અંબાલાલે કરી કાળઝાળ ગરમીની ભયંકર આગાહી, જાણો કેવું રહશે આવતું સોમચું ખેડૂતો માટે, આ વિસ્તારમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠા ની શક્યતા - Jan Avaj News

અંબાલાલે કરી કાળઝાળ ગરમીની ભયંકર આગાહી, જાણો કેવું રહશે આવતું સોમચું ખેડૂતો માટે, આ વિસ્તારમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠા ની શક્યતા

હવે દેશમાં ધીરે ધીરે ઠંડી ઓછી થવા લાગી છે અને ઉત્તરભારતમાં હવામાન પાછું એકવાર ફરી બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ભારે પવન સાથે પૂર્વ બંગાળ ની ખાડી અને હનુમાન સાગર એક પણ ના ચાલી રહ્યો છે. જેનાથી દેશના 15 જેટલા રાજ્યમાં ફરી એકવાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અંદમાન અને નિકોબાર માં વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે આવનારા 24 કલાકમાં અરુણાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની તેમજ બરફ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.આ સિવાય પણ હિમાલયમાં હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ તેમજ સિક્કીમમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં 22 ફેબ્રુઆરીથી બે દિવસ સુધી હવાનું જોર વધુ રહેશે. તેવું જણાવવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે વધુ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી બાજુ એટલેકે દેહરાદૂનમાં પણ ઓછામાં ઓછુ તાપમાન ડિગ્રી સુધી પહોંચી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ત્યાં વધુમાં વધુ 23 ડિગ્રી તાપમાન અને ઓછામાં ઓછું 14 ડિગ્રી તાપમાન સુધીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કે કાશ્મીરના ઘણા બધા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાંથી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે તડકો પડી રહ્યો છે. જોકે, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક પ્રાંતમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમીના કારણે ધીમે ધીમે પંખા શરૂ થવા લાગ્યા છે. અમદાવાદમાં તો બપોરના સમયે અત્યારથી આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. જોકે, આ તાપ હાલ અસહ્ય બન્યો નથી. પણ બહાર નીકળતા જ પરસેવો જરૂર વળે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ટાઢોળું અનુભવાય છે. છેલ્લા બે દિવસથી ભારે ધુમ્મસ પણ જોવા મળ્યું હતું.

રાજ્યમાં મિશ્ર હવામાન વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી ગરમી શરૂ થશે. પારો 35થી 40 ડિગ્રીને પાર કરી જશે. ગુરૂવારથી આવનારા 48 કલાકમાં બાદ ધીમે ધીમે ગરમમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ પડ્યો હોય એવી પણ ઘટના બની છે. તો હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેની અસર છેક રાજસ્થાન સુધી થઈ રહી છે. અરબી સમુદ્ર પરના ભેજવાળા પવનોની અસર ગુજરાતના દરિયાકિનારાના ભાગ પર થાય એવી પૂરી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર પ્રાંતમાં કમોસમી વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે. અંબાલાલ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનના ભાગમાં ભારે પવન ફૂંકાય એવા એંધાણ છે. ધૂળની ડમરી ઉડશે. માર્ચ મહિનાથી સખત ગરમી પડવાનું શરૂ થશે. રાજ્યમાં અત્યારે અમદાવાદ સહિત પાંચ શહેરનું તાપમાન 30 ડિગ્રીથી ઉપર નોંધાયું છે.

જોકે, સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ધુમ્મસ જોવા મળે છે. વાતાવરણમાં ભેજને કારણે કાચથી લઈને રસ્તા ભીના જોવા મળ્યા છે. સવારના સમયે સ્વેટર શાલ કે ટોપી પહેરવી પડે એવી સ્થિતિ હાલ સૌરાષ્ટ્ર પંથકમાં છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદથી લઈને મહેસાણા સુધી વાતાવરણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે. જોકે, આવનારા દિવસોમાં પવનની દિશા પલટાતા ગરમીનો અહેસાસ થશે. પાડોશી રાજ્ય રાજસ્થાન પરથી વહેતા થયેલા પવનો ગુજરાતના સરહદી વિસ્તારનું પણ તાપમાન વધારશે. જોકે, હાલમાં મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. જોકે, ઠંડીથી આંશિક રાહત થતા લોકોને થોડા સમય માટે ગરમ કપડાંમાંથી મુક્ત મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.