ગુજરાત માં ફેમસ અલ્પા પટેલ લગન જીવન બાદ પહેલી વાર દેખાયા, ખોડિયાર માતાજીના આશીર્વાદ લીધા, જુવો ફોટાઓ
ગુજરાતની ફેમસ સિંગર અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે રંગેચંગે ફેરા ફર્યાં હતા. અલ્પા પટેલના આ લગ્ન પોતાના ગામ નાના મુંજીયાસરમાં યોજાયા હતા. મહેંદીથી લઈને રિસેપ્શન એમ ત્રણ દિવસ સુધી લગ્નનો જલ્સો ચાલ્યો હતો, જેમાં ગુજરાતની અનેક મોટી સેલિબ્રીટીઓ ઉપસ્થિત રહી હતી. લગ્ન બાદ અલ્પા પટેલ પોતાના પતિ સાથે ખોડિયાર માતાજીના દર્શને ગઈ હતી. જેની તસવીરો સોશિયલ મીડયામાં વાયરલ થઈ છે.
લગ્ન બાદ ગુજરાતના જાણીતા સિંગર અલ્પા પટેલ પોતાના પતિ સાથે ખોડિયાર માતાજીના દર્શને પહોંચ્યા હતાં. જેની તસવીરો અલ્પા પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં અલ્પાબેન અને તેમના પતિ ઉદય ગજેરાના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. અલ્પા પટેલ અને ઉદય ગજેરા નિકોલના ખોડિયાર માતાજીના મંદિર પહોંચ્યા હતા.
અલ્પા પટેલના મંગેતર ઉદય ગજેરા સાથે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુજિયાસર ગામે વાજતે ગાજતે લગ્ન યોજાયા હતા. વરરાજા જેવા ઘોડા પર બેસીને આવ્યા તો દુલ્હન અલ્પા પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. કપલે આ તકે ફોટો પણ પડાવ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!