રવિવારે અને સોમવારે અંબાલાલ પટેલ ની આગાહી ભરશિયાળે આ વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ અનેક જગ્યાએ માવઠું ખેડૂતોની ઉંઘ હરામ થઇ - Jan Avaj News

રવિવારે અને સોમવારે અંબાલાલ પટેલ ની આગાહી ભરશિયાળે આ વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ અનેક જગ્યાએ માવઠું ખેડૂતોની ઉંઘ હરામ થઇ

બનાસકાંઠાના અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. રાત્રે હળવા વરસાદી ઝાપટા આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બપોર બાદ વાદળો છવાતા વાતાવરણ પલટયું હતું. ભર શિયાળે વરસાદી માવઠું થતાં રવિ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.તો બીજી તરફ ડીસા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભરશિયાળે ચોમાસા જેવા માહોલથી ખેડૂતોને માથે ચિંતાના વાદળ છવાયા છે.

ગ્લોબલ વોર્મિંગની અસર હવે વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. જેને કારણે ઋતુચક્ર સતત બદલાતું રહ્યું છે. જુલાઈ બાદ શરૂ થતો વરસાદ મોડે સુધી રહે તો ખેડૂતોની મુશ્કેલી વધી જાય છે. તેમાં પણ ચોમાસા બાદ સમયાંતરે થતો કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી દે છે. હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 22 જાન્યુઆરીથી કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે.

જેને પગલે નવસારીના શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે જ કમોસમી માવઠું થાય તો ફળોનો રાજા કહેવાતી કેરીના મોર પણ ખરવા સાથે ફૂગ જન્ય રોગ લાગી શકે છે તેમજ ડાંગરની રોપણીની તૈયારી થઈ છે, જેમાં વરસાદ આવે તો જમીન ભેજવાળી રહેતા વાવણીમાં પણ મુશ્કેલી સર્જાવાની ભીતિ છે. શેરડીના પાકમાં પણ કમોસમી માવઠું નુકસાની સમાન બની શકે એવી ચિંતા ખેડૂતો મને સતાવી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તા. 23ના રોજ એટલે કે, આજે અમદાવાદ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જયારે 22મી તારીખે, શનિવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે. આ સાથે ગુજરાતના દરિયામાં 60 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને તા. 22, 23 જાન્યુઆરીએ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

ઠંડીનું જોર પણ વધશે : 23 જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે. જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે.

ગુજરાતમાં આ વર્ષે ત્રણેય ઋતુઓ ખુબ જ અનિયમિત રહી છે. ચોમાસામાં અતિશય વરસાદ ની સાથે સાથે કમોસમી માવઠાની ઉપાધી.. અને હવે શિયાળામાં ભારે ઠંડીની સાથે કોલ્ડવેવની પરિસ્થિતિ ઉભી થવાનો ડર… હાલ ગુજરાતમાં ઠંડીને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અતિશય ઠંડીના લીધે લોકો ઘરમાં પુરાઈ રેહવા માટે મજબુર બન્યા છે..

ગયા અઠવાડિયા સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડીગ્રી આસપાસ પહોચ્યો હતો. તો આ અઠવાડિયામાં પારો ગગડીને ખુબ જ નીચો આવ્યો છે. અમદાવાદ, નલીયા, ડીસા અને પાટણમાં પણ ઠંડીને ભારે ઝડપ પકડી છે. હાડથીજાવે તેવી ઠંડીની વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી આપી દીધી છે.

ગુજરાતના હવામાન વિભાગે તેમજ જાણીતા હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરતા જણાવ્યું છે કે, 21 અને 22 જાન્યુઆરી કમોસમી વરસાદી માવઠાઓ ત્રાટ.કવાની પૂરે પૂરી શક્યતા રહેલી છે. આ માવઠાઓ ખુબ જ ભારે તબાહી મચાવી દેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

માવઠાઓની આ આગાહી દરમિયાન રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. કારણ કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે દરિયામાં હાલ હરે કરંટ જોવા મળ્યો છે. ખુબ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આવા સમયે માછીમારી કરવાથી જીવને જોખમ રહે છે.. તેથી તેઓને કડક મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

માવઠાની આ ભારે આગાહીને પગલે રાજ્યના ખેડૂતો ખુબ જ ચિંતિત બન્યા છે. ગુજરાતમાં શિયાળાની ઋતુ આવતા જ કુલ ચોથીવાર માવઠુ કહેર મચાવવા જઈ રહ્યુ છે. જે ખુબ મોટા સંકટના ભણકારા રૂપે ગાજી રહ્યા છે. એક પછી એક માવઠા અને વાવાઝોડાને કારણે ખેતરમાં નાના છોકરાની જેમ ઉછેર કરેલો પાક બગડી જવાની શક્યતા રહેલી છે.

આ માવઠાની મોટી અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થવાની શક્યતાઓ રહેલી છે. તેથી આ વિસ્તારના ખેડૂતોને આપતી મેનેજમેન્ટએ લેખિતમાં જાણ કરીને જણાવી દીધું છે કે, APMCમાં તેમજ બીજા ખેડૂતો પણ પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી દે તેવી સૂચના આપી દેવામા આવી છે.

હવામાનમાં નોંધાયેલા અચાનક પલટાને લીધે ગુજરાતના માછીમારો માટે પણ એલર્ટ જાહેર કરાયુ છે. પગલે માછીમારોએ પણ દરિયા કાંઠે પોતાની બોટ લાંગરી દીધી છે. અરબ સાગરના દરિયામાં પવનની ગતિ ખુબ જ વધી જવાની પણ ભીતિ રહેલી છે. શરૂઆતમાં જ 40 થી 50 કિમિ પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 20 અને 21 જાન્યુઆરીના રોજ દરિયો તોફાની બનવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ સાગર ખેડૂઓને કાંઠા વિસ્તાર છોડીને અન્ય સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.