અંબાલાલ પટેલે કરી મોટી આગાહી આગામી દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મધ્યમ-ભારે વરસાદની શકયતા સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આ વિસ્તારમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ - Jan Avaj News

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી આગામી દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મધ્યમ-ભારે વરસાદની શકયતા સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આ વિસ્તારમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જને પર્યાવરણ પર તેની અસર વિશે ચેતવણી આપી રહ્યા છે. દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે.

આ પરિસ્થિતિને કારણે ભારતના દરિયા કિનારાના બંગાળ ખાડી અને દક્ષિણ મહાસાગર માં કેટલીક સામાન્ય ગતિવિધિ જોવા મળી રહી છે.સપ્ટેમ્બરથી નેઋત્ય ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે. તેમ જ નવેમ્બર સુધી સામાન્ય કરતા વધુ વરસાદ થવાની પણ શક્યતા છે, એમ ભારતીય હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું છે. હવામાન ખાતાના ક્લાઈમેટ રિસર્ચ અને સર્વિસીસના હેડ ડી.એસ. પઈએ કહ્યું કે, છેલ્લા ૧૦-૧૧ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતો હોય છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન વરસાદ સારો પડશે. સારા દિવસો આવી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહેવાલો મુજબ આ નવો અભ્યાસ દરિયાકિનારે અને તેની આસપાસમાં રહેતા લોકો માટે ચિંતા વ્યક્ત કરી શકે છે.ખરીફ વાવણી વિષયક એક વેબિનારમાં તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ સામાન્ય રહેવાની અપેક્ષા છે, જ્યારે બીજા અઠવાડિયાથી દેશના મધ્ય અને વાયવ્ય નજીક તેમ જ ઉત્તરના રાજ્યોમાં વરસાદ સામાન્ય કરતા વધુ રહેશે. પૂર્વ અને ઈશાન ભારતના રાજ્યોમાં પણ સામાન્ય વરસાદ પડશે, જ્યારે ભારતના મોટા ભાગના દ્વિકલ્પમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે.

આ વિસ્તારોમાં પહેલેથી જ અનેક વિચાર થતી હોય છે આ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણું નુકસાન થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વાવાઝોડા સાથે ભારે પવન ની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.હવામાન ખાતા દ્વારા ર૭ ઓગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. નૈત્રક્ત્ય ચોમાસુંએ ઓગસ્ટના પહેલા પખવાડિયામાં વિરામ લીધો હતો. આ પહેલા જૂ નના અંતથી જુલાઈની શરૂઆતમાં પણ ચોમાસાએ વિશ્રામ લીધો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નહિવત વાવાઝોડાની અસરો પણ વ્યક્ત કરવામાં આવી છે. અને પવનના સૂસવાટા સાથે કમોસમી માવઠા ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સષ્ટેમ્બરથી નવેમ્બરમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે, એમ પઈએ કહ્યું હતું. જોકે, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે. કેરળ, કર્ણાટક, તેલંગણ, આંધ્ર પ્રદેશ અને ઉત્તરના અમુક ભાગમાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે.

મધ્ય બંગાળની ખાડીના વિસ્તારોમાં વાહનો દ્વારા ઉચ્ચ પવન નું સામનો કરવો પડશે દક્ષિણ હિંદ મહાસાગરમાં કેટલીક અસામાન્ય ગતિવિધિ જોવા મળશે.હવામાન ખાતાથી સૂ ચિત આગાહી એક સારા સમાચાર છે કારણ કે અત્યારસુધીમાં વરસાદની ૧૦ ટકા ખાધ થઈ છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં ખરીફ વાવણી વાર્ષિક ધોરણે ૧.૮૭ ટકા ઓછી થઈ છે. ચોમાસું સારું રહેશે તો તુવેરના પાકને ફાયદો થશે જેની લણણી ડિસેમ્બરમાં થતી હોય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણમાં દિવસેને દિવસે ફરતો જોવા મળી રહ્યો છે, સાથે જ કમોસમી વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.હવામાન ખાતાની આ સકારાત્મક આગાહીથી રવિ પાકને પણ લાભ મળશે, જેની વાવણી ઓક્ટોબરથી શરૂ થતી હોય છે. છેલ્લા ૧૦-૧૧ વર્ષમાં સપ્ટેમ્બર-નવેમ્બર દરમિયાન વરસાદ સારો રહેતા રવિ પાકનું ઉત્પાદન સારું રહ્યું છે.

વર્ષ ર૦૦૮-૦૯૫ાકસીઝન (જુલાઈથી જૂન) સુધી રવિ પાક કરતા ખરીફ પાકનું ઉત્પાદન વધુ થતું હતું. ત્યારબાદ ૨૦૧૬-૧૭ સુધી ક્યારે રવિ તો ક્યારેક ખરીફ પાકનું ઉત્પાદન વધુ થતું હતું. જોકે, ૨૦૧૭-૧૮થી રવિ પાકનું ઉત્પાદન ખરીફ પાકની સરખામણીએ વધુ થયું છે.

