શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે શેરડી નું આવી રીતે કરી શકો છો સેવન, બીમારી રહશે દૂર - Jan Avaj News

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે શેરડી નું આવી રીતે કરી શકો છો સેવન, બીમારી રહશે દૂર

શેરડી નો રસ નાના બાળકોથી માંડી મોટેરા સુધી દરેકને ફેવરીટ હોય છે.શેરડીના રસમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશીયમ, આર્યન, વિટામીન B, ફાઈબર, ઝિંક જેવા મિનરલ્સ અને વિટામીન ભરપુર મળી આવે છે.

આયુર્વેદ મુજબ શેરડીનો રસ રેચક અને ક્ષારયુક્ત ગુણધર્મો દર્શાવે છે જેથી ઝાડામાં રાહત,પેટમાં બળતરા અને કબજિયાતથી રાહત આપે છે.
શેરડીનો રસ પીવા કરતાં શેરડી ચાવીને ખાવી વધુ હીતાવહ છે. શેરડી જમ્યા પહેલાં ખાવી જોઈએ, કેમ કે જમવા પહેલાં શેરડી ખાવાથી પીત્તનો નાશ થાય છે, પરંતુ જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ થાય છે.

શેરડી શ્રમહર છે. થાક લાગ્યો હોય તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. તુરંત જ બળ, સ્ફુર્તી એટલે કે તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની ગણતરી થાય છે. રોજ થોડી શેરડી ખાવાથી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, બળ મળે છે, મેદની વૃદ્ધી થાય છે, અને મૈથુનશક્તી વધે છે.

શેરડી ખરાબ શ્વાસ અને દાંતનાં સડા ને રોકવામાં મદદ કરવા માટે એન્ટી બેક્ટેરિયા તરીકે કામ કરે છે.તેમજ, શેરડી ચાવવાથી મોમાં ઉત્તમ પ્રમાણમાં લાળ ઉત્પન્ન થાય છે.આ લાળ શેરડીમાં હાજર કેલ્શિયમ સાથે જોડાય છે,તે દાંતનો સડો દૂર કરે છે અને દાંતને મજબૂત બનાવે છે.

શેરડી શરીરમાં રહેલી વધારાની ચરબીને બહાર કાઢે છે. તેમા રહેલું ફાઈબર શરીરમાં ચરબીને નિયંત્રણ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

શેરડીનો રસ કેન્સર જેવા જીવલેણ રોગોને અટકાવે છે. તે ફ્લેવોનોઇડ્સથી ભરપૂર હોય છે,જે કેન્સર વિરોધી એજન્ટો તરીકે ઓળખાય છે.
શેરડીનો રસ ખીલ દૂર કરવા ફાયદાકારી છે. શેરડીના રસમાં પ્રોટીન સારી માત્રામાં છે. આમાં લીંબુ અને નારિયેળ પાણી મિકસ કરી પીવાથી કિડનીમાં થયેલું સંક્રમણ, યૂરિન ઇંફેકશન અને પથરી જેવી સમસ્યાઓથી આરામ મળે છે.

તમે આ લેખ Jan Avaj News ના માધ્યમ થી વાંચી રહ્યા છો અને જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવશો અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મોકલી પણ શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી બધા વાચકો સુધી પહોચાડી શકીએ અને ફેસબુક ઉપર મુખ્ય સમાચારો, સરકારી યોજના, હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું-આ આર્ટીકલ વાંચવા બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published.