ફેનિલે તેના બર્થ-ડેમાં ગ્રીષ્માં સાથે કર્યું હતું આવું?, તેના મિત્ર એ કર્યો મોટો ખુલાસો, ગ્રીષ્મા ના માતા-પિતા કરું આ મોટું કામ - Jan Avaj News

ફેનિલે તેના બર્થ-ડેમાં ગ્રીષ્માં સાથે કર્યું હતું આવું?, તેના મિત્ર એ કર્યો મોટો ખુલાસો, ગ્રીષ્મા ના માતા-પિતા કરું આ મોટું કામ

સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયાની જે રીતે હત્યા થઈ છે તે માત્ર ગુજરાત જ નહી પરંતું દેશ ભરમાં આ હત્યાનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમણે તેના પરિવારને સાંત્વના આપી હતી. આ હત્યાને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ લોકો આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

પોતાના કાળજા જેવી દીકરી હવે આ દુનિયામાં નથી તેવું માતા પિતા ને માનવું ખૂબ મુશ્કેલ છે. તેમજ નંદલાલભાઇ એ પણ તે દીકરીની હત્યા કરનારા જોનાર વ્યક્તિઓ સામે ઘણા બધા પ્રશ્નો ઉજાગર કર્યા છે. વાત કરીએ તો આ અત્યારે નજરે જોનારા ભાઈ ધ્રુવ અને તેની માતા તેમની ફૂલ જેવી બહેન ને યાદ કરી ને, ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે.

તેમજ માતાની વાત કરીએ તો, એ પણ શાંત બેસી રહ્યા છે. ફૂલ જેવી માસૂમ દીકરીને હત્યાથી આખો વેકરીયા પરિવાર ભાંગી ગયો છે. આ દીકરી ના કેસ ની અંદર દિવસેને દિવસે ચોંકાવનારી માહિતી સામે આવી છે. તેમજ દીકરી ગ્રીસમાં અને ફેનિલ માં પ્રેમ સંબંધ ની વાતો મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પર આખો વેકરીયા પરિવાર ભારે રોષે ભરાયો છે.

આપને જણાવી દઈએ કે SITની ટીમમાં કુલ 10 અધીકારીઓ શામેલ કરવામાં આવ્યા છે.. જેમા 1 SP, 1ASP, 2 DYSP, 5 PI અને એક PSI દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ચકચારી કેમાં પોલીસ દ્વારા પણ ગણતરીના દિવસોમાં તપાસ પુરી કરી દેવામાં આવશે. સાથેજ ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવશે.

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા ફેનિલે ગ્રીષ્મા નામની યુવતીની તેની માતા સામે ગળું કાપીને હત્યા કરી નાંખવાના બનાવે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી મૂકી છે. આખા ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી આ જ ઘટનાની ચર્ચા થઇ રહી છે

એવામાં આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે સામાજિક આગેવાનોએ શહેરમાં કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર બંધ કરાવવાની માંગ કરી રહ્યાં છે, આજે સુરત પોલીસ કમિશનરે આ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સુરત પોલીસના જાહેરનામા પ્રમાણે, હવેથી સુરતમાં હોટલો, કોફીશૉપ, કાફે અને રેસ્ટોરન્ટની આડમાં ધમધમતા કપલ બોક્સજેમાં યુવક યુવતીઓ કેબીન જેવા બોક્સમાં કાંઈ પણ કરી શકે છે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત હોટલો અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ હોટલો અને રેસ્ટોરન્ટ અને કાફેમાં સીસીટીવી લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. વધુમાં આવા સ્થળો પર અશ્લિલ કૃત્યો તેમજ નશીલા કે કેફી પદાર્થોનું સેવન ના થવું જોઈએ. આ સિવાય સ્કૂલ, કૉલેજ, ટ્યૂશન ક્લાસ અને મહિલા હોસ્ટેલ બહાર કારણ વિના પુરુષોને બેસવા કે ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસનું કહેવું છે કે, કિશોરીએ કે સ્ત્રીઓ, બાળકીઓ પોતાને સુરક્ષિત સમજે તેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહિલાઓ નિર્ભય બનીને ઘરની બહાર હરીફરી શકે તે જરૂરી છે. ગઈકાલે મંગળવારે હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો અને આજે બુધવારે સુરત પોલીસ દ્વારા રિમાન્ડ માટે ફેનિલને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ઘણાય અનિષ્ટ તત્વો સ્કૂલ કે કોલેજ જતી સ્ટુડન્ટ, પોતાના કામે એકલી જતી યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, ગંદા શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમા રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામુ પાડી 17મી ફેબ્રુઆરીથી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કૂલો-કોલેજો, ટ્યુશન-ક્લાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા, ઉભા રહેતા પુરૂષો ઉપર કેટલાંક નિયંત્રણો ફરમાવ્યા છે.

