આગામી 24 કલાક અંબાલાલ પટેલે ભારે પવન સાથે કમોસમી વરસાદની કરી આગાહી, દેશના અનેક ભાગોમાં પડશે વરસાદ - Jan Avaj News

આગામી 24 કલાક અંબાલાલ પટેલે ભારે પવન સાથે કમોસમી વરસાદની કરી આગાહી, દેશના અનેક ભાગોમાં પડશે વરસાદ

અમદાવાદ અને ગાંધીનગરમાં કડકડતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી માવઠુ આગામી બે થી ત્રણ દિવસ મારે હશે. તાપમાન 10 ડિગ્રી નીચે જોવા મળવાની શક્યતા પણ મળી રહી છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન પણ 10 ડિગ્રી સેલ્સિયસ નીચે જોવા મળી રહ્યું છે.

તેમાં પંચમહાલ ના કેટલા વિસ્તારોમાં ઠંડી પડશે. ઉત્તર સૌરાષ્ટ્ર જામનગર અને કચ્છના ભાગોમાં ભારે ઠંડી પડશે. તેઓ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે.

સુરત અને વલસાડમાં પણ ઠંડીની અસર જોવા મળશે. અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી માવઠું રહેશે.

ઉત્તર ગુજરાત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સિદ્ધપુરના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી આસપાસ જોવા મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી કમોસમી માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને ત્યારબાદ થોડા દિવસ ભારે પવન ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

દેશના કેટલાક રાજ્યોમાં આગામી 48 કલાકમાં હવામાન ફરી વણસી શકે છે. કેટલાક ભાગોમાં વરસાદ પડશે અને કેટલીક જગ્યાએ ઠંડી પડશે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે 2 ફેબ્રુઆરીથી શિયાળાના વરસાદનો સમય ફરી શરૂ થશે. જે 4-5 ફેબ્રુઆરી સુધી ચાલુ રહી શકે છે.

બુધવારથી શુક્રવાર સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 2 અને 3 ફેબ્રુઆરીએ અને ઉત્તરાખંડમાં 3 અને 4 ફેબ્રુઆરીએ કરા પડવાની શક્યતા છે. 3 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

પંજાબ-હરિયાણા અને યુપીના ઉત્તરીય ભાગોમાં તીવ્ર ઠંડી સાથે વરસાદની સંભાવના છે. યુપી, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર યુપીમાં આગામી 48 કલાકમાં ઠંડી વધી શકે છે.

કાશ્મીરમાં બરફ પડી શકે છે : કાશ્મીરમાં કેટલીક જગ્યાએ વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. બુધવારથી આગામી ત્રણ દિવસ સુધી વ્યાપક વરસાદ અથવા બરફ પડી શકે છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે આગલી રાત કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ છે.

અહીં પારો વધશે : હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. પૂર્વ ભારતમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

આ પહેલા સોમવારે હવામાન વિભાગે માસિક આગાહીમાં કહ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય તાપમાનથી નીચે રહેવાની ધારણા છે. પંજાબ અને હરિયાણામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.