અંબાલાલ પટેલે કરી ભારે થી અતિ ભારે આગાહી, ખેડૂતો મિત્રો માટે ચિંતાનો વિષય, આ વિસ્તારો માટે એલર્ટ જારી, જાણો વિગતે - Jan Avaj News

અંબાલાલ પટેલે કરી ભારે થી અતિ ભારે આગાહી, ખેડૂતો મિત્રો માટે ચિંતાનો વિષય, આ વિસ્તારો માટે એલર્ટ જારી, જાણો વિગતે

અત્યારે રાજ્યમાં ભારે ઠંડીનો કહેર અનુભવાઈ રહ્યો છે. ખુબ જ ઠંડીના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા પર મજબુર બની ગયા છે. કચ્છમાં ૩ ડીગ્રી, અમદાવાદમાં ૯ ડીગ્રી અને ગાંધીનગરમાં ૮ ડીગ્રીના તાપમાન સાથે ઠંડીએ ફરી એકવાર માથું ઉચક્યું છે. માવઠાઓ પડ્યા બાદ હાલ વાતાવરણમાં વાદળો થોડા થોડા છુટા પડી રહ્યા છે.

જેના પગલે ઠંડી ખૂબ જ ફાટી નીકળી છે. અતિશય વધતી ઠંડીની સાથે સાથે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી આપી દીધી છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતા જ વરસાદી માવઠાઓ પોતાનો કહેર મચાવવા માટે ફરી એકવાર પહોચી જવાના છે. આ વખતે તોફાની માવઠાની સાથે સાથે બરફના કરા પણ ખરશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલે આગાહીના સમાચાર આપતા જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વધુ વરસાદ પડવાના કારણે પાકને નુકસાન ન થાય એટલા માટે ખેડૂતો પાકને આગાહી પહેલા જ સુરક્ષિત જગ્યાએ પહોચાડી દે તેમ જણાવી દેવામાં આવ્યું છે. ૧ ફેબ્રુઆરી થી લઈને ૫ ફેબ્રુઆરી સુધી આ માવઠાઓ ગુજરાતના લગભગ વિસ્તારને ધમરોળી મુકશે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ગુજરાતની ધરતી પર આ ૫મી વખત મોટી આફત આવવા જઈ રહી છે. અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે આ આગાહીને પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જીલ્લામાં કમોસમી વરસાદ પડશે. ઠંડા પવનની સાથે સાથે બરફના કરા પડવાની પણ પૂરે પૂરી શક્યતા છે તેવું કહેવામાં આવ્યું છે.

દક્ષીણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાશે તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ખુબ ઊંચા મોજા ઉછળવા લાગશે. દરિયામાં ભારે કરંટ પણ જોવા મળશે. ૧ ફેબ્રુઆરી થી લઈને ૫ ફેબ્રુઆરી સુધી વાતાવરણ એકદમ ઠંડુગાર બની જશે પરિણામે ઠંડીનો માહોલ પણ ખુબ જ વધી જશે. આ આગાહી મળતા જ સૌ કોઈ લોકો ખુબ જ ચિંતામાં મુકાઈ ગયા છે.

પવનની ગતિ ૮૦ થી ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતી હશે. તેમજ માછીમારોને પણ દરિયા ન ખેડે તેવી સુચના આપી દેવામાં આવશે. જો કમોસમી વરસાદ પડશે તો રવી પાકમાં ખુબ જ મોટા પાયે નુકસાન થવાની બીક રહેલી છે. કારણ કે વરસાદને કારણે પાકમાં સડો બેસવાની મોટી બીક રહેલી છે.

જયારે બીજી બાજુ રાજસ્થાનના આબુમાં સતત ૫ દિવસથી માઈન્સમાં તાપમાન નોંધાઈ રહ્યું છે. આબુનું નકી લેક આખું બરફથી જામી ગયેલ છે. તેમજ ઉત્તર ભારતના ભાગોમાં પણ ખુબ જ બરફ વર્ષાને કારણે સમગ્ર ભારતમાં ખુબ જ ઠંડા પવનો લહેરાવા લાગ્યા છે. જેના પગલે લોકો ઠંડીથી ખુબ જ ઠુંઠવાઈ રહ્યા છે.

છેલ્લા બે અઠવાડિયાથી સમગ્ર ઉત્તર ભારત ઠંડીની લહેર હેઠળ છે. આ સિવાય મધ્ય અને પશ્ચિમ ભારતમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થયો છે. પરંતુ હવે હવામાન વિભાગ (IMD)એ સારા સમાચાર આપ્યા છે. આજે એટલે કે રવિવારથી લોકોને ઠંડીથી રાહત મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખતરનાક કોલ્ડવેવનો સમયગાળો આજથી સમાપ્ત થઈ શકે છે. જેથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના લોકોને ઠંડીથી રાહત મળશે. પરંતુ કમોસમી વરસાદ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારના લોકોને પરેશાન કરી શકે છે. IMD એ 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન દેશના આ ભાગોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

IMD એ તેના નવીનતમ બુલેટિનમાં કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી બે દિવસમાં તાપમાન 3-4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે પૂર્વ ભારતમાં હાલ તાપમાનમાં બહુ ફેરફાર જોવા મળશે નહીં. પંજાબ, પૂર્વ રાજસ્થાન અને અહીંના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ ચાલુ રહેશે. પરંતુ આગામી 24 કલાક બાદ લોકોને થોડી રાહત મળે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ સુધરશે.

એક ખાનગી હવામાન વિભાગ અનુસાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત દેશના પૂર્વ ભાગોમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 3 ફેબ્રુઆરીથી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને 5 ફેબ્રુઆરી સુધી ચાલુ રહી શકે છે.

એટલું જ નહીં, 4 ફેબ્રુઆરીએ ગંગાના પશ્ચિમ બંગાળ, પૂર્વ ઝારખંડના કેટલાક ભાગો અને ઉત્તર ઓડિશામાં ભારે વરસાદ થઈ શકે છે. 9 અને 11 જાન્યુઆરી દરમિયાન અને ફરીથી 21 થી 24 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ થયો છે. પૂર્વ ભારતમાં કમોસમી વરસાદનો આ ત્રીજો રાઉન્ડ હશે.

કાશ્મીરમાં અત્યારે કોઈ રાહત નથી: કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં સુધારો થતાં ઠંડીથી થોડી રાહત મળી છે. તે જ સમયે, હવામાન વિભાગે સોમવારે કેટલીક જગ્યાએ વરસાદ/બરફ પડવાની આગાહી કરી છે.

જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં માઈનસ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આગલી રાત્રે માઈનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ હતું. ઉત્તર કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં માઈનસ 7.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published.