અંબાલાલ પટેલે કરી અતિભારે ઠંડી ની આગાહી, આ તારીખથી ઠંડી સુસવાટા બોલાવી દેશે અને આ તારીખે આવશે વરસાદ - Jan Avaj News

અંબાલાલ પટેલે કરી અતિભારે ઠંડી ની આગાહી, આ તારીખથી ઠંડી સુસવાટા બોલાવી દેશે અને આ તારીખે આવશે વરસાદ

આજના સમયમાં ગુજરાતની અંદર ઠંડી દિવસેને દિવસે ઓછી થતી જાય છે. એવામાં ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતના જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે કે જેમાં, કમોસમી વરસાદ વરસી ગયા પછી ગુજરાતની અંદર ફરી એક વખત ઠંડીનું મોજુ ફરી વળશે.

આ ઉપરાંત ઉત્તર ભારત માં મોટા તોફાની માવઠા તેમજ બરફ વર્ષા થઇ છે. જેને કારણે ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા કમોસમી વરસાદ અને તોફાની પવન ફુગાવાની મોટી આશંકાઓ સેવાઈ રહી છે. ગુજરાતની અંદર હાર્ડ થીજાવતી ઠંડી પડી શકે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગુજરાતની અંદર નલિયા અમદાવાદ કડી થરાદ ડીસા ગાંધીનગર પાલનપુર પાટણ વગેરે જિલ્લાઓમાં અતિશય ઠંડી પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત, અત્યારના સમયમાં વાદળ ની અંદર વાતાવરણ પર ઠંડુ બની ચૂક્યું છે. જેના કારણે થોડા દિવસોની અંદર ફરી એક વખત ઠંડી ઉચકાશે તેવું અનુમાન લગાવ્યું છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પંચમહાલ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ તેમજ અમદાવાદ ની અંદર ભારે ભારે ઠંડી પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર સુરત ભરૂચ નવસારી વલસાડ અમુક જીલ્લાની અંદર ઠંડી ખૂબ જ ઓછી વર્તાય શકે છે..

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, અત્યારના સમયમાં વાતાવરણ ખૂબ જ નિયમિત હોવાને કારણે સવારમાં ધુમ્મસ તેમજ, જાપાન નું પ્રમાણ પણ વધી ગયું છે જેને કારણે વાહન ચાલકોને પણ ગાડી ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ગઈકાલે ધુમ્મસના કારણે મોટા અકસ્માતો પણ સર્જાયા છે. પટેલે પોતાની આગાહીમાં વધુમાં જણાવ્યું હતું કે, 10 ફેબ્રુઆરી થી વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે.

આ ઉપરાંત વાદળછાયા વાતાવરણને કારણે, માવઠા વરસવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનાની અંદર, પશ્ચિમી વિક્ષેપો ની અસર ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. ફેબ્રુઆરી મહિનાની અંદર 10 તારીખે લઈને 19 તારીખ સુધી કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

કેમ આમ ગુજરાતની અંદર હવામાનમાં ભારે પલટો આવી શકે તેવા અણસાર દેખાઇ રહ્યા છે. 22 તારીખની આસપાસ હવામાન ની અંદર ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત 27 તારીખે લઈને બે માર્ચ સુધી કમોસમી વરસાદની આશંકાઓ સેવાઈ રહી છે. આગાહી ના સમાચાર મળતાં ખેડૂતો મિત્રો તેમજ ફરી એક વખત ચિંતામાં મુકાઈ ગયા છે.

છેલ્લા 3 થી 4 દિવસમાં ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લિઘો છે. જોકે હજું ફેબ્રુઆરી મહિનો આખો બાકી છે. જેથી ઠંડી પડવાની પૂરી સંભવના છે ત્યારે આવા સમયે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં જેમા હવામાન વિભાગના કહેવા પ્રમાણે અગામી દિવસોમાં ઠંડી વધવાની છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ફરીથી ઠંડીનું પ્રમાણ વધવાની પુરી શક્યતા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી વધવાની શક્યતાઓ વધી ગઈ છે. જેથી આગામી દિવસોમાં ઠંડી વધવાની પૂરી શક્યતાઓ છે.

રાજ્યમાં 6 ફેબ્રુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેથી આગામી બે દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આગામી બે દિવસ સુધી દરિયામાં કાંઠે પણ પવન તેજ રહેવાની પૂરી શક્યતાઓ છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીઓએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડીનું પ્રમાણ વધવાનું છે. જેમા બે દિવસ બાદ 3 થી 4 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. છેલ્લા 3 થી 4 દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસમાં 3 થી 4 ડિગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે.

ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની અનુભૂતિ થઈ રહી છે અને રાજ્યના સરેરાશ લઘુતમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. ઉત્તર ભારતમાં ઉચ્ચ પર્વતીય ક્ષેત્રમાં થઈ રહેલી હિમવર્ષાએ ગુજરાતમાં પણ અસર દેખાડી છે.

રાજ્યમાં ગાંધીનગર સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. 8.7 ડિગ્રી સાથે ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું જ્યારે તેના પછીના ક્રમે નલિયામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 10.5 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, વડોદરામાં 12.6 ડિગ્રી, ભાવનગરમાં 13.6 ડિગ્રી, દીવમાં 10.0, જામનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ગિરનાર પર્વત પર સૌથી ઓછું 6.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

6 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાશેવેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવેલી છે. આગામી 6 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેમાં દરિયા કિનારે તેજ પવન ફુંકાવાની શક્યતા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.