ગયા વર્ષે આ ફરક એક કરોડ ટનનો હતો. ગયા વર્ષે અનાજનું એકંદર ઉત્પાદન ૩૦.૮૬ કરોડ ટન થયું હતું. રવિ પાકની વાવણી પહેલા માટીમાં ભેજ હોવો જરૂરી છે, તેથી હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ સારો રહેશે તો ખેડૂતો વાવણી શરૂ કરી શકશે.સામાન્ય વરસાદ રહે તો દેશમાં ખરીફ અને રવિ પાક સારા થાય છે, કૃષિ ઉત્પાદન વધતા ગ્રામીણ અર્થતંત્રમાં સુધારો થાય છે જેથી દેશના એકંદર અર્થતંત્રનો વિકાસ થાય છે.

દેશમાં ફરી ચોમાસુ સક્રીય થવાના સંકેતો વચ્ચે અનેક ભાગોમાં વરસાદની આગાહી છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ નોંધપાત્ર કે સારા વરસાદની શકયતા ઓછી જ છે. આવતા એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ઉતર ગુજરાતના માત્ર ૩૦ ટકા ભાગોમાં જ છુટોછવાયો હળવો-મધ્યમ વરસાદ થાય તેમ છે. બાકીમાં ઝાપટા વરસી શકે તેમ હોવાની આગાહી જાણીતા એનાલીસ્ટ અશોકભાઈ પટેલ વેધર એ કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ-ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી સારો કે સાર્વત્રિક વરસાદ નથી. સમગ્ર દેશમાં વરસાદની ૯ ટકાની ખાધ છે. ગુજરાત ઉપરાંત ઓડીશા, કેરળ, કાશ્મીર, લદાખ, પંજાબ તથા પુર્વોતર રાજયોમાં વરસાદની ખાધ છે. સૌથી વધુ ૫૦ ટકા ખાધ સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાઈ છે જયારે સમગ્ર ગુજરાત રીજીયનમાં વરસાદની ખાધ ૪૮ ટકા છે.

તેઓએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં લો-પ્રેસર સિસ્ટમ ઉદભવી છે તે ઓડિશા તથા આંધ્રપ્રદેશના દરીયાકિનારાની નજીક છે તેને આનુશાંગીક અપર એર સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિલોમીટરના લેવલે ફેલાયેલું છે અને વધતી ઊંચાઈએ તે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે.

આ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ જવાની શકયતા છે. ચોમાસુ ધરી હિમાલય તળેટીમાં હતી તે હવે નવી સીસ્ટમના પ્રભાવ હેઠળ પુર્વ છેડો ઉતરપ્રદેશયી લોપ્રેસર થઈને મધ્યપુર્વીય ખંભાતની ખાડી સુધી લંબાઈ છે. પશ્ચિમી છેડો ફરી દક્ષિણા તરફ આવશે.

એક વેર્સ્ટન ડિસ્ટબન્સ ૬૭ ડીગ્રી ઈસ્ટ તથા ૨૮ ડીગ્રી નોર્થ પર છે અને ૫.૮ કીમીના લેવલનું ટ્રફ છે. તા.૧૭ થી ૨૩ ઓગસ્ટ સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે દક્ષિણ તથા મધ્ય ગુજરાતના ભાગોમાં થોડા વધુ વિસ્તારોમાં અમુક અમુક દિવસોએ હળવો, મધ્યમ, ભારે વરસાદની શકયતા છે. આ સમયગાળા દરમ્યાન ૨૫મીમી થી ૭૫મીમી (૧ થી ૩ ઈંચ) વરસાદ થઈ શકે છે. વધુ વરસાદવાળા અમુક સેન્ટરોમાં વરસાદની માત્રા ૧૦૦ મીમીથી વધી શકે છે.

સોરાષ્ટ્ર, કચ્છ તથા ઉતર ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી માત્રા મામુલી રહેશે. માત્ર 3૦ ટકા વિસ્તારોમાં એકલદોકલ છુટોછવાયો, હળવો, મધ્યમ વરસાદ થવાની શકયતા છે.

વરસાદની માત્રા ૧૫ મીમીથી ૩૫ મીમી રહી શકે છે. બાકીના ૭૦ ટકા વિસ્તારોમાં ૧૫ મીમી સુધીનો વરસાદ થઈ શકે છે. અશોક પટેલ ના સમાચાર મુજબ જો કે એવી ચોખવટ કરી હતી કે વિવિધ આગાહી મોડેલમાં ઘણો તફાવત તથા મતમતાંતર છે. આવા સંજોગોમાં પરિણામમાં ફેરફાર થઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.