માલધારી યુવકની સરાજાહેર હત્યા બાદ ધંધુકા સજ્જડ બંધ, ખરખેર શુ બની હતી ઘટના, જાણો અનેક નવા ખુલાસ - Jan Avaj News

માલધારી યુવકની સરાજાહેર હત્યા બાદ ધંધુકા સજ્જડ બંધ, ખરખેર શુ બની હતી ઘટના, જાણો અનેક નવા ખુલાસ

નમસ્કાર મિત્રો જન અવાજ ન્યુઝ માં તમારું સ્વાગત છે, મિત્રો છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં કાયદાકીય સ્થીતી કથળી હોઈ તેવું લાગે છે કારણે છેલ્લા થોડા સમયથી જે રીતે રાજ્યમાં અમાનવીય ઘટનાઓએ વેગ પકડ્યો છે તેના કારણે હાલમાં લોકોમાં અમુક પ્રકારનો ભઈ પણ ઉભો થયો છે. આજ કારણ છે કે હાલમાં અમુક લોકો પોતાને અસુરક્ષિત માને છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો ના સ્વભાવ ઘણા અલગ થઇ ગયા છે. અને લોકોમાં જાણે સહન શક્તિનો અભાવ થઇ ગયો હોઈ તેવું લાગે છે. છેલ્લા ઘણા સમયથી આપણે ઘણા મર્ડર ને લગતા બનાવો જોયા છે જેમાં મર્ડરનું મુખ્ય કારણ કોઈ જૂની દુશ્મનાવટ કે જૂનો ઝઘડો ને માનવામાં આવે છે.

મિત્રો આપણે ઘણી વખત એવા ઝઘડા પણ જોયા છે કે જેમનું મૂળતો ઘણું નાનું હોઈ પરંતુ તેણે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોઈ છે. ઘણી વખત આવી નાની બાબત ને લઈને થયેલા ઝઘડા પણ ઘણા નુકસાન કારક સાબિત થાય છે. જેની અસર ઘણા લોકો પર પડે છે. મિત્રો કહેવાય છે કે દોસ્તી જેટલી સારી તેનાથી પણ વધુ ખરાબ દુશ્મનાવટ ને માનવામાં આવે છે કારણકે મોટા ભાગની હત્યાના બનાવો આવી દુશ્મનાવટ ને જ માનવામાં આવે છે.

આપણે અહીં એક એવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જેના કારણે સમગ્ર પંથક પ્રભાવિત થયું છે. મિત્રો આ ઘટના ધંધુકાની છે અહીં રહેતા એક માલધારી યુવક કે જેનું નામ કિશન છે તેની હત્યા કરવામાં આવી છે. જણાવી દઈએ કે તેની હત્યા તેનાજ ઘર પાસે કરવામાં આવી હતી. કિશન પોતાના ઘર પાસે હતો તેવામાં બે અજાણ્યા લોકોએ તેને ગોળીઓ ના ઠાર માર્યા છે.

આ હત્યા ને કારણે આખા પંથક માં હાલ ઘણો જ ગુસ્સો જોવા મળે છે અને આજ કડીમાં હાલ ધંધુકા ને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. જો કે આ બાબત ને લઈને હાલમાં પોલીસ ટિમ સતર્ક છે. અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો મોટો કાફેલો હાલ ધંધુકામાં જોવા મળ્યો છે. ઉપરાંત પંથક ની સુરક્ષાના કારણોસર ધંધુકા ના PI સીબી ચૈહાણ ને હાલમાં તેમની ફરજ પરથી હટાવવામાં આવ્યા છે અને તેમના સ્થાને સાણંદ ના PI આર જી ખાંટ ને મોકલવામાં આવ્યા છે.

જો વાત આ મર્ડર ની બાબત અંગે કરીએ તો જણાવી દઈએ કે થોડા સમય પહેલા કિશન દ્વારા ધાર્મિક બાબતને લઈને સોશ્યલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી. આ બાબત ને લઈને અમુક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે જે સમયે આ વિડિઓ સોશ્યલ મીડિયા પર આવ્યો હતો ત્યારે તેમના પર પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જે બાદ કિશાન તેમના ઘરમાં જ રહેતા હતા. જો કે થોડા સમય પહેલા તેઓ પોતાના ઘરેથી બહાર નીકળ્યા ત્યારે આ મોકાનો ફાયદો ઉઠાવીને અમુક લોકોએ તેમના પર ગોળીઓ ચલાવી.

જો કે હાલમાં પોલીસ દ્વારા સમાજ ના આગેવાનો સાથે વાતચીત કર્યા પછી મામલાને શાંત કરવામાં આવ્યો છે. અને પોલીસ ના બંદોબસ્ત વચ્ચે કિશન ની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. જો કે હાલમાં પોલીસ દ્વારા હત્યા નો બનાવ શા માટે થઇ ? તે બાબત ને લઈને પોલીસ દ્વારા તાપસ થઇ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “jan avaj media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.