દીકરી ના મોત બાદ પિતા નંદલાલભાઈ એ સોસાયટીના લોકો સામે કર્યા આકરા સવાલો, હયા વરાળ ઠાલવતા કહ્યું કે… - Jan Avaj News

દીકરી ના મોત બાદ પિતા નંદલાલભાઈ એ સોસાયટીના લોકો સામે કર્યા આકરા સવાલો, હયા વરાળ ઠાલવતા કહ્યું કે…

એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું જે બાદ ઘટના સ્થળે જ યુવતીનું મોત નિપજ્યું હતું. જે બાદ મંગળવારે ગ્રીષ્માના પિતાના આવ્યા બાદ ૯:૩૦ વાગ્યે મૃતક ગ્રીષ્માની અંતિમ વિદાય કરવામાં આવી હતી.આ વિદાય વેળાએ ગ્રીષ્માના માતાપિતાનું હૈયાફાટ રુદન અને પથ્થર દિલ માણસને ધ્રૂજવી દેતું આક્રંદ જોવા મળ્યું હતું.

દીકરીના પિતા નંદલાલભાઇ જણાવ્યું હતું કે, મારો ભાઈ મને પિતાજી ની તબિયત લથડતાં હોવાનું કહીને, આફ્રિકા થી સુરત બોલાવ્યો હતો. તેમજ હું સવારે જ્યારે પાંચ વાગ્યે મુંબઈ થી સુરત આવ્યો ત્યારે, મને મારા ભાઈએ જણાવ્યું હતું કે, પપ્પા નહીં પરંતુ હવે આ દુનિયામાં ગ્રીષ્મમાં રહી નથી. તેમજ તે સમયથી દીકરીના પિતા નંદલાલભાઇ વેકરીયા સાવ ભાંગી ગયા છે. તે હજી પણ માનવામાં આવતું નથી કે તેની ફૂલ જેવી ફૂલ જેવી હસ્તી ખીલતી, માસૂમ દીકરી હવે આ દુનિયામાં નથી.

સુરતમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વેકરીયા પરિવાર સાવ ભાંગી ગયો છે. તેમજ પરિવાર ની અંદર પાંચ દિવસ થઈ જતા વેકરીયા પરિવારના તમામ સભ્યોને આંખોમાંથી હજુ પણ આંસુ સુકાતા નથી. ગઈકાલે હસતી ખેલતી અને ઉછળકૂદ કરતી માસૂમ દીકરી ગ્રીસમાં આજે આ દુનિયામાં નથી એ વાત માનવા પરિવાર તૈયાર જ નથી. એક બાજુ ઓ ગ્રીષ્મમાં ના પિતા નંદલાલભાઇ એ હત્યા વખતે વીડિયોમાં દેખાતા તમામ લોકોને આડે હાથ લીધા હતા.

તમને જણાવી દઈએ કે તેમણે સોસાયટીની અંદર ઘણા લોકોને સામે આકરા સવાલો ઉભા કર્યા હતા. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર નંદલાલ ભાઈ વેકરીયા નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેની અંદર નંદલાલભાઈ સોસાયટીના ઘણા બધા સભ્યો ની સામે બેસીને વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની અંદર માસુમ દીકરીના પિતા પૂછે છે કે, સાવ લાકડી જેવા લબરમૂછિયો છોકરો મારી દીકરીનું જઈ રહ્યો હતો ત્યારે, કઈ રીતે જોઈ શકે??

