ધારાએ હોસ્પિટલ માં દાખલ હતી ત્યારે જયદીપ વિશે કરેલા ખુલાસા આવ્યા સામે, વીડિયો કોલ કરી કરતો હેરાન, બીજું કહ્યું કે …. - Jan Avaj News

ધારાએ હોસ્પિટલ માં દાખલ હતી ત્યારે જયદીપ વિશે કરેલા ખુલાસા આવ્યા સામે, વીડિયો કોલ કરી કરતો હેરાન, બીજું કહ્યું કે ….

ગુજરાત માં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થા કથળતી જાય છે ફરી એકવાર સુરતમાં નવી ઘટના સામે આવી છે લોકો દ્વારા અનેક સવાલો ઉભો થઇ રહ્યા છે. સુરતમાં પ્રેમપ્રકરણમાં વધુ એક યુવતીનો ભોગ લેવાયો છે. હજુ ગ્રીષ્માની હત્યાની સાહી સુકાઇ નથી, ત્યાં હવે વધુ એક યુવતીએ એક તરફી પ્રેમીથી કંટાળીને પોતાની જાત જલાવીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે.

સુરતમાં પ્રેમપ્રકરણમાં વધુ એક યુવતીનો ભોગ લેવાયો છે. હજુ ગ્રીષ્માની હત્યાની સાહી સુકાઇ નથી, ત્યાં હવે વધુ એક યુવતીએ એક તરફી પ્રેમીથી કંટાળીને પોતાની જાત જલાવીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. પાસોદરા વિસ્તારમાં પરણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. એક તરફી પ્રેમમાં અંધ બનેલ યુવક પરણીતાને હેરાન પરેશાન કરતો હતો. સતત હેરાનગતિ કરતા પરિણીતાએ આત્મહત્યા કરી છે. વધુ એક ઘટના બનતા પોલીસ કામગીરી સામે ઊભા થયા પ્રશ્નાર્થ. સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારનાર પરિણીતાએ પોતાની આપવીતી જણાવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, સુધા રાદડિયા નામની પરણીતાને તેના જ ગામનો જયદીપ સરવૈયા ફોન કરીને પરેશાન કરતો હતો. તેમજ એક તરફી પ્રેમમાં તે એટલો પાગલ હતો કે, તેનો ફોન એંગેજ આવે તો યુવતીને ધમકાવતો હતો. એટલું જ નહીં ગંદી ગાળો આપીને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપતો હતો. મૃતક પરણીતાના ભાઈ હાર્દિક નાકરાણીએ જણાવ્યું હતું કે, બીજા દિવસે ફોન ચેક કર્યો તો કોલ રેકોર્ડિંગ મળી આવ્યા. જેથી ધારાને પૂછ્યો તો બધી વિગતો જણાવી. મને આપણા ગામનો છોકરો જયદીપ સરવૈયા પરેશાન કરે છે. પરિવારને મારી નાંખવાની ધમકી આપે છે. જયદીપને વીડિયો કોલિંગ કરીને આ કામ કર્યું. બીજા જોડે વાત કરે તો તેનો પુરાવો આપવો પડે કોની સાથે વાત કરતી હતી. જયદીપને કારણે જ ડ્રેસ પર સ્પ્રે છાંટીને આગ લગાવી દીધી.

મૃતકના પતિ રોહિત ભાઈ રાદડિયએ કહ્યું હતું કે, ઓફિસમાં ભાઈનો ફોન આવ્યો કે, હોસ્પિટલે આવી જા. પત્ની હોસ્પિટલમાં એડમિટ હતા. પાડોશી તેને લઈને આવ્યા હતા. મેં ફોન ચેક કર્યું તો ફોનમાં રેકોર્ડિંગ હતા. જયદીપ અપશબ્દો બોલતો હતો. મમ્મી-પપ્પાને મારી નાંખવાની ધમકી આપતો હતો. સરકાર જલદી કાર્યવાહી કરે અને તેને કડક સજા આપવામાં આવે. મારી પત્નીએ આ અંગે મને કોઈ વાત કરી નહોતી. તે ઘર ભાંગવાના ડરે કોઈ વાત નહોતી કરી. સામાજિક આગેવાને કહ્યું કે, બીજી કોઈ દીકરી સાથે આવું ન થાય તે માટે છોકરા સામે કડક પગલા લેવાવા જોઇએ.

