આરોપી માં પિતા પંકજ ગોયાણીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહે છે ફેનીલ ગોયાણી ના પિતા ઘટના વિશે… - Jan Avaj News

આરોપી માં પિતા પંકજ ગોયાણીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહે છે ફેનીલ ગોયાણી ના પિતા ઘટના વિશે…

સુરતમાં એક અતિ વિચલિત કરનારી ઘટના સામે આવી છે. સમાજ માટે ખતરાસમાન આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી હત્યારો બની ગયો છે. સરાજાહેર યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. યુવકે પહેલા યુવતીના ભાઈ અને પિતા પર હુમલો કર્યો હતો. જે બાદમાં યુવતીના ગળાના ભાગે છરી મારીને તેની હત્યા કરી નાંખી છે. આ જઘન્ય ઘટનાએ આખા હચમચાવી દીધું છે.

યુવતીની હત્યા બાદ યુવકે પણ ઝેરી ગોળી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હત્યારા યુવક સહિત મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા હાલ હોસ્પિટલમાં દાખલ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જો ઘણો જ વિચલિત કરનારો છે. કામરેજ પોલીસે ઘટનાને પગલે આગળનીકાર્યવાહી શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે આ ખૂબ જ શોકિંગ બનાવ સુરતમાં બનવા પામ્યો છે. શહેરના કપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા 22 વર્ષીય ફેનિલને ગોયાણીને કામરેજ રહેતી 21 વર્ષીય કોલેજીયન સ્ટુડન્ટ ગ્રીષ્મા વેકરિયા સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી યુવક એક યુવતીનો પીછો કરી રહ્યો હતો. જે બાબતે થોડા દિવસ પહેલા યુવતીના પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જોકે, ગઇકાલે યુવક યુવતીના ઘર બહાર પહોંચીને છરી જેવા હથિયારથી બોલાચાલી કરવા લાગ્યો હતો. જે બાદ યુવતીના મોટા બાપાએ ગુસ્સે થઈ યુવકને ધમકાવ્યો હતો. જેથી યુવકે તેમની પર છરીથી હુમલો કરી દીધો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા બાપાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને છરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી હતી. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે છરીથી ગળું કાપી હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી ચલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાંખી હતી.

એટલું જ નહીં પોલીસને આ ઘટના અંગેની જાણ થતા તે ત્યાં પહોંચી હતી. ફેનિલે પોલીસ પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

બીજી તરફ આ ઘટનાની જાણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને થતા તેમને ગ્રીષ્માના પરિવારના સભ્યોની સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને આ મામલે યોગ્ય તપાસની બાંહેધરી પણ આપી હતી. આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારના સભ્યોએ પણ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.

પાસોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે જે પ્રકારે યુવતીની કરપીણ હત્યા કરી નાખી છે તેને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકના ઘાતકી કૃત્યને ચોતરફથી રખડવામાં આવી રહ્યો છે અને ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયા ધરપત આપી છે.

ફેનિલના પિતા પંકજ ગોયાણીએ કહ્યું હતું કે ફેનિલ અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે સમયે મને કહ્યું હતું કે હવેથી ગ્રીષ્માને હેરાન નહીં કરશે, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.

રવિવારે સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે ગયા હતા. મંત્રીએ કહ્યું કે હવે પરિવારને ન્યાય મળશે તે દિવસે ફરી પરિવારને મળશે. ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. FSLનો રિપોર્ટ 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરી છે. ફુટેજ, મોબાઈલની ડિટેઇલ વગેરે મળી ગયા છે.

આરોપીને એવી સજા અપાવીશું કે જેથી બીજું કોઈ આવું કૃત્ય ના કરે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.