આગામી 2 દિવસ ને લઈને અંબાલાલ પટેલ મોટી આગાહી, રવિવારે અને સોમવારે આ જિલ્લા માં વરસાદ અને ઠંડી ની આગાહી, સ્વેટર અને ધાબળા ઓઢવા તૈયાર રહો, આજથી ગુજરાતમાં પડશે ઠંડી સાથે… - Jan Avaj News

આગામી 2 દિવસ ને લઈને અંબાલાલ પટેલ મોટી આગાહી, રવિવારે અને સોમવારે આ જિલ્લા માં વરસાદ અને ઠંડી ની આગાહી, સ્વેટર અને ધાબળા ઓઢવા તૈયાર રહો, આજથી ગુજરાતમાં પડશે ઠંડી સાથે…

આજના સમયમાં ગુજરાતની અંદર ઠંડી દિવસેને દિવસે ઓછી થતી જાય છે. એવામાં ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતના જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે કે જેમાં, કમોસમી વરસાદ વરસી ગયા

પછી ગુજરાતની અંદર ફરી એક વખત ઠંડીનું મોજુ ફરી વળશે.વામાન વિભાગે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. જો કે છેલ્લા 24 કલાકમાં ઠંડીમાં સામાન્ય વધારો થયો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં કડકડતી ઠંડી વધી શકે છે.કેમ આમ ગુજરાતની અંદર હવામાનમાં ભારે પલટો આવી શકે તેવા અણસાર દેખાઇ રહ્યા છે.

22 તારીખની આસપાસ હવામાન ની અંદર ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત 27 તારીખે લઈને બે માર્ચ સુધી કમોસમી વરસાદની આશંકાઓ સેવાઈ રહી છે. આગાહી ના સમાચાર મળતાં ખેડૂતો મિત્રો તેમજ ફરી એક વખત ચિંતામાં મુકાઈ ગયા છે.

ઉત્તર-પૂર્વથી ઠંડા પવનો ફૂંકાશે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર-પૂર્વ દિશામાંથી ઠંડા પવનો આવવાની શક્યતા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત વાદળછાયા વાતાવરણને કારણે, માવઠા વરસવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનાની અંદર, પશ્ચિમી વિક્ષેપો ની અસર ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. ફેબ્રુઆરી મહિનાની અંદર 10 તારીખે લઈને 19 તારીખ સુધી કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધશે તમને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો નિશ્ચિત છે. જેની અસર 2 દિવસ સુધી રહેશે જેના કારણે વાતાવરણમાં ઠંડક રહેશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં પણ 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે.

ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ ઠંડુ હવામાન જોવા મળી શકે છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, અત્યારના સમયમાં વાતાવરણ ખૂબ જ નિયમિત હોવાને કારણે સવારમાં ધુમ્મસ તેમજ, જાપાન નું પ્રમાણ પણ વધી ગયું છે જેને કારણે વાહન ચાલકોને પણ ગાડી ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.

આ શિયાળામાં પાંચમી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આ સતત પાંચમો શિયાળો છે. જેના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. આજની વાત કરીએ તો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે.

આ સાથે જ આજે અમદાવાદમાં પણ ઠંડીની ઝલક જોવા મળી હતી, જેમાં આજે અમદાવાદનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું.ગઈકાલે ધુમ્મસના કારણે મોટા અકસ્માતો પણ સર્જાયા છે. પટેલે પોતાની આગાહીમાં વધુમાં જણાવ્યું હતું કે, 10 ફેબ્રુઆરી થી વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે.

આ ઉપરાંત, અત્યારના સમયમાં વાદળ ની અંદર વાતાવરણ પર ઠંડુ બની ચૂક્યું છે. જેના કારણે થોડા દિવસોની અંદર ફરી એક વખત ઠંડી ઉચકાશે તેવું અનુમાન લગાવ્યું છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પંચમહાલ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ તેમજ અમદાવાદ ની અંદર ભારે ભારે ઠંડી પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર સુરત ભરૂચ નવસારી વલસાડ અમુક જીલ્લાની અંદર ઠંડી ખૂબ જ ઓછી વર્તાય શકે છે..

Leave a Reply

Your email address will not be published.