શું હતી આખી ઘટના : આજે દિવસે ને દિવસે આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ જ મોટી માત્રામાં વધી રહ્યા છે, તેવામાં હજુ સુરતની અંદર બનેલી પાસોદરા વિસ્તારની અંદર આવેલા એક સોસાયટી માં દીકરીની પરિવાર ની સામે નરાધમે કરેલી હત્યા ના પડઘા આખા ગુજરાત માં સંભળાઈ રહા છે. તેવામાં સુરત ના તેજ પાસોદરા વિસ્તારમાંથી, ફરી એક વખત એક યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

વાત કરીએ તો, સુરત માં ગ્રીષ્મમાં વેકરીયા ની જ્યાં હત્યા થઈ હતી તે પાસોદરા વિસ્તારમાં જ રોમિયો ના ત્રાસથી પરિણીતાએ અગ્નિસ્નાન કરી લીધું હોવાની માહિતી સામે આવી હતી, તેમજ આ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ આ યુવતી આઠ દિવસની સારવાર ચાલ્યા પછી પણ આ પરિણીતાએ અંતિમ શ્વાસ લીધા હતા. જેને કારણે આખા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

આજ મચાવે તેવી ઘટના થી પોલીસે તપાસ હાથ ધરી છે તેમાં ખાસ વાત તો એ છે કે, આવીને આવી બે ત્રણ વર્ષ ઘટના સુરતની અંદર બની ગઈ છે તેને કારણે આખું સુરત હચમચી ગયું છે. સુરતની અંદર આવેલા કામરેજ વિસ્તાર ના પાસોદરા વિસ્તારમાં આવે એક યુવતી, એક રોમિયો ના ટેલીફોન ના ત્રાસ થી કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. ઘટનાની વિગત વાર તપાસી એ તો, પાદરા વિસ્તારની એક પરિણીતાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરતા આખા વિસ્તારની અંદર ચકચાર મચી ગયો છે.

તેમજ એક તરફી પ્રેમ ની અંદર પાગલ બનેલા અને પ્રેમમાં અંધ બનેલા યુવક આ પરણિતાને હેરાન કરતો હતો, તેને કારણે આ પરિણીતાએ છેલ્લું પગલું અગ્નિસ્નાન કરી ભરી લીધું હતું. એવામાં કામરેજ પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે, એમ જ મૃતક પરણિતાએ છેલ્લા શ્વાસ લેતા પોતાની સાથે બનેલી ઘટનાની આપવીતી જણાવી હતી.

યુવતીના મોત ના સમાચાર સાંભળતા જ પરિવાર માં માતમ છવાઇ ગયો હતો, ખાસ વાતએ છે કે લગ્નના અઢી વર્ષની અંદર દોઢ વર્ષથી એક યુવક, આ યુવતીને ફોન ઉપર વાત કરવા માટે વારંવાર દબાણ કરતો હોવાનું સામે આવ્યું છે. તેમજ આ યુવતીને વારંવાર ગંદી ગાળો આપતો હતો અને અભદ્ર વર્તન કરતો હતો તેની કેટલીક ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ ચાલુ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે, મૃતક દીકરીના પરિવારની સાથે વાતચીત કરતાં પરિવારે જણાવ્યું હતું કે, અમને ન્યાય આપો સમાજમાં દીકરીઓને બચાવવા માટે કડક પગલા લેવા જોઈએ. આ મૃત વ્યક્તિનું નામ ધારા છે, તેમજ તેમના ભાઈ હાર્દિક નાકરાણી એ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના બાદ ફેબ્રુઆરીની છે, એમાં જ મારી બહેન નો પરિવાર કામકાજ ઉપર ગયો હતો.

તે સમયે પડોશમાં રહેતા લોકોએ માહિતી આપી હતી કે, તમારા ઘરમાં આગ લાગી છે અને દોડી ને આવતા ધારા કેરોસીન છાંટીને સળગી રહી હતી. વાત કરીએ તો માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી ત્યારે, ધારા ની સારવાર ચાલી રહી હતી. પરંતુ ધારા નું હોસ્પિટલમાં 20 ફેબ્રુઆરીના રોજ એટલે કે રવિવારે બપોરે મોત નિપજ્યું હતું

વાત કરીએ તો ધારા ના લગ્ન ને અઢી વર્ષ જ થાય હતા, તેમજ પિતા રોહિત મનસુખભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, તેની પત્નીને જયદીપ સરવૈયા નામનો એક યુવક ફોન કરીને અવાર નવાર હેરાન-પરેશાન કરતો હતો. તેમજ તેની પત્ની ના ફોનમાંથી જયદીપ ને હેરાન કરતી તમામ ઓડિયો ક્લિપ પણ સાંભળી હતી. બસ તુ મારી સાથે વાત કર, તેમજ તે ફોન કરીને અવાર નવર ગાળો આપતો હતો, તેમાં ધારા એ સારવાર દરમિયાન પોતાના અંતિમ નિવેદનમાં દરેક હકીકત જણાવી હતી..

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.