રાજ્યમાં કોલ્ડવેવની આગાહી, ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી આ જિલ્લામાં તો 6 ડિગ્રી લઘુતમ તાપમાન જનજીવન થીજી ગયું - Jan Avaj News

રાજ્યમાં કોલ્ડવેવની આગાહી, ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી આ જિલ્લામાં તો 6 ડિગ્રી લઘુતમ તાપમાન જનજીવન થીજી ગયું

ગુજરાતમાં ગાત્રો થિજાવતી ઠંડી પડતા સમગ્ર રાજ્ય ઠંડીથી ઠુંઠવાયું છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે જેને કારણે શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આખો દિવસ વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી સામાન્ય જીવન પર અસર દેખાઇ રહી છે. ઠંડીથી બચવા ઠેરઠેર લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યાં છે. રાત્રીના બજારો વહેલા સુમસામ બની જાય છે. તો સવારે પણ બજારો મોડા ખુલે છે. ઠંડીના કારણે જનજીવન થીજી ગયું છે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળાની મોસમ પુરબહારમાં ખીલી હોય તે પ્રકારે ઠંડીનું જોર વધી રહ્યું છે. કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાઇ રહ્યાં છે. તો બીજી બનાસકાંઠામાં ઠંડીએ રોદ્ર સ્વરૃપ ધારણ કર્યું હોય તે પ્રકારે લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રીએ પહોંચી જતાં નગરજનોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. પાટણમાં 8 ડિગ્રી, સાબરકાંઠામાં 7 ડિગ્રી અમદાવાદમાં 8.6 ડિગ્રી, ગાંધીનગરમાં 5.5 ડિગ્રી, રાજકોટ 9.2 ડિગ્રી ,વડોદરા 10.4 ડિગ્રી સાથે ઠંડુગાર થવા પામ્યું હતું

બુધવારે અચાનક જ રાજ્યભરમાં ઠંડીના પારો સિંગલ ડીઝીટમાં પહોંચી જતાં ઠંડુગાર બની જવા પામ્યું હતું. આ સાથે કાતિલ ઠંડીને અસર જનજીવન ઉપર પણ જોવા મળી હતી તો નગરજનો પણ ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે જરૂર પડે તો જ કામ માટે લોકો બહાર નીકળી રહ્યા છે જો કે શ્રમજીવીઓની હાલત કફોડી બની હતી. બીજી બાજુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં કોલ્ડવેવની અસર યથાવત જોવા મળશે

સમગ્ર રાજ્ય ઠંડીથી ઠુંઠવાયું છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે જેને પગલે શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આખો દિવસ વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે. તો રાત્રીના બજારોમાં ઠેરઠેર લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યાં છે. રાત્રીના બજારો વહેલા સુમસામ બની જાય છે. તો સવારે પણ બજારો મોડી ખુલે છે. ઠંડીના કારણે જનજીવન થીજી ગયું છે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળાની મોસમ પુરબહારમાં ખીલી હોય તે પ્રકારે ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે. જેના પગલે લોકો પણ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે. તો બીજી બનાસકાંઠામાં ઠંડીએ રોદ્ર સ્વરૃપ ધારણ કર્યું હોય તે પ્રકારે લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રીએ પહોંચી જતાં નગરજનોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારે બુધવારે પાટણમાં 8 ડિગ્રી, સાબરકાંઠામાં 7 ડિગ્રી અમદાવાદમાં 8.3 ડિગ્રી, ગાંધીનગરમાં 7 ડિગ્રી, રાજકોટ 9.2 ડિગ્રી ,વડોદરા 10.4 ડિગ્રી સાથે ઠંડુગાર થવા પામ્યું હતું

બુધવારે અચાનક જ રાજ્યભરમાં ઠંડીના પારો સિંગલ ડીઝીટમાં પહોંચી જતાં ઠંડુગાર બની જવા પામ્યું હતું. આ સાથે કાતિલ ઠંડીને અસર જનજીવન ઉપર પણ જોવા મળી હતી તો નગરજનો પણ ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે ઘરમાં જ રહેવાનું મુનાસીફ માન્યુ હતું. પરંતુ શ્રમજીવીઓની હાલત કફોડી બની હતી. બીજી બાજુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં કોલ્ડવેવની અસર યથાવત જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.