ગુરુવારે થી અંબાલાલ પટેલ ની આગાહી, આકરા સંકેત દિવસે તાપથી શેકાશે અને રાત્રે થથરશે, ગુજરાત માં શું કરી મોટી આગાહી - Jan Avaj News

ગુરુવારે થી અંબાલાલ પટેલ ની આગાહી, આકરા સંકેત દિવસે તાપથી શેકાશે અને રાત્રે થથરશે, ગુજરાત માં શું કરી મોટી આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે.

રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે.આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. 9 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલી વધઘટ વચ્ચે વધુ એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે તાપમાનના ગણતરીના કલાકોમાં 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હજુ 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થોડા દિવસો રાહત આપ્યા બાદ રાજ્યમાં ફરીથી છેલ્લા 3 દિવસથી ઠંડીની શરૂઆત થઈ રહી છે. જે અંતર્ગત આગામી 48 કલાક સુધી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. રાજ્યના નાગરિકોને હવે 2 દિવસ બાદ જ ઠંડીથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી રહેશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. હાલ અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે.

9ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે. ફરી એકવાર થથરાવી દે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી વધશે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમી વધવાની શક્યતા છે. જોકે રાત્રીના સમયે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે એટલે કે હવે રાજ્યના લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડશે જેમા બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે.

બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે રાજ્યમાં રાતે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. પાટનગર ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોનો પારો પણ ગગડ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદનું તાપમાન 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે બપોરના સમયે અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું. જેથી આજથી અમદાવાદમાં એવી શક્યાતા છે કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયેલો જોવા મળી શકે છે. જેથી ગરમી પણ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, તાપમાનમાં થઈ રહેલા સતત ઉતાર-ચઢાવના કારણે વાઈરસ ઈન્ફેક્શન સહિતના રોગોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એમાં પણ ખાસ કરીને સૌથી વધુ બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.