્યું હોવા છતાંય 4 લોકોએ તેના પર ફાયરિંગ કરી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.’

ઝેરોક્સની દુકાન સાથે પશુપાલનનો ધંધો કરતો : મૂળ લીંબડીના ચૂડા તાલુકાના ચચાણા ગામના રહેવાસી કિશન બોળિયા ધંધૂકાના મોઢવાડા વિસ્તારમાં તેમની પત્ની, માતા-પિતા અને 20 દિવસની દીકરીના પરિવાર સાથે રહેતો હતો. કિશન ભરવાડ પશુપાલન સાથે ઝેરોક્સની દુકાન ચલાવતો હતો. નાનપણથી જ તેઓ ધંધૂકા ખાતે રહેતા હતા.

મોઢવાડ વિસ્તારમાં ગલીની અંદર ઘરની 50 મીટર દૂર જ તેની હત્યા કરવામાં આવી હતીજણાવી દઇએ કે, કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા.

શું ઘટના હતી? : ગયા 25મી જાન્યુઆરીના રોજ ધંધૂકામાં કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. આ ઘટના બહાર આવતા માલધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જોકે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.મંગળવારે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું.

આ ઘટનાના બે દિવસ બાદ ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લઈને ઝડપી ન્યાયની ખાતરી આપી હતી. પોલીસે પણ કેસની ગંભીરતા પારખીને હત્યામાં સામેલ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બાદમાં અમદાવાદ મૌલવીને દબોચી લીધો હતો. કેસમાં હથિયાર પુરા પાડનાર રાજકોટના શખસેને પકડી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 6 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.