ત્યાં ઉભેલા ઘણા બધા લોકો ઉપર ઘણા બધા સવાલો કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, તે લાકડી જેવો છોકરો મારી દીકરી સાથે કરતો હતો ત્યારે કોઈ પથ્થર કેમ માર્યો નહીં.??, બેટી બચાવવાની મોટી મોટી વાતો કરનારા પાટીદાર મહિલાઓ થઈ ગયા છે તેવા રોષે ભરાયેલા નંદલાલભાઇ સોસાયટીના સભ્યો સામ રોષે વ્યક્ત કર્યો હતો. નંદલાલ ભાઈ એ સોસાયટીના સભ્યો ની સામે બેસીને રોષ પ્રગટ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ વાયરલ વીડિયોની અંદર, નંદલાલભાઇ સોસાયટીના સભ્યો ની સામે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. કયું છે કે આવા લાકડી જેવો છોકરો જ્યારે મારી દીકરીની સાથે આવી ઘટના કરતો હતો ત્યારે કોઈએ પથ્થર પણ કેમ નહોતો માર્યો??, અને કોઈના માં એટલી હિંમત નથી કે મારી દીકરીને બચાવી શકે??, આ ઉપરાંત નંદલાલ ભાઈએ જણાવ્યું હતું કે, સમાજની અંદર મોટી મોટી વાતો કરનારા હોય તો ઘણા લોકો છે આમ કરી નાખી અને તેમ કરી નાખીએ, અને તમારા થી કાંઈ થાય એમ નથી, સોસાયટીની અંદર આટલું બધું બની ગયું તેમ છતાં કોઈ પણ કઈ કરી શક્યું નથી.

આ ઉપરાંત નંદલાલભાઇ એ આક્રોશ માં આવી ને તેના સુરત ના સભ્યો ની સામે ઘણા બધા સવાલો ઊભા રાખ્યા હતા. તેમણે કહ્યું હતું કે, એ તો આપણા સમાજની બદનસીબી કહેવાય…, કે કાલે આ સમાજ ની દિકરી ની સાથે આવું થશે તો દીકરી ને બહાર ભણાવવું??, કે બહાર નઈ મોકલવાની??, તો શું દીકરીઓને ચાર દિવાલની વચ્ચે પૂરી રાખીશું??, શું તેમનો જન્મ આપ્યો એની સાથે આવી ઘટના થવાની??

તમને જણાવી દઈએ કે, ગ્રીષ્મમાં ના પિતા વાયરલ વિડીયો ની અંદર ઘણા બધા આકરા સવાલો કરતા નજરે ચડે છે, એમણે વીડિયોની અંદર એમ પણ કહ્યું હતું કે, મેં તે વીડિયો જોયો પણ નથી અને હું જોવા પણ માનતો નથી, તેમણે એવું પણ કહ્યું હતું કે સરકાર પ્રુફ માંગે છે, આ વિડીયો ગ્રુપ છે કે સરકાર પગલાં કેમ નથી અને સરકાર શેની રાહ જોવે છે. રૂપ આપવાની આમ જરૂરત ક્યાં છે અને અમારી દીકરી ને દુઃખ ખૂબ જ દુઃખ છે એને દીકરીની સાથે આવું ક્યારેય પણ ન થવું જોઈએ.

વેકરીયા પરિવાર આ વાત જાણીને રોષે ભરાયો છે કે, ગ્રીષ્મા અને ફેનીલ ના પ્રેમસંબંધની વાત, પર વેકરીયા પરિવાર રોષે ભરાયો છે. અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મારી દીકરી ગ્રીષ્મમાં ને ફેનીલ ની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હતો નહીં. તેમાં છે તેમણે એવું પણ કહ્યું હતું કે તેના મિત્રની સાથે વાતચીતમાં વીડિયો ક્લિપ લાડે હોય તેવું કહેવામાં આવ્યું છે.

જે સમયે આ ઘટના બની ત્યારે, ગ્રીષ્મમાં એ તેમના પિતા નંદલાલભાઇ ની સાથે સવાર માં વિડીયો કોલ ની સાથે વાતચીત કરી હતી, તેના પિતા નંદલાલ ભાઈ વેકરીયા પોતાના નિવેદન આપ્યું હતું કે, શનિવારે મારી ઉપર મારી દીકરી નો ફોન આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે, પપ્પા મારે હવે વડોદરા ભણવા જવું છે, તેમજ મારે હોસ્ટેલમાં રહીને વડોદરા ભણવું છે. તો મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં બેટા, તને જે મજા આવતી હોય તે કરવાનું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.