ગુજરાતના ચકચારી ભરેલા કેસ ગ્રીષ્મા હટકાંડના એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા તેને પોલીસ સમક્ષ પણ કેટલીક રજુઆત કરી હતી ત્યારે હવે આ મામલામાં ફેનિલ અને તેના એક મિત્રની ફોન ઉપર થયેલી વાતચીતનો એક ઓડિયો પણ સામે આવી રહ્યો છે.

કથિત રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ ઓડિયો કલીપ ફેનિલ અને તેના મિત્ર વચ્ચેની વાતચીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત આઓડિયો કલીપ હત્યાના દિવસની જ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ક્લિપમ ફેનિલ ગ્રીષ્માને મારી નાખવાનું જણાવતો સંભળાઈ રહ્યો છે. તો તેનો મિત્ર તેને સમજાવતો સંભળાઈ રહ્યો છે.

ઑડિયામાં ફેનિલ તેના મિત્રને કહી રહ્યો છે કે, પેલી મારી ગર્લફ્રેન્ડ હતીને તેના ઘરે ખબર પડી ગઈતી ત્યારે માથાકૂટ થઇ તો ત્યારે મારુ આઈડી પાસવર્ડ એની પાસે હતું ત્યારે એને મને એ રીતે મેસેજ કરીને હલવાડયો. તો એને મારા ઘરે આવીને કહ્યું કે ફેનિલ ગોયાણી કોણ મેં કીધું હા તો મને એને એક લાફો માર્યો.

ઓડિયોમાં આગળ ફેનિલ કહી રહ્યો છે કે,જેવા મને લાફો માર્યો એવો મેં બેયને લાફા માર્યા. તો એ આવ્યા હતા કંઈક પાંચ-છ જણા. હું જ્યાં બહાર જાઉં ત્યાં વાંહેથી મને મારવાની ટ્રાય કરે છે. એક વાર મોટા વરાછા બેઠો હતો. તો ત્યાંથી મને મારવા આવ્યો. ત્યારે તેનો મિત્ર તેને પૂછે છે કે તને મારવા માટે કોણ આવે છે ? એના પપ્પા કે એના ભાઈઓ

ત્યારે ફેનિલ જવાબ આપતા કહેતા સંભળાઈ રહ્યો છે કે, “એના પપ્પા નથી, એના કાકા, એના ફુવા અને એના મામા એ ત્રણ જણ. તો મને વાંહેથી મારવા આવ્યા. એ નથી આવતા બીજાને મોકલે છે. આવું એને ત્રણથી ચાર વાર કરેલું છે. હવે હું એના ઘરે જાઉં છું ઓલીના (ગ્રીષ્માના) અને એને પતાવીને હું દવા પી જાઉં છું.

ફેનિલની વાત સાંભળીને તેનો મિત્ર જણાવી રહ્યો છે કે, “તું એના ઘરે જઈને શું કરીશ ત્યારે જવાબમાં ફેનિલ કહે છે કે, “હું એને મારી નાખીશ, મારે બીજું કઈ નથી જોવતું.તેનો મિત્ર કહે છે રંતુ શું કરવા ત્યારે ફેનિલ કહે છે, એ મારી વાંહે પડી ગયા છે. ત્યારે તેનો મિત્ર કહે છે કે “એને (ગ્રીષ્મા)એ તારું શું કર્યું ? એ છોકરીએ ?

આ વાતનો જવાબ આપતા ફેનિલ કહે છે કે,એમ નહિ, એક વસ્તુ છે, હું કઈ એની પાસે નથી ગયો રેડીએ મારી પાસે સામેથી આવેલી. પછી એના માથે આવી ગયું તો એને નામ નાખી દીધું મારુ. અને મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો.આ ઓડિયો બસ અહીંયા સુધીનો જ છે. જેમાં સ્પષ્ટ સમજાઈ રહ્યું છે કે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવાનો પ્લાન પહેલાથી બનાવી લીધો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.